For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

તમામ ડોકટરે કહ્યુ: આ દીકરીનું ડાબું ફેફસુ કાઢવુ પડશે, ડૉ. પ્રતિક સાવજે કર્યો ચમત્કારીક ઈલાજ

04:01 PM May 10, 2024 IST | admin
તમામ ડોકટરે કહ્યુ  આ દીકરીનું ડાબું ફેફસુ કાઢવુ પડશે  ડૉ  પ્રતિક સાવજે કર્યો ચમત્કારીક ઈલાજ

કહેવાય છે ડોક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ છે. ડોક્ટર ડીગ્રી કરતા અનુભવથી બનાય છે. ત્યારે અમે એક એવા જ ચમત્કારિક કિસ્સાની વાત તમને કહેવા જઈ રહ્યા છીએ જેમાં એક દીકરીનું ફેફસું કાઢવું પડે એ હાલત માંથી સુરતના ડૉ પ્રતિક સાવજે (Dr Pratik Savaj) મુશ્કેલીમાંથી બહાર લાવી દીધી છે. આ વાતને શેર કરતા પ્રતિક સાવજ (Dr Pratik Savaj) શું કહે છે વાંચો...

Advertisement

આ 5 વર્ષ ની દીકરી છે. જેનુ નામ છે સાનવી. એમને ડાબા ફેફસામાં ન્યુમોનિયા થઈ જતા થોડા દિવસો માં આખું ડાબું ફેફસું ખરાબ થઇ ગયું (necrotising pneumonia) એ એક એવા બેક્ટેરિયા (MRSA) નું ઇન્ફેકશન થયું હતું કે જે ફેફસું ખાવાનું કામ કરે છે અને કોઈપણ એન્ટિબાયોટિક આના પર કામ નહિ કરતી હતી. મારા પીડિયાટ્રિશિયન મિત્ર એ નક્કી કર્યું કે હવે એમને આગળ રેફર કરવા પડશે અને એમને ડાબું ફેફસું કાઢી નાખવું પડશે .

Advertisement

આ ડીસીઝન લેતા પેલા મારા મિત્રએ મને કોલ કર્યો કે કોઈ નવી એન્ટિબાયોટિક આવી છે જે આમાં મદદ કરી શકે.
મે સાનવી ને મારી ઓ.પી.ડી. માં બોલાવી એને તપાસ કરી સંબંધી સાથે વાતચીત કરી કે એક એન્ટિબાયોટિક જે હજી સુધી અપાણી નથી તે આપડે આપીને જોઈએ જો ભગવાનની કૃપા હશે તો આપણને આનાથી રિઝલ્ટ મળશે. હું ચોક્કસ નહિ હતો કે આ એન્ટિબાયોટિક કામ કરશે કે.

Advertisement

એ નવી એન્ટિબાયોટિક શરૂ કરતા 72 કલાક પછી તાવ જતો રહ્યો અને દર્દીની તબિયતમાં સુધારો થયો અને ઓક્સિજન બંધ થઇ ગયો. એને 4 અઠવાડિયા એન્ટિબાયોટિક આપતા એનું ડાબું ફેફસું સંપૂર્ણં રીતે રિકવર થઇ ગયું છે અને બધું ઇન્ફેકશન હતું તે જતું રહ્યું છે.

સાન્વીના સ્વસ્થ થયા પછી મારા મગજમાં પ્રશ્ન આવ્યો કે અમુક દર્દીઓ કુદરતી રીતે સારા થઇ જતા હોઈ છે જ્યારે અમુક દર્દી માં દવા અને ટ્રીટમેન્ટ કામ નથી કરતી.

Advertisement

પછી ધ્યાન માં આવ્યુ કે આ દીકરીનું નામ સાનવી છે સાનવીનો અર્થ પાર્વતી અને પાર્વતીજી એ અલગ અલગ રૂપ લઈને ઘણા બધા રાક્ષસો નો નાશ કરેલો છે. અને કદાચ આની અંદર જે દેવીશકિત હતી જે એમનો બચાવ કરી રહી હતી અને અમને આ બાળકી ને સારવાર કરવાનો જશ મળ્યો એ બદલ હું ભગવાન નો આભાર માનું છું. 🙏🏻

Tags :
Advertisement
Advertisement