For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં એથર કંપની દુર્ઘટનામાં વધુ એક કામદારનું મોત- મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો, હજુ 10 દર્દીના જીવન-મરણ વચ્ચે જોલા

04:32 PM Dec 02, 2023 IST | Dhruvi Patel
સુરતમાં એથર કંપની દુર્ઘટનામાં વધુ એક કામદારનું મોત  મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો  હજુ 10 દર્દીના જીવન મરણ વચ્ચે જોલા

surat aether industries news update: સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એથર ઇન્ડસ્ટ્રી(surat aether industries) કેમિકલ કંપનીમાં મંગળવારની મોડી રાત્રે ભયંકર બ્લાસ્ટ સાથે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. તે ઘટનામાં મોડી રાત્રે કંપનીમાં કામ કરતા કામદારોની ચીચીયારીઓથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં લાપતા થયેલા સાત લોકો બળીને ભડથું થઈ ગયા હતા. પોલીસને હાથે માત્ર તેમનાં હાડકાં જ લાગ્યાં હતાં. તમામ મૃતદેહોને પોસ્ત્મોર્ત્મ માટે સિવિલ હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે.

Advertisement

એથર ઇન્ડસ્ટ્રીમાં ધડાકાભેર બ્લાસ્ટ થતાં બાજુમાં આવેલી શાન ડાઈંગ મિલમાં બિહસ્પતિ રામેશ્વર ભૂઈઆ (ઉં.વ.31) સાફ-સફાઈનું કામ કરી રહ્યો હતો. કાટમાળને હટાવવાની પ્રક્રિયા દરમિયાન બિહસ્પતિ સાથે અન્ય કામદારો પણ કાટમાળ ખસેડવાની કામગારીમાં લાગ્યા હતા. એ સમયે અચાનક બિહસ્પતિ પર સિમેન્ટનું પતરું પડતાં ઈજાગ્રસ્ત થયો હતો, જેની જાણ સાથી કામદારને થતાં સ્થળ પર દોડી આવ્યા હતા. અને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં આજે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Advertisement

ઉપરાંત આગથી લપેટમાં આવી જતાં 27 લોકો દાઝી ગયા હતા, જેમની અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. જેમાંથી આઠથી વધુ કામદારો ગંભીર રીતે દાજી જતા હોસ્પિટલની અંદર તેઓ સારવાર લઈ રહ્યા છે. કામદારો 70થી 100 ટકા સુધી દાજી જતા જીવન-મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. આ દુર્ઘટનામાં મૃત્યુઆંક આઠ પર પહોંચ્યો છે અને 10થી વધુ દર્દીની સ્થિતિ હજી પણ નાજુક છે.

Advertisement

જાણો શું છે સમગ્ર ઘટના?
સુરતના સચિન જીઆઇડીસી ખાતે કેમિકલનું કામ કરતી એથર ઇન્ડસ્ટ્રીમાં મંળવારીની મોડી મોડી રાત્રે ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આ દુર્ઘટનામાં કંપનીમાં કામ કરતા 27 જેટલા કામદારો આગની જપેટમાં આવી ચુક્યા હતા. ત્યારે મોડી રાત્રે સચિન જીઆઇડીસીનો વિસ્તાર કામદારોની ચીચીયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. ઘટનામાં ભોગ બનનાર કામદારોને શહેરની જુદી જુદી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે. શહેરની સંજીવની, સુરત સુપર સ્પેશિયાલિસ્ટ, એપલ હોસ્પિટલ અને મૈત્રી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યા છે.

આગ દુર્ઘટના પછી કંપની અંદર કામ કરી રહેલા કાર્મચારીઓની સંખ્યા અંગે તપાસ કરતા સાત લોકો ગુમ થયા હોવાનું સામે આવી રહ્યું હતું. જેની બે દિવસથી શોધખોણ ચાલી રહી હતી. જેમાં આજરોજ સવારે છ માનવ કંકાલ પોલીસને મળી આવ્યા હતાં અને એક લાપતા હોવાથી તેની શોધખોણ હાલ ચાલી રહી હતી. થોડા સમય પછી તે એક લાપતા વ્યક્તિનો પણ મૃતદેહ મળી આવ્યો હતો.

Advertisement

Tags :
Advertisement
Advertisement