Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ચૂંટણીની કામગીરી પૂર્ણ કરી ઘરે જતાં શિક્ષકને આંબી ગયો કાળ; ભેટાલી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા 2ના મોત

06:09 PM May 09, 2024 IST | Drashti Parmar

Aravalli Accident: અરવલ્લીના ભેટાલી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે લોકોના મોત નીપજ્યા હોવાનો જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં(Aravalli Accident) ભોગ બનાર એક શિક્ષક અને બીજો બુટલેગર હોવાનું સામે આવ્યું છે. જાણવા મળ્યું છે કે  ચૂંટણીની કામગીરી પૂર્ણ કર્યા બાદ પરત ફરતી વેળાએ શિક્ષકને અકસ્માત નડ્યો હતો.

Advertisement

ચૂંટણીની કામગીરી પૂર્ણ કરી વતન ફરતા નડ્યો અકસ્માત:
અરવલ્લીના ભેટાલી પાસે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક શિક્ષક અને બીજો વ્યક્તિ બુટલેગર બનેના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. શિક્ષક ગોપીચંદ ડાભી ચૂંટણીની કામગીરી પૂર્ણ કરી વતન જેસિંગપુર આવી રહ્યા હતા. તે સમયે બુટલેગર નીતિન બલેવા પુરપાટ ઝડપે કાર હંકારી આવી રહ્યો હતો. બંન્ને કાર સામ-સામે અથડાઇ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અક્સ્માતમાં શિક્ષક અને બુટલેગર બંન્નેના મોત નીપજ્યા છે. શિક્ષકના મોતથી વતનમાં શોકની લાગણી ફેલાઇ છે. ઘટનાને પગલે પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી
જાણવા મળ્યું છે કે પૂરઝડપે આવી રહેલાં બૂટલેગરની કારની શિક્ષકની કાર સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં લોકસભા ચૂટણી પૂર્ણ કરી વતન આવી રહેલા શિક્ષકનું મોત થયું છે. ધાનેરાથી જેસિંગપુર વતનમાં જઈ રહેલા શિક્ષકનું મોત થયું છે. શિક્ષક ગોપીચંદ ડાભીનું મોત થતાં પંથકમાં શોકની લાગણી ફેલાઇ છે. બુટલેગર નીતિન બલેવાનું પણ અકસ્માતમાં મોત થયું છે. તે અગાઉ દારૂના કેસમાં ઝડપાયો હતો. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement
Advertisement
Tags :
Next Article