For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં યોજાયો અનોખો લગ્ન સમારંભ: શણગારેલા બળદગાડા અને લક્ઝરી ગાડીઓ સાથે 9 અશ્વ સહિતની નીકળી ભવ્ય જાન

02:55 PM May 07, 2022 IST | Mishan Jalodara
સુરતમાં યોજાયો અનોખો લગ્ન સમારંભ  શણગારેલા બળદગાડા અને લક્ઝરી ગાડીઓ સાથે 9 અશ્વ સહિતની નીકળી ભવ્ય જાન

સુરત(Surat): શહેરના મોટા વરાછા(Mota Varachha) સુદામાચોક(Sudamachok) વીસ્તારમા એક અનોખી જાન જોવા મળી છે. આ જાનમા બેન્ડવાજાની જગ્યાયે ગુજરાત રાજ્ય સરકારની પોલીસ બેન્ડ, બગીની જગ્યાયે બળદ ગાડુ, ચાંદલાની રકમ સેવાકીય પ્રવુતીમા વાપરવાનો નિર્ણય અને જય જવાન અને જય કિસાનના નાદ સાથે દેશ ભકિતના સુરે અશ્વ સ્વારોને સંગ મોટા વરાછાના સુદામા ચોક પર જાન નીકળી હતી.

Advertisement

શહેરના મોટા વરાછા વીસ્તારમા સામાજીક પ્રવુતીઓ સાથે સંકળાયેલ અને સુદામા ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ રોનક ઘેલાણીએ પોતાના લગ્નને કઇક અલગ જ યાદગાર બનાવવાનો નિર્ણય કર્યો હતો. જેમા 2 બળદગાડા, 15 જેટલા અશ્વસવારો, 40 જેટલી ડેકોરેશન કરેલી ઇકોથી લઇને ફોર્સી, BMW, ઓડી સુધીની કાર અને રાજ્ય સરકારની પોલીસ બેન્ડ આકર્ષણનુ કેન્દ્ર બન્યુ હતું. પરંતુ આ બધી કાર મા જાનૈયાઓ બેઠા હતા અને વરરાજા તો દેશી બળદગાડામા બેસીને લોકોને પોતાની જુની યાદોને તાજી કરાવી હતી.

Advertisement

ઘેલાણી પરીવાર દ્વારા લેવાયેલ નિર્ણય મુજબ ચાંદલાની રકમ સેવાકીય પ્રવુતિમાં આપવામા આવી હતી. જેમા શ્રી ગોરક્ષનાથ આશ્રમ જુનાગઠ ખાતે ચાલતા અન્નક્ષેત્રમા ૧૧,૦૦૦નુ અનુદાન, કરુણા ચેરીટેબલ ટ્રસ્ટને ૨૧૦૦૦ નુ અનુદાન, ગૌકુળ ચેરીટેબલ ટ્રસ્ટને ૧૧,૦૦૦, ગૌકુળ પરીવારને ૧૧,૦૦૦નુ અનુદાન અને ગુજરાત પોલીસ બેન્ડ ને ૧૫,૦૦૦ ની રકમ આપી અનોખી પહેલ કરવામાં આવી હતી.

Advertisement

મહંત સ્વામી મહારાજે પણ પાઠવ્યા આશીર્વાદ:
BAPS સંસ્થાના વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે પણ લગ્ન પ્રસંગે આશીર્વાદ પાઠવ્યા હતા. સાથે સાથે સ્વયં શેરનાથ બાપુ ગુરુ ગોરખનાથ હાજર રહ્યા હતા. આ લગ્નપ્રસંગે પ્રખ્યાત લોકગાયિકા અલ્પા પટેલ પણ હાજર રહ્યાં હતાં.

આ લગ્ન પ્રસંગમા શ્રી ગોરક્ષનાથ આશ્રમના મહંત પીરયોગી શ્રી શેરનાથ બાપુ, કામરેજના ધારાસભ્ય વી.ડી.જાલાવડીયા, ગુજરાતના અગ્રણી ઉધોગપતી જીવરાજભાઇ ધારુકા, પી.પી.સવાણી ગ્રુપના ચેરમેન વલ્લભભાઇ સવાણી, શ્રી સૌરાષ્ટ પટેલ સેવા સમાજ સુરતના પ્રમુખ કાનજીભાઇ ભાલાળા, આપ ગુજરાતના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા, શ્રી ખોડલધામ સુરતના કન્વીનર ધાર્મીક માલવીયા, ગુજરાત પાસના કન્વીનર અલ્પેશ કથીરીયા અને અન્ય મહાનુભાવોએ આ અનોખા લગ્ન પ્રસં મા હાજરી આપી આ ભવ્ય વિશેષ લગ્ન સમારોહને વધાવ્યો હતો.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement