For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતના આ વિસ્તારમાં ઝડપાયું ફૂટણખાનું... કેટલાય કોન્ડોમના પેકેટ અને ગ્રાહકો સાથે કઠંગી હાલતમાં ઝડપાઈ રૂપલલનાઓ

11:59 AM May 23, 2022 IST | Mishan Jalodara
સુરતના આ વિસ્તારમાં ઝડપાયું ફૂટણખાનું    કેટલાય કોન્ડોમના પેકેટ અને ગ્રાહકો સાથે કઠંગી હાલતમાં ઝડપાઈ રૂપલલનાઓ

સુરત(Surat): શહેરમાં શોપિંગ સેન્ટરોમાં સ્પા(Spa)ની આડમાં ચાલતા ફૂટણખાનાઓ પકડવાનો સિલસિલો યથાવત છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં છાશવારે શોપિંગ સેન્ટરોમાંથી કુટણખાના પકડાઈ રહ્યા છે. વિદેશી છોકરીઓને બેસાડીને દેહવ્યાપાર(Prostitution) કરી અને કરાવી રહેલા ઈસમો વિરુદ્ધ સુરત પોલીસ(Surat Police) લાલ આંખ કરી રહી છે, આ જ સિલસિલામાં ગઈકાલે સુરત ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સ્પાનીઆડમાં ચાલતા કુટણખાના પર દરોડા પાડીને વિદેશી યુવતીઓને મુક્ત કરાવી છે. જયારે રૂપલલના, વેપારીઓ, સ્પા સંચાલક અને મેનેજરને પકડી પાડવામાં આવ્યા છે.

Advertisement

મળતી માહિતી અનુસાર, પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને મળેલી બાતમીના આધારે વેસુ VIP રોડ, રઘુવીર બીઝનેસ પાર્કના પહેલા માળે થાયા નામની શોપમાં સ્પાની આડમાં ધમધમી રહેલા કૂટણખાના પર રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન સ્પાના માલિક ભાવેશ અને અનીલ મસાજના નામે વિદેશી અને ભારતીય મહિલાઓને રાખીને સ્પા અને મસાજના નામે રૂપિયા લઈને શરીરસુખ માણવાની સવલતો પૂરી પાડવામાં આવે છે. આ પ્રકારની બાતમી મળતા રેડ પાડવામાં આવી હતી.

Advertisement

પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે સ્પાનીઆડમાં ચાલતા કુટણખાના પર દરોડા પાડીને સ્પાના સંચાલક જીરાપત નેબકલંગ, મેનેજર મુકેશ કુમાર, વિજય કુમાર પટેલ તેમજ ગ્રાહક ચેતન પટેલ, વિમલ શાહ, પુરણસિંહ રાજપુરોહિત, હરેશભાઈ કુકડીયા, અમિત પટેલને પકડી પાડવામાં આવ્યા હતા.

Advertisement

સાથે જ સ્પાના માલિક ભાવેશ અને અનીલને વોન્ટેડ જાહેર કરીને રોકડા રૂપિયા 10,600, કુલ 9 નંગ મોબાઈલ ફોન(કિંમત 44,500), 13 નંગ કોન્ડોમ એમ કુલ 55,100નો મુદ્દામાલ કબજે કરી લેવામાં આવ્યો છે અને પકડાયેલ સ્પાના માલિક, સંચાલક, મેનેજર અને ગ્રાહક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement

Tags :
Advertisement
Advertisement