Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

હું ક્યારેય રાજકારણમાં જવાની વાત નથી કરતો- જાણો બીજું શું કહ્યું નરેશ પટેલ એ

01:19 PM Sep 06, 2020 IST | Vandankumar Bhadani

ગુજરાતમાં વર્ષ 1947માં રાજકોટનાં કેનાલ રોડ પર એક નાનકડા કારખાનાથી શરૂ થયેલી ‘પટેલ બ્રાસ વર્ક્સ’ની સફરને વિશ્વ સુધી પહોંચાડનાર વ્યક્તિ એટલે નરેશભાઈ પટેલ (Nareshbhai Patel). હાલ, ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં આવેલી એમની ‘એફએમ પીબીડબલ્યુ’ કંપનીમાં પગ મૂકો એટલે નરેશભાઈનો સ્વચ્છતાપ્રિય અને બધું જ અપ-ટુ-ડેટ રાખવાનો સ્વભાવ ત્યાં પ્રત્યક્ષ જોવા મળે છે. (Khodaldham)

Advertisement

સ્કાય ઇઝ ધ લિમિટ! નરેશભાઈએ પોતાનાં જીવનમાં આ વાક્યને સાબિત કરી બતાવ્યું છે. પ્રબળ ઇચ્છાશક્તિ અને મજબૂત મનોબળ હોય તો સફળતા સાવ હાથવગી લાગવા માંડે છે! પટેલ બ્રાસ વર્ક્સ જે પ્રકારનાં પાર્ટ્સનું ઉત્પાદન કરે છે એ બનાવતી કંપનીઓની સંખ્યા સમગ્ર વિશ્વમાં ફક્ત પાંચ છે. જર્મની, ઓસ્ટ્રેલિયા, જાપાન, ઇંગ્લેન્ડ અને ભારત એ પણ આપણા ગુજરાતના રાજકોટમાં.

એવું બિલકુલ યોગ્ય નથી કે જે માણસ વેપાર-ધંધામાં સફળ હોય તેનું અંગત જીવન પણ ઉત્કૃષ્ટ રીતે સફળ જ હોવાનું! પરંતુ નરેશભાઈ આ બાબતે તેઓ સાવ અપવાદ છે. સફળતા પચાવવી કોને કહેવાય એ વાત એમનો પરિવાર, સગા-વ્હાલાઓ અને મિત્રો સારી રીતે જાણે છે. પટેલ બ્રાસ વર્ક્સનાં તમામ કર્મચારીઓનું પોતાનાં કુટુંબીજન જેટલું ધ્યાન રાખતાં નરેશભાઈ પ્રોફેશનલ લાઇફમાં પણ તેટલા જ લોકપ્રિય છે.

Advertisement

ક્યારેય કોઇની ફરિયાદ નહીં, ખોટા વાદ-વિવાદો નહીં, દેખાડો નહીં, આરોપો કે આક્ષેપો નહીં, સફળતાનો કોઇ છોછ અને પૈસાનો કોઇ ઢોંગ નહીં! સાવ સાદગીપૂર્ણ અને નિરાભિમાની વ્યક્તિત્વ. એમની અનુભવી આંખોનું ઉંડાણ અને સંબંધો પ્રત્યેની સમજણ અજાણ્યા માણસને પણ અભિભૂત કરી મૂકે!

ઘણા લોકો જાણે છે કે નરેશભાઈ પોતે પ્રખર શિવભક્ત છે. કૈલાશ માનસરોવરમાં તેમને જીવનની પરિપૂર્ણતાનાં દર્શન થાય છે. તેઓ માને છે કે પર્સનલ અને પ્રોફેશનલ જીવનમાં કોઇ જાતનાં વિધ્નો વગર બધા જ કામ પાર પડી જવા એ એક પ્રકારે ચમત્કાર જ છે!,તે ભગવાન સિવાય શક્ય જ નથી. આધ્યાત્મિકતાનાં અનુભવનો બીજો શો દાખલો હોઇ શકે! સફળ લગ્નજીવન, સુખી પરિવાર, ઇન્ટરનેશનલ કારોબાર અને નિરોગી જીવનશૈલી. ખુશ રહેવા માટે આનાથી વધારે બીજું તો શું જરૂરી છે!?

Advertisement

‘સ્પાઈન સ્કોલિયોસીસ’ નામનાં રોગમાંથી પોતાની મેળે સંઘર્ષ કરીને સજા થયેલા નરેશભાઈએ એ જમાનામાં લવ-મેરેજ કર્યા હતાં. હરિયાણાનાં જૈન પરિવારનાં શાલિની બેન સાથે એમને સ્કૂલ-લાઇફ દરમિયાન પ્રેમ થયો હતો. માતા-પિતા અને પરિવારની સંમતિ મેળવ્યા બાદ બંને લગ્નગ્રંથિથી જોડાયા. સંતાનમાં બે દીકરીઓ અને એક પુત્ર છે. બંને દીકરીઓનાં લગ્ન થઈ ચૂક્યા છે. નરેશભાઈનાં દીકરા શિવરાજભાઈએ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઇન ઇન્ટરનેશનલ માર્કેટિંગ કરેલું છે. ભણતર પૂરું કર્યા બાદ તેઓ પિતાનાં ધંધામાં જોડાઈ ગયા છે.

