For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરતમાં લુહારબંધુ વેલફેર ક્લબ દ્વારા યોજાયો વિશેષ સમૂહ લગ્નોત્સવ- સમાજમાં પ્રસર્યો હકારાત્મક સંદેશ

09:20 AM May 17, 2022 IST | Mishan Jalodara
સુરતમાં લુહારબંધુ વેલફેર ક્લબ દ્વારા યોજાયો વિશેષ સમૂહ લગ્નોત્સવ  સમાજમાં પ્રસર્યો હકારાત્મક સંદેશ

સુરત(Surat): શહેરમાં અવારનવાર અનેક સામાજિક સંસ્થાઓ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ પ્રકારના સમૂહ લગ્ન ખાસ ઉદ્દેશને અનુલક્ષીને યોજવામાં આવે છે. ત્યારે આવાજ એક સમુહલગ્નનું આયોજન સુરતના લુહારબંધુ વેલફેર ક્લબ(Luharbandhu Welfare Club) દ્વારા કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement

મળતી માહિતી અનુસાર, લુહારબંધુ વેલફેર ક્લબ દ્વારા તારીખ 15/05/2022 ને રવિવારના રોજ દ્વિતિય સમૂહલગ્નનું ભવ્ય અયોજન કરવામાં આવ્યુ હતુ.

Advertisement

આ સમૂહલગ્નમાં સમસ્ત લુહાર સમાજના પાંચ નવયુગલએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને એક નવા જ જીવનની શુભ શરૂઆત કરી હતી. સમૂહલગ્નના આયોજનમાં સમાજિક અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ તથા રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

લુહારબંધુ વેલફેર ક્લબના મેમ્બર્સનો સમાજ માટે મુખ્ય ઉદ્દેશ એ છે કે, સમૂહલગ્નમાં લગ્નનું આયોજન કરવાથી બન્ને પક્ષો દ્વારા થતા ખર્ચો અને સમયના વ્યય ને અટકાવી શકાય છે. વધુમાં લુહારબંધુ વેલફેર ક્લબના મેમ્બર્સે જણાવતા કહ્યું હતું કે, સમાજમાં એકતા જળવાય રહે તે માટે સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આવનારા સમયમાં અમારી સંસ્થા દ્વારા 51થી વધારે સમૂહલગ્નનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજમાં સારો સંદેશ ફેલાઈ અને સમાજમાં એકતા જળવાઈ રહે તે માટે આ સમુહલગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમુહલગ્નનો મુખ્ય ઉદ્દેશ બન્ને પક્ષો દ્વારા થતા ખર્ચો અને સમયનો વ્યય ના થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement