For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરત: ધોધમાર વરસાદ વચ્ચે મહાકાય ઝાડ પડવાનું યથાવત; બે ફોર વ્હિલ સહિત બાઈકનો કચરઘાણ

06:07 PM Jul 04, 2024 IST | V D
સુરત  ધોધમાર વરસાદ વચ્ચે મહાકાય ઝાડ પડવાનું યથાવત  બે ફોર વ્હિલ સહિત બાઈકનો કચરઘાણ

Surat News: સુરત શહેરમાં ચાર દિવસ મેઘરાજાએ ધબધબાટી બોલાવી હતી. અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સર્જાયા હતાં ,તો બીજી તરફ શહેરના દરેક ઝોન વિસ્તારોમાં વૃક્ષો ઘરાશાયી થયા હોવાના કુલ 60 જેટલા બનાવો બન્યા હતાં.ત્યારે આજે ફરી એકવાર એક ઝાડ એક કાર પર પડતા બે કારનો(Surat News) કચ્ચરઘાણ નીકળી ગયો હતો.સાથે જ ત્યાં રહેલ બાઇકનો કળસુલો વળી ગયો હતો.

Advertisement

કારનો કચ્ચરઘાણ નીકળ્યો
વરાછાના સીમાડા નાકા જેવા વ્યસ્ત વિસ્તારમાં એક એરીયામાં એક ઘટાદાર વૃક્ષ ઘરાશાયી થતાં પાર્ક કરેલી બે કારનો કચ્ચરઘાણ બોલી ગયો હતો આ ઘટનામાં અનેક બાઇકનો પણ કળસુલો વળી ગયો હતો. જો કે આ ઘટનામાં કોઇ ઇજા કે જાનહાની થઇ નથી પરંતુ કારને ભારે નુકશાન થયુ હતુ તેમજ એક તરફ નો રસ્તો બંધ ગયો હતો. ફાયરની ટીમે ઝાડ કાપી રસ્તો ચાલું કરવા કવાયત હાથ ધરી હતી.

Advertisement

અગાઉ પણ 60 વૃક્ષઓ પડી ગયા હતા
હજુ તો વરસાદની શરુઆત થઇ છે, ત્યારે છેલ્લા ત્રણ દિવસોથી શહેરમાં સતત મુશળઘાર વરસાદ વરસી રહ્યો છે. તેજ પવન ફુકાવાની સાથે વરસેલા વરસાદ કારણે આજે સુરતના અલગ-અલગ ઝોનમાં વૃક્ષ પડવાની ઘટનાઓ સામે આવી હતી. રવિવારની રાતથી સોવમાર સાંજ સુઘી શહેરના અઠવા, રાંદેર, લીંબાયત, ઉઘના, વરાછા એ-વરાછા-બી ઝોન કતારગામ અને લીબાયત ઝોનમાં કુલ 60 વૃક્ષો પડી ગયાં હતાં.

Advertisement

ફાયર વિભાગની ટીમે અલગ-અલગ વિસ્તારોમાં જઈને રસ્તા ઉપરથી વૃક્ષો કટીંગ કરી તેને હટાવી લેવાને કામમા વયસ્ત રહ્યા હતા. બીજી તરફ શહેરમાં વરસાદને લઈને કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો સામે આવ્યા હતા. આજે બપોરના સમયે અઠવા લાઈન્સ વિસતારની કોર્ટ બિલ્ડીંગની સામે એક ઘટાદાર વૃક્ષ ઘરાશાયી થઈ ગયુ હતુ. આ ઘટનામાં આ વિસ્તાર લોકોની અવર-જવરથી વ્યસ્ત રહેતો હોવાથી ટ્રાફીક જામ થઈ જતાં વહાન ચાલકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી.

ફાયરની ટીમએ ઝાડને હટાવી રસ્તો ખુલ્લો મુક્યો
ઘટનામાં બે કાર ઝાડની નીચે દબાઈ ગઈ જતાં તેનો ખુરદો બોલી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ ઉપર પહોચીને ગણતરીની મિનીટોમાં જ ઝાડને કટીંગ કરી દબાયેલી કારને તેની નીચેથી હટાવી લીઘી હતી.

Advertisement

Tags :
Advertisement
Advertisement