For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

મોટા વાહનોમાં સમાન મુક્ત પહેલાં સાવધાન; નવસારી નેશનલ હાઇવે પર ટ્રકમાંથી 364 નંગ AC ની કરવામાં આવી ચોરી; જાણો વિગતે

06:57 PM May 20, 2024 IST | Drashti Parmar
મોટા વાહનોમાં સમાન મુક્ત પહેલાં સાવધાન  નવસારી નેશનલ હાઇવે પર ટ્રકમાંથી 364 નંગ ac ની કરવામાં આવી ચોરી  જાણો વિગતે

Navasari News: નવસારી એસીના ચોરી પ્રકરણનો એક મામલો સામે આવ્યો છે. મહેસાણા ના કડી થી કલકતા લઇ જવાતા એસી ની ચોરી થઇ હોવાની  ફરિયાદ નોંધાઈ હતી. આઉટડોર અને ઇન્ડોર(Navasari News) મળી કે 364 નંગ એસી જેની કિંમત 43,50,258 રૂપિયાની ચોરી થઇ હતી.  ત્યારે આ મામલે નવસારી એલસીબી પોલીસે બે લોકો ને ઝડપી પડ્યા હતા. નવસારી એલસીબી પોલીસ વધુ તપાસ શરૂ કરી છે.

Advertisement

તમને જણાવી દઈએ કે નવસારી એસીના ચોરી પ્રકરણમાં પોલીસે એકની ધરપકડ કરી છે. અમદાવાદનાં ટ્રાન્સપોર્ટનાં માલિક પવન શર્માએ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ આપી કે તા. 9મી મે ના રોજ એસીનો કોન્ટ્રાક્ટ થયો હોય ટ્રક (નં. આરજે-14-જીએલ-5412)મા ં ડ્રાઈવર કર્મવીરસિંહ 364 નંગ એસી કડીથી કલકત્તા જવા નીકળ્યા હતા પરંતુ ડિલિવરી થઈ ન હતી. જેને લઇ લોકેશન ચેક કરતા નવસારીનાં હાઇવે પર ટ્રક હોવાનું જણાયું હતું.

Advertisement

નવસારીમાં સંદલપોર હાઇવે પાસે આવેલ એક હોટલ પાસે એસી સગેવગે કરવામાં આવ્યા બાદ ડ્રાઈવર ગાયબ હતો અને ટ્રક મધ્યપ્રદેશના મંડશોરમાં હતી. જ્યાં તપાસ કરતા સામે આવ્યું હતું કે એસી ગાયબ છે. જેને પગલે નવસારી એલસીબીએ નવસારીમાં જ રહેતા આસીમ નામના યુવાનની અટક કરી હતી. તેણે સુરતના કોઈ વ્યક્તિ પાસે એસી ખરીદીને પોતાના ગોડાઉનમાં મૂક્યા હતા. આ કેસમાં આસીમનો ભાઈ આદિલ હજુ પકડાયો ન હોય પોલીસે ફરાર જાહેર કર્યો હતો. ત્યારે આ મામલે નવસારી એલસીબી પોલીસે બે લોકો ને ઝડપી પાડ્યા હતા. પોલીસે ટ્રક ડ્રાયવર અને નવસારીના વેરાવળના એક યુવકની અટકાયત કરી છે.

Advertisement

પોલીસે જણાવ્યું કે ચોરીના એસી ખરીદી સસ્તા ભાવે વેચવાનો તેમનો પ્લાન હતો. પોલીસને 364 પૈકી 180 એસી જપ્ત કરવામાં સફળતા મળી હતી.આ બનાવની ગ્રામ્ય પોલીસ તપાસ કરી રહી છે. પોલીસ પાસે મળતી માહિતી અનુસાર આઉટડોર અને ઇન્ડોર મળી કે 364 નંગ એસી જેની કિંમત 43,50,258 રૂપિયાની ચોરી થઇ હતી. પોલીસે એસીના આઉટડોર અને ઇન્ડોર ના કુલ 180 યુનિટ એસી રિકવર કર્યા છે. પોલીસે 32,74,200 રૂપિયાનો મુદ્દામાલ   કબ્જે કર્યો છે. જયારે આ મામલે હજી વધુ તપાસ ચાલી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement