Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

સુરતમાં લાખો લોકો પાણી વગરના રહેશે - જાણો ક્યારે અને ક્યાં વિસ્તારોમાં થશે પાણી બંધ

10:22 AM Dec 02, 2023 IST | Chandresh

Water Shut Down In Surat: સુરત શહેરના લોકોને પાછી પાણીની અછતનો સામનો કરવો પડશે. શહેરના ઘણા વિસ્તારમાં પાણીની અછત જોવા મળી શકે છે. શહેરના LH રોડ પર લાભેશ્વર ચોક પાસે મેટ્રોના અન્ડર ગ્રાઉન્ડ સ્ટેશન માટે પાણીની લાઇન ખસેડવાની કામગીરીથી સોમવારે વરાછા, સેન્ટ્રલ અને કતારગામ ઝોનમાં પાણી (Water Shut Down In Surat) પુરવઠો ખોરવાઈ જશે. તેના કારણે 6 લાખ લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડશે.નવી લાઇન મેટ્રો રેલ કોર્પોરેશન નાંખશે.

Advertisement

આ લાઇનનું જોડાણ વરાછા વોટર વર્ક્સ સપ્લાય કરતી લાઇન સાથે બરોડા પ્રિસ્ટેજ પાસે તેમજ માતાવાડી જંકશન પાસે બંને બાજુ જોડાણ કરશે. જેથી સોમવારે સવારે 8થી રાતે 11 સુધી વરાછા, સેન્ટ્રલ અને કતારગામ ઝોનના વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રહશે.

આ વિસ્તારોમાં કુલ 15 કલાક પાણી પુરવઠો ખોરવાશે

Advertisement

વરાછા - બપોરે 12.30થી 3.45-અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબેહનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ, કાપોદ્રા, સીતારામ સોસાયટી અને આઇમાતા રોડ સહિતના વિસ્તારો.

સેન્ટ્રલ - સાંજે 6.25થી 11- રેલવે સ્ટેશન, દિલ્હીગેટથી ચોકબજાર, રાજમાર્ગથી ઉત્તર તરફ મહિધરપુરા, રામપુરા, હરિપુરા, સૈયદપુરા, ધાસ્તીપુરા, શાહપોર-નાણાવટ સહિતના વિસ્તારો.

Advertisement

કતારગામ - કતારગામ દરવાજા, અલકાપુરી, ગોટાલાવાડી, બાળાશ્રમ વગેરે.

Advertisement
Tags :
Next Article