છેલ્લા ત્રણ દાયકામાં તેઓ વિશ્વના મોટા મોટા દેશોની પ્રવાસ કરી ચૂક્યા છે. મુસાફરી જીવનના અનુભવોનું ભાથું બાંધવામાં મદદરૂપ થતાં હોય છે, એવું તેઓ દ્રઢપણે માને છે. એમણે આ સમય દરમિયાન 900થી વધુ વિદેશ-પ્રવાસો કર્યા છે. એમની કંપની આજે જે સ્તર પર સફળતા મેળવી ચૂકી છે, એમાં આ વિદેશ-પ્રવાસોનો ફાળો પણ ઘણો અગત્યનો છે એવું કહી શકાય.

સફળતા અને સાર્થકતા બંને અલગ-અલગ વાત છે. સાર્થકતા જીવનનાં અનુભવો સાથે આવતી હોય છે, જ્યારે સફળતા પરિશ્રમથી! એક વ્યક્તિ પાસે આ બંને હોય એવું તો ભાગ્યે જ જોવા મળતું હોય છે. નરેશભાઈનું જીવન ખરા અર્થમાં સાર્થક રહ્યું છે, કારણકે તેમણે પોતાની સફળતાનો નશો ક્યારેય જાત ઉપર કે પરિવાર ઉપર ચડવા નથી દીધો.

નાનપણથી ખેડૂત પરિવારમાં ઉછરીને મોટા થયા હોવાથી એક-એક પૈસાનું મહત્વ તેમને સારી રીતે સમજાવવામાં આવ્યું હતું. જરૂરીયાત પૂરતો ખર્ચ કરીને બાકીની અમુક રકમ દાન-પુણ્યનાં કામમાં વાપરવી એ સંસ્કાર એમને નાનપણથી મળ્યા છે. ખોડલધામની ગૂંજ વિશ્વનાં તમામ દેવીભક્તો સુધી પહોંચાડ્યા બાદ હવે તેઓ ખેતી અને શિક્ષણનાં મામલે પણ ઘણું સમાજ માટે કાર્ય કરવા માંગે છે.

સફળ પુરૂષની સંઘર્ષગાથામાં સ્ત્રીનો ફાળો બહુ મહત્વનો હોય છે. નરેશભાઈની માતા અને તેમના ધર્મપત્નીએ એમને આ મુકામ સુધી પહોંચવામાં ખુબ મદદ કરી છે એવું તેઓનું માનવું છે. ઘર અને ઓફિસ વચ્ચે સમતુલન જાળવવામાં એમનું ખુબ યોગદાન રહ્યું  છે. આટલી વ્યસ્ત કાર્યશૈલી હોવા છતાં તેઓ આજેપણ પ્રેરણાદાયી મહાનુભાવોની બાયોગ્રાફી અને તત્વચિંતનનાં સારા પુસ્તકોનું વાંચન કરે છે. સારા પુસ્તકો કેટલીકવાર જીવનને બળ પૂરું પાડી, નવી દિશા સૂચવે છે.

નરેશભાઈએ નાનપણમાં નવલકથાઓ ખૂબ વાંચી, જેમ-જેમ મોટા થતાં ગયા એમ ફિલોસોફીમાં રસ વધતો ગયો. સોશિયલ મીડિયાની ચાહક પેઢી માટે નરેશભાઈ હ્રદયપૂર્વક પોતાની વાત કહેતાં જણાવે છે, મોબાઇલ અને એની એપ્લિકેશનોનો ઉપયોગ માર્યાદિત કરવો જોઇએ. અતિશય વપરાશથી સમય, શક્તિ અને પૈસાનો દુરુપયોગ થાય છે. નવી પેઢીએ ટાઇમ-મેનેજમેન્ટ તો શીખવું જ પડશે. નીતિનાં માર્ગ પર ચાલીને જીવનમાં આગળ વધતાં રહેવું એ મારો એમને ગુરૂમંત્ર છે. મહેનત કરવામાં ક્યારેય પાછળ ન પડો! ઇશ્વર હંમેશા તમારી સાથે છે.

જ્યારે પણ ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે નરેશભાઈ પોલિટિક્સમાં પ્રવેશ કરવાના છે એવી અફવાઓ ઉડવા લાગે છે. પરંતુ દર વર્ષે લોકોને નિરાશા જ હાથ લાગે છે, કારણકે નરેશભાઈ ક્યારેય આવી અફવાઓને ધ્યાન પર નથી લેતા હોતાં. આવી ખોટી વાતો કોણ ફેલાવે છે એવા પ્રશ્નનાં જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, ‘હું તો આ નથી ફેલાવતો!

બધા કાર્યકરો અને પોલિટિકલ પાર્ટીઓને એમ લાગતું જ હોય છે કે નરેશભાઈ જેવા માણસ એમનાં પક્ષનો હિસ્સો બને! અને તેઓ એમની જગ્યાએ સાચા પણ છે. સમાજ માટે સારું કામ કરી રહેલી વ્યક્તિ રાજકારણમાં આવે એનાથી વધુ રૂડું બીજું શું હોઇ શકે?! પરંતુ ક્યારેય રાજકારણમાં જોડવા નથી માંગતો. આવી અફવાઓ ફેલાતી બંધ થાય અને અખબારો આવી ખબરો આપવાનું બંધ કરે એ વિનંતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Advertisement
Tags :
Next Article