For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

કેવા દિવસો આવી ગયા ભગવાન! સુરતમાં ગટરના ઢાંકણા ચોરવા મજબુર બન્યા લોકો- જુઓ પરાક્રમનો LIVE વિડીયો

02:02 PM May 22, 2022 IST | Mishan Jalodara
કેવા દિવસો આવી ગયા ભગવાન  સુરતમાં ગટરના ઢાંકણા ચોરવા મજબુર બન્યા લોકો  જુઓ પરાક્રમનો live વિડીયો

સુરત(Surat): શહેરમાં અવારનવાર શરમજનક ચોરી(Theft)ની ઘટનાઓ સામે આવતી રહે છે. સરથાણા(Sarthana) વિસ્તારમાં એક ચોરીની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઈ છે. હાલમાં આ ચોરીનો વિડીયો(Theft video surat) વાયરલ થઇ રહ્યો છે.

Advertisement

Advertisement

મળતી માહિતી અનુસાર, સરથાણાની મેરી ગોલ્ડ ક્રિસતા બિલ્ડીંગના પાર્કિંગમાંથી ગટરના ઢાંકણા ચોરાઈ જવાની ઘટના સામે આવી છે. એટલે કે હવે ગટરના ઢાંકણાઓ પણ સુરક્ષિત નથી રહ્યા. વિડીયોમાં સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે કે, બે મોપેડ સવાર આવે છે અને જમીન પરથી પથ્થર ઊંચકવામાં આવે તેવી રીતે ગટરનું ઢાંકણ કાઢીને ત્યાંથી ચાલતી પકડે છે.

Advertisement

આ વિડીયો જોઇને લોકોનું કહેવું છે કે, આ તો કેવા ચોર છે કે, ગટરનું ઢાંકણ પણ નથી રેવા દેતા. આ ચોરી રાત્રીના સમયે નહિ પરંતુ શનિવારના રોજ ભરબપોરની ઘટના છે. હાલમાં તો આ ચોરીની શરમજનક ઘટના વચ્ચે સોસાયટીવાસીઓએ પોલીસ ફરિયાદ દાખલ કરી છે. પોલીસ દ્વારા સીસીટીવીના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement

Tags :
Advertisement
Advertisement