For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

થોરના ફિંડલા એક એવું ચમત્કારિક ફળ છે, જેનું જ્યૂસ લોહીની કમી અને રોગોને જડમૂળથી કરે છે દૂર

06:40 PM Mar 18, 2024 IST | V D
થોરના ફિંડલા એક એવું ચમત્કારિક ફળ છે  જેનું જ્યૂસ લોહીની કમી અને રોગોને જડમૂળથી કરે છે દૂર

Benefits of Findla: કુદરતે વનસ્પતિ, ફળ-ફળાદી અને છોડના રૂપમાં મનુષ્યોને અમૂલ્ય બક્ષીસો આપી છે. એ પૈકીની એક વનસ્પતિ છે કાંટાળો થોર. આ થોર ઉપર થતું ફળ ફિંડલાના નામે ઓળખાય છે. અને એ ફિંડલાનો રસ કેન્સર સહિતના અનેક મહારોગોમાં ચમત્કારિક પરિણામો આપે છે. ફિંડલા(Benefits of Findla) જેને ઘણી જગ્યા પર ડિંડલા તરીકે પણ ઓળખવામાં આવે છે. ફિંડલાને અંગ્રેજીમાં પ્રિક્લિ પિઅર તરીકે ઓળખવામાં આવે છે. પાક્યા પછી આ ફળનો રંગ જાંબલી થઈ જાય છે અને તે નોપાલ્સ કેક્ટસ(થોર) પર ઉગતું ફળ છે.

Advertisement

શા માટે ફિંડલા સ્વાસ્થ્યને ફાયદાકારક છે?
ફિંડલા એટલે કે પ્રિક્લિ પિઅર ( Prickly Pears ) માં ભરપૂર માત્રામાં પોષક તત્વો, વિટામિન અને રેશા હોય છે. આ ફળમાં રહેલા તત્વો સ્વાસ્થ્ય માટે એટલા ગુણકારી છે કે તેનો મેડિકલ અને આયુર્વેદિક દવામાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ફળમાં રહેલું લો કોલેસ્ટ્રોલ ( cholesterol ) અને સેચ્યુરેટેડ ( Saturated ) ફેટ વધુ વજનવાળા, હિમોગ્લોબિનની કમી, પેટના રોગો અને હ્રદય રોગના દર્દીઓ માટે આશિર્વાદરુપ છે.

Advertisement

ફિંડલા
પોષણ તથ્યો જ્યારે આપણે ફિંડલાના પોષક મૂલ્ય વિશે વાત કરીએ છીએ તેમાં મેગ્નેશિયમ, એમિનો એસિડ્સ, એન્ટીઓક્સિડેન્ટ્સ, વિટામિન સી અને બી, બીટા કેરોટીન, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ અને અન્ય ઘણા પોષક તત્વો હોય છે. આ ફળનો એક કપમાં ઘણા વિટામિન અને ખનિજોના દૈનિક ઇન્ટેક મૂલ્યના નોંધપાત્ર ભાગનો સ્રોત બની શકે છે. તે બિન-શોષી શકાય તેવા સંકુલ (કેલ્શિયમ ઓકસાલેટ) ના સ્વરૂપમાં હાજર છે

Advertisement

કેન્સર સામે આપે રક્ષણ
થોરના લાલ કલરના ફળ હોય છે જેને થોરના ડિંડાના નામે ઓળખાય છે આ પણ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. તે કેન્સર જેવા રોગોને પણ દૂર કરે છે.

શરીરમાં હિમોગ્લોબીનનું પ્રમાણ વધારે
થોરમાં અનેક એવા દ્રવ્યો પણ હોય છે કે જે શરીરમાં હિમોગ્લોબીનની માત્રાને વધારી દે છે.જેને કારણે શરીરમાં નવું લોહી બને છે અને એનાથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે. ફિંડલામાં લોહીનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. એટલે જે વ્યક્તિને હિમોગ્લોબિનની ખામી હોય તે લોકો માટે ફિંડલા વરદાન સમાન છે. અને એનિમિયા સામે પણ રક્ષણ આપે છે. આ ઉપરાંત તે શરીરમાં વ્હાઈટ બ્લડ સેલની પણ માત્રા વધારે છે જેને કારણે તમારી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

Advertisement

વજન ઘટાડવામાં કરશે મદદ
ફિંડલા જે વ્યક્તિને વજન ઓછું કરવું હોય તે લોકો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, અને ફિંડલામાં રહેલા ફાઈબર તમારી ભૂખને ઓછી કરશે જેનાથી તમારુ વજન ઘટશે. ઉપરાંત ફિંડલા કોલેસ્ટ્રોલ ઓછું કરે છે. આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓ માટે પણ તે ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત ફિંડલાનું સેવન કરવાથી શરીરમાં કેલ્શિયમની ખામી થતી નથી.

પેટની તકલીફોનુ કરશે સમાધાન
જે લોકોને પેટમાં ચાંદા પડ્યા હોય અથવા તો પેટની કોઈ પણ ફરિયાદ હોય તો તેને માટે ફિંડલાનો રસ ખૂબ જ ફાયદાકારક છે. થોરનું દૂધ લગાવવાથી મસા તરત જ નીકળી જાય છે. અને દુખાવો પણ થતો નથી. આ ઉપરાંત શરીરમાં કેલ્શિયમની ખામીને કારણે દાંત કે હાડકામાં દુખાવો થાય છે. તો તમને કેલ્શિયમની ખામી હોય છે. તે ખામી દૂર કરવા માટે ફિંડલા ખુબજ ઉપયોગી છે.

Tags :
Advertisement
Advertisement