For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલી દીકરી આશાએ સ્વર્ગમાંથી મોકલ્યો લેટર વાંચીને રડવું આવશે, જાણો કોને ગણાવ્યા ગુનેગાર

06:05 PM May 28, 2024 IST | V D
રાજકોટ અગ્નિકાંડમાં ભોગ બનેલી દીકરી આશાએ સ્વર્ગમાંથી મોકલ્યો લેટર વાંચીને રડવું આવશે  જાણો કોને ગણાવ્યા ગુનેગાર

Rajkot Gamezone Fire: શનિવારનો દિવસ રાજકોટના લોકો માટે કાળમુખો સાબિત થયો હતો. TRP ગેમઝોનમાં થયેલા અગ્નિકાંડની વાતો કરતા જ ભલભલાના આંખોમાંથી આંસુ સરવા લાગે છે, લોકો ધ્રુજી ઉઠે છે.વિચારો..આપણો વાતું કરવાથી જ માત્ર આ હાલ છે તો ત્યાં જે મૃતકોએ વેઠ્યું હશે એને શું થતું હશે? જેની કલ્પના કરવી પણ દૂર છે.ત્યારે અગ્નિકાંડમાં(Rajkot Gamezone Fire) હોમાઈ ગયેલ 21વર્ષની એક દીકરીની કાલ્પનિક દર્દભરી કહાની અહિયાં તમારી વચ્ચે રજુ કરવામાં આવી છે.

Advertisement

હું આશા કાથડ, મારા પરિવારને આર્થિક સહારો મળી રહે તે માટે ટીઆરપી ગેમઝોનમાં લાલચુ માલિકોની વચ્ચે કામ કરતી હતી. રોજ હું મારી આંખમાં સપના લઈને નીકળતી હતી.જે બાદ નોકરી કરી સાંજે પરત ફરતી હતી. ત્યારે મારા મમ્મી જેનો હું કાળજાનો કટકો છું,તે મારી રાહ જોઈને બેઠી હોય.મારા પપ્પા કે જે મને જોઈને પછી જ જમવા બેસતા હતા અને મારી બહેન જે મારી આખી દુનિયામાંથી સૌથી વધુ બેસ્ટ ફ્રેન્ડ હતી.

Advertisement

હું મારા સમય મુજબ ઘરેથી નીકળી,મને આજે મનમાં એમ હતું કે હમણાં મહિનો પૂરો થશે એટલે મારો પગાર થશે ત્યારે ઘરે હું આઈસ્ક્રીમ લઇ જઈશ અને અમે બધા જ ભેગા થઈને આઈસ્ક્રીમ પાર્ટી કરીશું.ત્યાં તો સાંજના 5.00 વાગ્યા એટલે મારા સપના રોળાવાના શરૂ થઇ ગયા.એક વેલ્ડીંગનાં તણખાથી લાગેલી આગ મારી જેવા કેટકેટલાયને ભરખી ગઈ. આગની લહેર એટલી ભયંકર હતી કે, સહન કરવું ખુબ જ પીડાદાયક હતું. જયારે આગ લાગવાની શરૂઆત થઇ ત્યારે મેં બહુ કોશિશ કરી કે હું જલ્દીથી બહાર નીકળું અને અન્ય લોકોની પણ મદદ કરું પરંતુ અફસોસ...હું કશું જ ના કરી શકી.ધીમે ધીમે અગ્નિ પ્રચંડ જ્વાળાઓ મારા એક એક અંગને દઝાડતી હતી, જે બાદ મારાથી સહન ન થાય તેવી આગની જ્વાળામાં હું દાઝતી હતી.તો પણ મને થયું કે ભલે હું અડધી દાજી જાવ હું મારો ઈલાજ કરાવી લઈશ.

