For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરત પોલીસે વેબસીરીઝ 'ગેન્ગ ઓફ વાસેપુર' વાળા ગામમાં છુપાયેલા હત્યારાને રીક્ષા વાળા બનીને પકડ્યો- વાંચો વધુ

12:47 PM Dec 29, 2023 IST | V D
સુરત પોલીસે વેબસીરીઝ  ગેન્ગ ઓફ વાસેપુર  વાળા ગામમાં છુપાયેલા હત્યારાને રીક્ષા વાળા બનીને પકડ્યો  વાંચો વધુ

Surat PCB Police: સુરત શહેરમાં અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ખૂન, ધાડ, લૂંટ, બળાત્કાર, મારામારી જેવા ગંભીર પ્રકારના ગુનામાં સડોવાયેલા હોય અને ગુનો આચરીને છેલ્લા લાંબા સમયથી ફરાર આરોપીઓને પકડી પાડવાની એક ઝુંબેશ સુરત પોલીસે( Surat PCB Police ) શરૂ કરી છે. ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આજથી 21 વર્ષ પહેલા ઉધના વિસ્તારમાં હત્યા કરી આરોપી ફરાર થઈ ગયો હતો. જે કોલ માફિયા ઉપર ગેંગ ઓફ વાસેપુર ફિલ્મ બની છે તે ઝારખંડના વાસેપુરમાં ગેંગસ્ટરના ગઢમાં તે આરોપી રહેતો હતો ત્યારે સુરત PCB પોલીસે હત્યાના આરોપીને ઝડપી પાડ્યો છે. જો કે પોલીસે વેશ પલટો કરી સાત દિવસ ટેમ્પો ચલાવી આરોપીની વિગત મેળવી હતી. અને આખરે આરોપીને ઝારખંડ ખાતેથી ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

Advertisement

ફરાર આરોપીઓને પકડવા સુરત પોલીસે અભિયાન શરૂ કર્યું
ગુજરાતનું સુરત આમ તો આર્થિક પાટનગર કહી શકાય. ઔદ્યોગિક દ્રષ્ટિએ અલગ-અલગ રાજ્યના લોકો પોતાની રોજીરોટી માટે સુરત આવીને વસે છે. સાથે-સાથે સુરતમાં અલગ-અલગ રાજ્યના લોકો વસેલા હોવાથી ગુનાખોરી પણ વધી રહી છે ત્યારે ભૂતકાળમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગંભીર પ્રકારના ગુના જેવા કે હત્યા, લૂંટ, બળાત્કાર, ચોરી જેવી ઘટનાઓને અંજામ આપ્યા બાદ સુરત શહેર છોડીને ફરાર થઈ ગયા હોય તેવા આરોપીઓને પકડવા સુરત પોલીસે લાંબા સમયથી એક અભિયાન શરૂ કર્યું છે, ત્યારે સુરત પોલીસને આજે મોટી એક સફળતા મળી છે, ઉધના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આજથી 21 વર્ષ પહેલા સુરતના ઉધના વિસ્તારમાં રહેતા દયાશંકર શિવચરણ ગુપ્તા નામના વ્યક્તિ સાથે મોહમદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અંન્સારી કોઇ બાબતે ઝગડો થયો હતો.

Advertisement

જેથી પોતે તથા તેના મિત્ર મહેરાજ અલી ઉર્ફે મીરાજ ઉર્ફે રાજુ જબ્બાર અલી રહેમાનીએ એક થઈ દયાશંકર શિવચરણ ગુપ્તાની હત્યાનું કાવતરું રચ્યું હતું અને તેને ઉધના, હરિનગર-02, અમૃતનગર ખાતે લઇ જઇ તેને દારૂ પીવડાવી તેના ગળાના ભાગે તથા કપાળના ભાગે તથા હાથના ભાગે ગંભીર ઇજા પહોંચાડી મોત નીપજાવી મરનારની ઓળખ ન થાય તે માટે તેના મોઢા ઉપર કપડુ ઢાકી તેને સળગાવી દઇ રૂમને બહારથી તાળુ મારી પોતાના વતન ખાતે ભાગી ગયા હતા.જોકે આ મામલે સુરતની ઉધના પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીઓની ઓળખ કરી લીધી હતી પણ આરોપી પોલીસ પકડથી લાંબા સમયથી ભાગતા હતા. જેને લઈને પોલીસે આરોપીઓનો ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું અને આજરોજ પીસીબી. પીઆઇ આર.એસ.સુવેરા ટીમના માણસો એ.એસ.આઇ સહદેવભાઇ વરવાભાઇ તથા અ.હે.કો અશોકભાઇ લુણી નાઓને ઉપરોક્ત આરોપી હાલ ઝારખંડ, ધનબાદ, પાન્ડરપાલા ભુલી આઉટ પોસ્ટ વાસીપુર વિસ્તારમા રહેતો હોવાની હકીકત મળતા સુરત પોલીસની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી અને પીસીબી ટીમ બનાવી ઝારખંડ ખાતે રવાના કરવામાં આવી હતી.

Advertisement

ઝારખંડ પોલીસે મદદ માટે કરી દીધો ઇન્કાર
અહીં પહોંચેલી ટીમે જ્યારે સ્થાનિક પોલીસની મદદ માંગી હતી, ત્યારે અહીંની પોલીસ તેમની સામે આશ્ચર્યથી તાકી રહી હતી અને આ વિસ્તારમાં ન જવા માટે જણાવી રહી હતી. કારણ કે આરોપી વાસેપુરમાં રહેમત ગંજમાં રહેતો હતો. આ વિસ્તારમાં સૌથી ખૂંખાર ડોન પ્રિન્સખાન ઉર્ફે છોટા સરકારનું ઘર હતું. અહી કોઈપણ આરોપીને પકડવા સ્થાનિક પોલીસ પણ દરાડો કરવાની હિંમત કરતી ન હતી.

7 દિવસ સુધી પોલીસે રીક્ષા ચલાવી
આ ટીમ દ્વારા આરોપી બાબતે તપાસ કરતાં આરોપી ટેમ્પો ચલાવતો હોવાની હકીકત જાણવા મળી હતી. જેથી પી.સી.બી.ના માણસોએ પણ ઝારખંડના અતિસંવેદનશીલ વાસેપુર વિસ્તાર કે જ્યાં સ્થાનિક પોલીસ પણ રેઇડ મારવા જઇ શકતી નથી તેવા વિસ્તારમાં પોતાના જીવની પરવા કર્યા વગર ટેમ્પો ચલાવી 7 દિવસ જેટલો સમય આ વિસ્તારમાં રોકાઈ આરોપી મોહમદ ઉમર ઉર્ફે અમર અબ્દુલ રસીદ અંન્સારીને દબોચી લેવામા પી.સી.બીને સફળતા મળી છે. પકડાયેલા આરોપીની પૂછપરછ કરતા તેને 2003માં એટલે કે આજથી 21 વર્ષ પહેલા સુરતના ઉંધના વિસ્તારમાં હત્યા કર્યા હોવાની કબુલાત કરતા પોલીસે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

જોકે આ પ્રકારના ગંભીર ગુના કરી પોતાના વતન અથવા અન્ય રાજ્યોમાં જઈને સંતાયેલા હોય તેવા આરોપીઓને પકડવામાં સુરત પીસીબી પોલીસ આગળ છે ત્યારે ચાલુ વર્ષ - 2023માં 10 વર્ષથી વધુ સમયથી ગંભીર ગુનાના નાસતા ફરતા કુલ - 22 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે. જેમાં ખુનના ગુનાના કુલ- 16 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે.

Tags :
Advertisement
Advertisement