Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

સુરત/શિક્ષકોનું જૂની પેન્શન યોજનાની માગણી સાથે આંદોલન શરૂ, માંગ નહીં સ્વીકારાય તો જય શ્રી રામ નામના ખેસ પહેરી ગાંધીનગર પહોંચશે

03:46 PM Mar 06, 2024 IST | V D

Old Pension Yojana: આજે એટલે કે બુધવારે રાજ્યની સરકારી કચેરીમાં કામ કરતા સરકારી કર્મચારીઓએ આંદોલન શરૂ કર્યું છે. પેન ડાઉન કરી કામ નહીં કરીને સરકારી કર્મચારીઓએ સરકાર સમક્ષ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. તો બીજી તરફ સરકારે પણ આંદોલનમાં(Old Pension Yojana) જોડાનારા કર્મચારીઓ સામે પગલાં ભરવાની સૂચના અધિકારીઓને આપી છે. વર્ષ 2004 પછી રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી મેળવનાર કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ અમલમાં મૂકાઈ છે, તેની સામે ગુજરાત સરકારના કર્મચારીઓ દ્વારા વિરોધ થઈ રહ્યો થયો છે.

Advertisement

તો બીજી તરફ સુરત સહિત ગુજરાતના શિક્ષકોના જૂની પેન્શન યોજના લાગુ કરવા તથા અન્ય પડતર પ્રશ્નોને લઇ આંદોલન કરાયા હતા અને સમાધાન પણ થયું હતું. પરંતુ સમાધાન મુજબના પ્રશ્નોનો ઉકેલ ન આવતા આજે સુરત શિક્ષણ સમિતિના યુનિયનો દ્વારા માંગણી સાથે કરશે મહામતદાન, પેન ડાઉન અને ચોક ડાઉન કાર્યક્રમ હાથ ધર્યો છે. ત્યાર બાદ પણ નિર્ણય નહી આવે તો આગામી 9 માર્ચે એક લાખથી વધુ શિક્ષકો કર્મચારીઓ ભગવા વસ્ત્રો,ખેસ, જય શ્રી રામ નામની પતાકા, સાફા પહેરી ગાંધીનગર જવા માટેની તૈયારી પણ થઈ રહી છે.ત્યારે કર્મચારીઓની શું માંગણી છે, ચાલો જાણીએ…

ગુજરાત સરકાર અને કર્મચારી યુનિયન સામસામે
જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી સાથે ગુજરાત સરકાર અને કર્મચારી યુનિયન સામસામે આવી ગયા છે. રાજ્ય સરકાર દ્વારા કર્મચારી-અધિકારીઓને તાકીદ કરવામાં આવી છે કે પેન ડાઉન, ચોક ડાઉન અને કોમ્પ્યુટર શટ ડાઉન કરનાર કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારે ગઈકાલે મંગળવારે મોડી રાતે આ મુજબના આદેશ છોડ્યા હતા. તેમ છતાં આજે સવારથી સરકારી કર્મચારી-અધિકારીઓએ પેન ડાઉન કરી દઈ લડત શરૂ કરી છે.

Advertisement

સુરત મહાનગરની કારોબારી બેઠક મળી હતી
પડતર માગણી તથા જુની પેન્શન યોજના અંતર્ગત સરકાર સાથે વાટાઘાટનો ઉકેલ ન આવતા વિવિધ શિક્ષણ મંડળ ફરીથી આંદોલનના માર્ગે જઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા ગાંધીનગર અને ત્યાર બાદ સુરત ખાતે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, સુરત મહાનગરની કારોબારી બેઠક મળી હતી જેમાં આગામી દિવસોમાં રણનીતિ માટેની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી.

આજે સવારથી પેન ડાઉન કરીને સરકાર સામે બાંયો ચઢાવી
જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગણી સાથે સરકારી કર્મચારીઓએ આજે સવારથી પેન ડાઉન કરીને સરકાર સામે બાંયો ચઢાવી છે. વિવિધ સરકારી કર્મચારી યુનિયન દ્વારા રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં કામ કરતા કર્મચારીઓને આજે કામકાજથી અલગ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.

Advertisement

શું કહ્યું સરકારી કર્મચારી યુનિયનના આગેવાનોએ?
વાત એમ છે કે વર્ષ 2004 પછી રાજ્ય સરકારના વિવિધ સરકારી ખાતાઓમાં નોકરીમાં જોડાનાર કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમ અમલમાં મૂકાઈ હતી. તેની સામે ગુજરાત સરકારના કર્મચારીઓ વિરોધ કરી રહ્યાં છે. કર્મચારી યુનિયનના આગેવાનો સતીશ પટેલ અને ભરત ચૌધરીએ સંયુક્ત રીતે કહ્યું છે કે, જૂની પેન્શન સ્કીમનો અમલ ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં થઈ રહ્યો છે, પરંતુ ગુજરાતમાં નથી થઈ રહ્યો, જે ગુજરાતના સરકારી કર્મચારીઓ સાથે ભેદભાવ અને અન્યાયી નીતિ ઉજાગર કરે છે. વળી, ગુજરાત સરકારે વિધાનસભાની ચૂંટણી પહેલા જૂની પેન્શન યોજના અમલમાં મુકવાની ખાતરી આપી હતી ત્યારે ઓપીએસના મુદ્દે આટલો બધો વિલંબ સરકાર કેમ કરી રહી છે તે કર્મચારીઓ ને સમજાતુ નથી.

Advertisement
Tags :
Next Article