Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

'આને ઓળખો; આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર', સુરતમાં નિલેશ કુંભાણી વોન્ટેડનાં લાગ્યા પોસ્ટરો

05:20 PM Apr 25, 2024 IST | V D

Nilesh Kumbhani: સુરત લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્રક રદ થયા બાદ હવે દેશની લોકસભાની ચૂંટણી માટે સુરત એપી સેન્ટર બની ગયું છે. કોગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થવું અને ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થવાના કારણે સુરત બેઠક દેશમાં ચર્ચાનો મોટો મુદો બની ગઈ છે.તો બીજી તરફ સુરતમાં પાટીદાર વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર સામે રોષનો(Nilesh Kumbhani) માહોલ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલાં કુંભાણીના ઘરે બેનર સાથે વિરોધ કરાયો હતો તો આજે વરાછા વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કુંભાણી વોન્ટેડના બેનરો જોવા મળી રહ્યાં છે.

Advertisement

નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવા બેનર જોવા મળ્યા
ચૂંટણી પ્રચાર માટે સરથાણા વિસ્તારમાં હોર્ડિંગ્સ યથાવત્ રખાયા છે જેના પર સુરતનો સારથી નિલેશ કુંભાણી પણ જોવા મળી રહ્યું છે. સુરત લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી નું ફોર્મ રદ્દ થયાં બાદ મેદાનમાં બાકી રહેલા ઉમેદવારોએ પણ ઉમેદવારી પાછી ખેંચી લેતાં ભાજપના મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. આ ઘટના બાદ કોંગ્રેસની આબરુનું સતત ધોવાણ થઈ રહ્યું છે.હજી સુધી કોંગ્રેસના મોટા નેતાઓ કુંભાણી સામે બોલવા તૈયાર નથી તો બીજી તરફ કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બે દિવસ પહેલાં કોંગ્રેસના કેટલાક કાર્યકરોએ નિલેશ કુંભાણી ગદ્દાર છે તેવા બેનર સાથે કુંભાણીના ઘર પર વિરોધ કર્યો હતો.

લોકતંત્રનો હત્યારો-ગદ્દાર તેવા લખાણ સાથેના બેનર લાગ્યા
જ્યારે આજે વરાછા વિસ્તારમાં આપના નેતા દિનેશ કાછડીયાએ આને ઓળખો, આ છે લોકતંત્રનો હત્યારો-ગદ્દાર તેવા લખાણ સાથેના બેનર લાગ્યા છે. આ ઉપરાંત બેનરમાં લખ્યું છે કે, સુરત લોકસભાનાં 19 લાખ મતદારોના હકનો સોદો કરનારને ઓળખો અને જ્યાં પણ દેખાય તેને સવાલ કરીને સબક શીખવાડો તેવા લખાણ લખવામાં આવ્યા છે.

Advertisement

કુંભાણીને આવકારવા ભાજપની તૈયારી
નોંધનીય છે કે સુરતમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરનારા નિલેશ કુંભાણી ભાજપમાં સામેલ થાય તેવી ચર્ચા છે. આ સપ્તાહના અંતમાં કે ત્યારબાદ નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ શકે છે. કુંભાણીને આવકારવા ભાજપની તૈયારી પૂર્ણ થઈ છે. સુરત લોકસભા બેઠક પર બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું અને જે બાદ અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. જેથી સુરત બેઠક પર ઈતિહાસ રચાયો હતો અને ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા હતા.

કુંભાણી ભાજપના વોશિંગ મશીનમાંથી બહાર આવશે
વધુમાં જણાવ્યું હતું કે, 7 મેએ દેશભરમાં લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરતા હશે અને સુરતીઓ માત્ર ટીવી ઉપર તેને જોતા રહેશે. આ ચાર લોકો કોઈનો મતનો અધિકાર છીનવવાનો હક્ક નથી. એમની સામે સખત કાર્યવાહી થવી જોઈએ. જો નીલેશ કુંભાણી મરદ હોય તો તેને ગામમાં રહેવું જોઈએ. શા માટે તે ભાગી ગયો છે અને મારી તેને ઓપન ચેલેન્જ છે કે, તું સુરત શહેરમાં આવીને બતાવ. લોકોનો રોષ તારા પ્રત્યે કેટલો છે તે તને ખબર પડી જશે. મને મારા સૂત્ર તરફથી જાણવા મળ્યું છે કે, તે ગોવામાં છે અને આજે ગુરૂવારના દિવસે કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનો હતો. પરંતુ કદાચ આ પ્રકારના વિરોધને જોતા એ થોડા દિવસ પછી પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય શકે છે. ભારતીય જનતા પાર્ટીના વોશિંગ મશીનમાંથી બહાર આવશે.

Advertisement

મંગળવારે કાર્યકરોએ કર્યો હતો વિરોધ
આપને જણાવી દઈએ કે, સુરત લોકસભા બેઠક નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ ટેકેદારોની ખોટી સહીઓના કારણે રદ થયા બાદ બિનહરીફ થતાં હવે કોંગ્રેસના કાર્યકર્તાઓએ નિલેશ કુંભાણીને નિશાને લેવાનું શરૂ કર્યું છે. મંગળવારે સુરત ખાતે આવેલા નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ કાર્યકરો પહોંચ્યા હતા અને ઘરના દરવાજા પર ‘જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો’ લખેલાં બેનરો લગાવ્યાં હતાં.

Advertisement
Tags :
Next Article