For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ચા સાથે સિગારેટ પીવાનો શોખ છે? તો જાણી લો સ્વાસ્થ્ય માટે છે કેટલું જીવલેણ...

05:23 PM May 11, 2024 IST | V D
ચા સાથે સિગારેટ પીવાનો શોખ છે  તો જાણી લો સ્વાસ્થ્ય માટે છે કેટલું જીવલેણ

Tea And Smoking: ચાની દુકાનો પર તમે ઘણીવાર લોકોને ચાની ચૂસકી લેતી વખતે સિગારેટ પીતા જોશો. તણાવ ઓછો કરવા માટે લોકો ચા સાથે સિગારેટ પીવે છે, જે એક ખરાબ આદત છે. ચા અને સિગારેટનું ખતરનાક મિશ્રણ તમારા સ્વાસ્થ્યને નુકસાન(Tea And Smoking) પહોંચાડી શકે છે. હા, એક રિપોર્ટ કહે છે કે જો ચા અને સિગારેટ એકસાથે પીવામાં આવે તો અન્નનળીના કેન્સરનું જોખમ 30% વધી જાય છે. આનું કારણ ચામાં જોવા મળતું કેફીન છે, જેને સિગારેટ સાથે જોડવામાં આવે તો તે જીવલેણ સાબિત થઈ શકે છે.

Advertisement

ચાની સાથે સિગારેટ પીઓ છો તો આ જીવલેણ નુકશાન થશે
વર્ષ 2023માં એનલ્સ ઓફ ઈન્ટરનલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ગરમ ચા ફૂડ શ્વશન નળીના કોષોને નુકસાન પહોંચાડે છે અને જ્યારે તમે ચાની સાથે સિગારેટ પીઓ છો, ત્યારે નુકસાનનું જોખમ બે ગણું વધી જાય છે. જો તમે લાંબા સમય સુધી આ આદત ચાલુ રાખશો તો તેનાથી કેન્સર જેવી ખતરનાક બીમારી થઈ શકે છે.

Advertisement

ફેફસાને નુકશાન પહોંચી શકે છે
હેલ્થ એક્સપર્ટના મતે ચામાં કેફીન જોવા મળે છે જે પેટમાં એક પ્રકારનો એસિડ બનાવે છે. તે પાચનમાં મદદરૂપ છે, પરંતુ કેફીનની વધુ માત્રા પેટમાં જાય તો નુકસાન પહોંચાડી શકે છે. સાથે જ સિગારેટ કે બીડીમાં નિકોટિન જોવા મળે છે. જો તમે ખાલી પેટે ચા અને સિગારેટ એકસાથે પીઓ છો તો માથાનો દુખાવો અને ચક્કર આવવા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

Advertisement

ચા અને સિગારેટ એકસાથે પીઓ તો શું થાય?
હાર્ટ એટેકનું જોખમ
પેટના અલ્સર
યાદશક્તિમાં ઘટાડો
ફેફસાનું કેન્સર
ગળાનું કેન્સર
નપુંસકતા અને વંધ્યત્વ
અન્નનળીનું કેન્સર
હાથ અને પગના અલ્સર

ધૂમ્રપાન કરવાથી બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ સ્ટ્રોકનું જોખમ
જે લોકો માત્ર સિગારેટ પીવે છે તે પણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ધૂમ્રપાન કરવાથી બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટ સ્ટ્રોકનું જોખમ વધી જાય છે. આવા ઘણા સંશોધનો કરવામાં આવ્યા છે જેમાં એ વાત સામે આવી છે કે જે લોકો દિવસમાં એક સિગારેટ પીવે છે તેમને હાર્ટ એટેકનો ખતરો સામાન્ય લોકોની સરખામણીમાં 7% વધુ હોય છે. જો તમને ધૂમ્રપાનની આદત હોય, તો તે તમારા આયુષ્યને લગભગ 17 વર્ષ સુધી ઘટાડી શકે છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement