Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

કોણે પાડ્યો ઇસુદાન ગઢવીનો ખેલ? હજુ આ દિગ્ગજ નેતાઓ AAP માં જવા લાઈનમાં ઉભા છે

09:34 PM Jun 14, 2021 IST | Vandankumar Bhadani

આજે ગુજરાતની રાજનીતિમાં આમ આદમી પાર્ટીએ મોટો ભૂકંપ સર્જી દીધો છે. ગુજરાતની આમ આદમી પાર્ટીમાં આજે દિગ્ગજ પત્રકાર અને vtv ના પૂર્વ એડિટર ઈશુદાન ગઢવી વિધિવત રીતે જોડાઈ ગયા. ત્યારે અનેક ગુજરાતીઓના મનમાં પ્રશ્ન હશે કે ઈશુદાન ગઢવી ને રાજનીતિમાં ખેંચી લાવનાર વ્યક્તિ કોણ હતું? આટલું મોટું ઓપરેશન કોણે પાર પાડ્યું?

Advertisement

ઇસુદાન ગઢવી ગુજરાતના પત્રકારત્વમાં એક મોટું નામ બની ચૂક્યા હતા. ગુજરાત આમ આદમી પાર્ટી પાસે આગામી વિધાનસભા ચૂંટણી લડવા માટે સારા અને સ્વચ્છ તેમજ લોકપ્રિય ચહેરાઓને ફોજ ઊભી કરી રહી હોય તેવી રીતે એક પછી એક નેતાઓ જોડી રહ્યા છે અને આગામી ભવિષ્યમાં હજી આ નેતાઓમાં ખેડૂત આગેવાન સાગર રબારી, વાસુદેવ પટેલ, મોટીવેશનલ સ્પીકર સંજય રાવલ, વજુ પરસાણા સહિતના નેતાઓ છે.

આમ આદમી પાર્ટીનું લક્ષ્ય છે કે આવનારી વિધાનસભા ચૂંટણી સુધીમાં દર મહિને એક બે મોટા ચહેરાઓ ને પાર્ટીમાં સામેલ કરીને સતત લોકમાનસ પર છબી બનાવવી. અત્યાર સુધીમાં આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલીયા ઈશુદાન ગઢવી જેવા મોટા ચહેરાઓને પાર્ટી માં પ્રવેશ આપ્યો છે. જ્યારે ઠેરઠેર સતત ભાજપના કાર્યકર્તાઓ પોતાની પાર્ટી હવે પહેલા જેવી શુદ્ધ નથી રહે તેવું કહીને આપ માં પ્રવેશ લઇ રહ્યા છે.

Advertisement

હાલમાં ઈશુદાન ગઢવી એક એવો ચહેરો છે, જેને ખુદ કેજરીવાલ આજે ગુજરાતના કેજરીવાલ તરીકે સંબોધી રહ્યા છે. અને સ્પષ્ટ વિચારો કર્યો છે કે, આગામી ચૂંટણીમાં કદાચ ઇસુદાન ગઢવી પોતે મુખ્યમંત્રી ચહેરો હોય. કારણ કે ઇસુદાન ગઢવી પોતાના prime time show મહામંથન થી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના તમામ જિલ્લાઓના ખેડૂતો સુધી સંબંધ ધરાવે છે. જયારે ગોપાલ ઈટાલીયા પર પાટીદાર નેતા તરીકેનું લેબલ લાગી ચુક્યું છે.

કોંગ્રેસ હાલ તો પોતાના પક્ષ પ્રમુખ અને વિરોધ પક્ષ નેતા ઓ શોધી રહી છે અને આમ આદમી પાર્ટી સતત પોતાના કાર્યકર્તાઓ અને સંગઠનમાં નવા પદ પર યુવા અને લોકપ્રિય ચહેરાઓને સ્થાન આપી રહી છે, ત્યારે ઇસુદાન ને આમ આદમી પાર્ટીમાં કોણ લઈ આવ્યું તે મોટો સવાલ છે.

Advertisement

સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર RSS સ્થાપિત ભારતીય જનસંઘ(હાલ ભાજપ)ના કદાવર નેતા રહી ચૂકેલા સરદારી લાલ થાપરના પૌત્ર અને જાણીતા સ્પીકર મનસ્વી થાપરે (manasvi thapar) એ આ ખેલ પાડ્યો છે. મનસ્વી ઠાકોર અરવિંદ કેજરીવાલના નજીકના માણસો તરીકે ઓળખાય છે અને ઈશુદાન ગઢવી સાથે પણ ખાસ સંબંધ ધરાવે છે. મીડિયા પેનાલિસ્ટ તરીકે પણ તેઓ કામગીરી કરી રહ્યા છે અને ગુજરાતી મીડિયામાં ઘણી વખત ડિબેટમાં બેસી ચૂક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Next Article