Advertisement

પરંતુ મારુ શરીર એટલી હદે દાજી ગયું હતું કે,જેની તમે કલ્પના જ ન કરી શકો.આ આગમાં હું ત્રીજા માળે હતી.જ્યાં ખાલીને ખાલી ધુવાડો જ હતો.બધા બચાવો...બચાવો...ની બૂમો પાડતા હતા.જે બાદ આગ એટલી પ્રચંડ થઇ ગઈ હતી કે,મારુ શરીર ધીમે ધીમે બળવા લાગ્યું.મને ખુબ જ અગ્નિ થતી હતી. મારા પ્પાનો ફોન આવી ગયો હતો,કે 'દીકરી કાંઈ ઉપાદી ન કરતી જો હું અહીંયા જ છું'.ત્યારે મને ખુબ જ હાશકારો થયો પણ મને ક્યાં ખબર હતી કે એ મારા પ્પાનો છેલો ફોન હતો! મને ક્યાં ખબર હતી કે મારા પપ્પાનું પારેવડું હવે ક્યારેય તેમને નહિ મળે,અરે! મને ક્યાં ખબર હતી કે મારા પપ્પા મારા લગ્નના એટલા હરખથી સપના જોતા હતા તે હવે ક્યારેય પુરી નહિ થાય. મારા પપ્પા છેલ્લે મારુ મોઢું પણ ના જોઈ શક્ય તેનો મને ખુબ જ અફસોસ છે. હવે મને એમ થાય છે કે યાર ! હું શું કામ આવા લાલચુ લોકોને ત્યાં નોકરી કરવા ગઈ...

મારે જીવવું હતું,મારે મારા સપના પુરા કરવા માટે જીવવું હતું. મારે મારા પપ્પા મમ્મી સાથે હજુ મારી જિંદગી વિતાવી હતી.ત્યાં મને આ ગોઝારો કાળ ભરખી ગયો. આ લાંચિયા અધિકારી અને લાલચુ માલિકોના કારણે મારા બધા લોકો છીનવાઈ ગયા. મને અહિયાંથી જોઈને ખુબ જ દુઃખ થાય છે. મારાથી મારા પપ્પાની હાલત આવી નથી જોવાતી.મારા મમ્મીને આવી સુદબુદ ખોયેલી હાલતમાં હું નથી જોઈ શકતી. મારે મારા મમ્મીને હસ્તી જોવી છે.હું મારી બહેનને આવી રીતે એકલી નથી જોઈ શકતી.મારે તેના સાથે મન ભરીને બહાર ફરવું છે,બંને બેનુએ સાથે પાણીપુરી ખાવા જવું છે. ખેર! હું અને મારા સપના તો હવે ખુબ જ દૂર આવી ગયા છીએ.એટલા દૂર કે હવે હું મારા મનગમતા લોકોને કોઈ દિવસ નહીં મળી શકીશ. એમ પણ આ ઘટનાનો આઘાત મારા મમ્મી પાપા અને બહેનોને રહેશે.બાકી બધા તો 4 દિવસના બધું જ ભૂલી જશે.

Advertisement

લોકો અમને ન્યાય અપાવવા ભારે મહેનત કરે છે.પરંતુ 2 દિવસમાં બધા જ બધું જ ભૂલી જશે.જેના કારણે મારા જેવા કેટકેટલાય લોકોને મોતમાં કાયમી માટે સુવડાવી દેનાર હમણાં જ થોડા સમયે મોઝ મજા કરતા દેખાશે.પરંતુ હું આજે આગને પણ એક વાત કહેવા માંગુ છું...

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એવા બિલ્ડરોની લાલચને કે જેવો એક એક સ્ક્વેર ફૂટ માટે વેચી નાખે છે પોતાના ઝમીરને.

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એ ભ્રષ્ટાચારને કે જેના કારણે બંધાયા જ કરે છે આવા અસંખ્ય લાક્ષાગૃહો.

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એ સંચાલકોના લોભને કે જેઓ સરસ્વતીને વેચવા માટે કોઈ પણ જગ્યાએ ખોલી નાખે છે પોતાની ફેક્ટરીઓ.

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય તો સળગાવી નાખ એવા મા બાપોની ઘેલછાને કે જેઓ જાણે-અજાણ્યે જ પોતાના સપનાઓને હોમી દે છે હરીફાઈ ની હોડમાં.

હે આગ !
તને સળગાવી નાખવાનો આટલો જ શોખ હોય સળગાવી નાખ એ સત્તાધીશોની ઊંઘ ને કે જેઓ સંવેદનાના બે શબ્દો બોલીને પાછા સરી પડે છે સત્તાના ઘેનમાં.

હે આગ !
સાચું કહેજે તને પણ પરસેવો વળી ગયો હતો ને ? રમવામાં મશગુલ થયેલા એ માસૂમોને તારી લપેટમાં લેતા પહેલાં ?

હે આગ !
શું ક્યારેક તું ન બદલાવી શકે ? તારા આ સળગાવી નાખવાના સ્વભાવને ?

હવે બસ હું હવે ભગવાન પાસેથી એટલી જ પ્રાર્થના કરીશ કે મારા પપ્પા મમ્મી સહીત મારા જેવા અન્ય પરિવારોને બસ જીવવાની હિંમત આપો બસ...

Tags :
Advertisement
Advertisement