For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

એકના એક વહાલસોયાનું કરુણ મોત: સુરતમાં ટ્રેકટર ચલાવતા પિતા દ્વારા જ 5 વર્ષીય પુત્ર કચડાયો, પરિવાર શોકમાં ગરકાવ

05:02 PM Feb 03, 2024 IST | V D
એકના એક વહાલસોયાનું કરુણ મોત  સુરતમાં ટ્રેકટર ચલાવતા પિતા દ્વારા જ 5 વર્ષીય પુત્ર કચડાયો  પરિવાર શોકમાં ગરકાવ

Surat News: સુરતના વેસુ વિસ્તારમાં હૈયાફાટ ઘટના બની છે. અહીં એક ટ્રેક્ટર ચાલક પિતાએ પોતાના જ પાંચ વર્ષના માસુમ બાળક પર ટ્રેક્ટર ચડાવી દીધું હતુ. ત્યારે ટ્રેક્ટરના ભારે ભરખમ ટાયર નીચે કચડાઈ જતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.જ્યા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો. ત્યારે એકના એક પુત્રનું પિતાના જ ટ્રેકટરના નીચે આવી જવાથી મોત નીપજતા પરિવાર(Surat News) શોકમાં ગરકાવ થઈ ગયું છે.

Advertisement

ટ્રેક્ટર નીચે કચડાઈ જવાથી મોત
સુરતમાંથી આજે માતા-પિતા માટે ચોકાવનારી ઘટના સામે આવી છે. પિતા દ્વારા જ પોતાના પુત્રનું ટ્રેક્ટર નીચે કચડાઈ જવાથી મોત થયા હોવાની હચમચાવતી ઘટના વેસુ વિસ્તારમાંથી બનવા પામી છે. સમગ્ર બનાવ અંગે મળતી વિગત મુજબ સુરેશ મુનિયા પત્ની મૂળ મધ્યપ્રદેશના વતની અને સુરતમાં બાંધકામ સાઈટ પર ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરે છે. સુરેશ મુનિયા તેની પત્ની અને પુત્ર સાથે સુરતમાં છેલ્લા ઘણા સમયથી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેની પત્ની પણ તેની સાથે મજૂરી કામ કરે છે ત્યારે સુરેશ તેની પત્ની અને તેનો 5 વર્ષનો એકનો એક પુત્ર વિષુવ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ટ્રેક્ટર લઈ મજૂરી કામ કરવા ગયા હતા.

Advertisement

વ્હાલસોયાનું મોત થવાથી પરિવારમાં શોકનો માહોલ
સુરેશ મુનિયા ટ્રેક્ટર ચલાવી પરત ફરી રહ્યા હતા. જેમાં તેની પત્ની અને પુત્ર સહિત કેટલાક મજૂરો સાથે બેસીને જઈ રહ્યા હતા. આ દરમિયાન સોસાયટીમાંથી ટ્રેક્ટર બહાર લઈ જતી વખતે વળાંક આવતા ટ્રેક્ટર ચાલક સુરેશે ટર્ન મારતા તેનો 5 વર્ષનો પુત્ર નીચે પટકાયો હતો. આ દરમિયાન ટ્રેક્ટરનું પૈડું તેના પુત્ર પરથી ફરી મળતા તે કચડાઈ ગયો હતો.

Advertisement

ટ્રેક્ટર નીચે પિતા દ્વારા જ તેનો 5 વર્ષે પુત્ર કચડાઈ જતા પરિવાર બેબાકળું થઈ ગયું હતું અને ચિંતામાં મુકાઈ ગયું હતું. પરિવાર દ્વારા તાત્કાલિક બાળકને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા.જ્યાં હોસ્પિટલમાં પુત્રને સારવાર મળે તે પહેલા જ તબીબે બાળકને મૃતક જાહેર કર્યો હતો ત્યારે એકના એક પુત્રનું પિતાના જ ટ્રેકટરના નીચે આવી જવાથી મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું.

મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો
માસુમ વિષ્ણુ ની આવી હાલત જોઈ દંપતી બેબાકળુ બની ગયું હતું. દંપતિ તાત્કાલિક વિષ્ણુને નજીકની ખાનગી હોસ્પિટલમાં દોડી ગયું હતું. સારવાર મળે તે પહેલા જ વિષ્ણુનું મોત નિપજ્યું હતું. એકના એક પુત્રનું પિતાના જ ટ્રેકટરના નીચે આવી જવાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયું હતું. ઘટના અંગે જાણ થતા વેસુ પોલીસે હોસ્પિટલ પહોંચી બાળકના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Tags :
Advertisement
Advertisement