Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી કરતા ખેડૂતો માટે નવી યોજના, રાજ્ય સરકાર હેક્ટર દીઠ ચૂકવશે આટલા હજારની સહાય

06:52 PM Jul 02, 2024 IST | V D

Natural Agriculture Promotion Yojana: દેશના નાગરીકોના સ્વાસ્થ્યની ચિંતા કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રાકૃતિક કૃષિને અપનાવવા આહવાન કર્યું છે. વડાપ્રધાનના આહવાનને હકારાત્મક પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત(Natural Agriculture Promotion Yojana) કરતી વિવિધ પહેલો હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ વિભાગે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહન મેળે, તેવા નેક આશયથી આ વર્ષે નવી યોજના અમલમાં મૂકી છે.

Advertisement

પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી
રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના દરેક નાગરિકને રાસાયણીક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે.

મહત્તમ રૂપિયા 20000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે
આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ રૂપિયા 20000 પ્રતિ હેકટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં રૂપિયા 1000 લાખની રકમ ફાળવવામાં આવી છે.

Advertisement

કૃષિ મંત્રીએ આપી આ માહિતી
કૃષિ મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, આજના સમયમાં રસાયણમુક્ત અને પ્રાકૃતિક ઉપજની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી ઉત્પાદિત કરેલી શાકભાજીની માંગ પણ વધી છે. વધી રહેલી માંગને પહોંચી વળવા વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજી પકવે તે ખૂબ જ જરૂરી છે. રાજ્યના વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવા પ્રોત્સાહિત થાય તે માટે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકારે નવી યોજના મંજૂર કરી છે.

આ યોજનાના અમલીકરણથી આગામી 5 વર્ષમાં અનેક ખેડૂતો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવશે અને આશરે 5000 હેકટર વિસ્તારનો વધારો થશે. આ યોજના અંતર્ગત ખેડૂતોને આપવામાં આવનાર સહાય DBTના માધ્યમથી સીધા જ તેમના બેંક ખાતામાં ચૂકવવામાં આવશે, તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Next Article