For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

મોદી સરકાર આવ્યા બાદ ભારતના પત્રકારો અને પ્રેસ સંસ્થાઓની સ્વતંત્રતા વધુ ખરાબ- આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિન

01:44 PM May 03, 2021 IST | Vandankumar Bhadani
મોદી સરકાર આવ્યા બાદ ભારતના પત્રકારો અને પ્રેસ સંસ્થાઓની સ્વતંત્રતા વધુ ખરાબ  આજે વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિન

આજે વિશ્વમાં વિશ્વ પ્રેસ સ્વતંત્રતા દિન (world press freedom day) દીવસ તરીકે ઉજવાય રહ્યો છે. ત્યારે ભારતમાં પત્રકારો અને પ્રેસ સંસ્થાઓની સ્વતંત્રતા અને નિક્ષપક્ષતા અંગે આજે એક વિવરણ કરીએ તો ૨૦૧૪ બાદ ભારતમાં પત્રકારો અને પ્રેસની આઝાદીનું સત્ર કથળતું ગયું છે. પત્રીકામાં જણાવ્યા મુજબ 2004 માં યુપીએ સરકારે સત્તા સંભાળી ત્યારે, ભારતનું રેન્કિંગ 120 હતું, જે 2005 માં સુધરીને 106 થઈ ગયું હતું. તે જ સમયે, 2014 માં યુપીએ સત્તા પર આવ્યા ત્યાં સુધીમાં રેન્કિંગ ઘટીને 140 થઈ ગયુ હતી. અને હવે 2021 આ રેન્કિંગ વધુ ૨ સ્થાન ઘટીને 142એ પહોચી ગયું છે.

Advertisement

પત્રિકાના અહેવાલ મુજબ પત્રકારત્વની દ્રષ્ટિએ ભારત વિશ્વના સલામત દેશોમાં સાશામેલ નથી. આંતરરાષ્ટ્રીય પત્રકારત્વની એક NGO સંસ્થાએ, રિપોર્ટર્સ વિથાઉટ બોર્ડર્સ (આરએસએફ) દ્વારા બહાર પાડવામાં આવેલા વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2021 ( World press freedom index 2021) માં ભારતનું રેન્કિંગ ગત વર્ષ સુધીમાં 142 છે. અહેવાલ મુજબ ભારત વિશ્વના સૌથી ખતરનાક દેશોમાં શામેલ છે, જ્યાં પત્રકારોને અનુકૂળ રીતે પોતાનું કાર્ય કરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રે

Advertisement

જાહેર થયેલા એક અહેવાલમાં જણાવાયું છે કે ભારત, બ્રાઝિલ, મેક્સિકો અને રશિયાની સાથે ‘ખરાબ’ વર્ગમાં છે. 2004 માં યુપીએ સરકારે સત્તા સંભાળી ત્યારે, ભારતનું રેન્કિંગ 120 હતું, જે 2005 માં વધીને 106 થઈ ગયું હતું. તે જ સમયે, 2014 માં યુપીએ સત્તા પર આવ્યા ત્યાં સુધીમાં રેન્કિંગ્સ ઘટીને 140 થઈ ગઈ હતી. જો કે, યુપીએ શાસન દરમિયાન 2006 અને 2009 માં પણ તે 105 પર આવી ગયું હતું.

Advertisement

યુપીએ શાસનના છેલ્લા તબક્કામાં વર્ષ 2013 અને 2014 માં ભારતનું રેન્કિંગ ઘટીને 140 થઈ ગયું. RAF અનુસાર, આમાં સૌથી મોટો હાથ તે સમયે થયેલ કાશ્મીર અને છત્તીસગઢમાં પત્રકારો સાથેની હિંસાનો હતો.

4 પત્રકારોનું મોત
ભારતમાં કામના છેલ્લા વર્ષમાં ચાર પત્રકારોનું મોત નીપજ્યું છે. દેશમાં કવરેજ દરમિયાન પત્રકારોએ પોલીસ હિંસા, રાજકીય કાર્યકરો અને ગુનેગારોની ટોળકીનો સામનો કરવો પડ્યો છે.

Advertisement

સરકારે મીડિયા પર ‘દબાણ’ બનાવ્યું –
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2019 માં ભારતમાં ભાજપના ધરખમ વિજય પછી મીડિયાને તેની હિન્દુ રાષ્ટ્રવાદી સરકાર હોવાના અભિયાન માટે દબાણ કરવામાં આવ્યું છે. હિન્દુત્વના જાહેર હિમાયતીઓ ચર્ચાને રાષ્ટ્રવિરોધી હોવાનું સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષમાં દેશના મીડિયા પરની પકડ મજબૂત કરી છે.

શ્રીલંકા-નેપાળ આપણા કરતા સારી સ્થિતિમાં જયારે પાકિસ્તાનમાં ખરાબ સ્થિતિ
નોર્વે 180 દેશોમાં ટોચ પર છે. આ પછી ફિનલેન્ડ અને ડેનમાર્ક આવે છે. જ્યારે તળિયે એરિટ્રીઆ છે. ચીન 177 મા, તુર્કમેનિસ્તાન 178 મા, ઉત્તર કોરિયા 179 મા ક્રમે છે. દક્ષિણ એશિયાના દેશોમાં, પડોશી નેપાળ 106 મા, શ્રીલંકા 127 મા, મ્યાનમાર (બળવો થયા પહેલા) 140 મા, પાકિસ્તાનને 145 મા અને બાંગ્લાદેશમાં 152 મા ક્રમે છે.

પત્રકારોને નિશાન બનાવવામાં આવે છે
રિપોર્ટ અનુસાર ભારતમાં હિન્દુત્વનું સમર્થન કરનારા લોકો વિરુદ્ધ લખનારા પત્રકારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને મહિલાઓને નિશાન બનાવવામાં આવે છે. એ જ રીતે અધિકારીઓ વિરુદ્ધ લખનારા પત્રકારો સામે દેશદ્રોહ જેવા કેસ નોંધીને પરેશાન કરવામાં આવે છે.

73 દેશોમાં બાબતો ગંભીર છે
અહેવાલમાં ભારતના કોઈપણ ટીકાકાર પત્રકારને ભાજપ સમર્થકોએ ધમકી આપી હોવાનું નોંધ્યું છે. આવા પત્રકારને ‘રાષ્ટ્ર વિરોધી’ તરીકે દર્શાવવામાં આવે છે. 73 દેશોમાં પત્રકારત્વ માટે પરિસ્થિતિ ગંભીર છે. ઈન્ડેક્સમાં એરિટ્રીઆ છેલ્લા ક્રમે છે. 180 દેશોમાંથી ચીન 177 મા ક્રમે છે. ઉત્તર કોરિયા 179 મા અને તુર્કમેનિસ્તાન 178 મા ક્રમે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement