For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રાહુલ ગાંધીના નિવેદનનથી રાજકારણ ગરમાયું: રાજા મહારાજા મુદ્દે ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખો વચ્ચે શાબ્દિક યુદ્ધ...

02:00 PM Apr 28, 2024 IST | Chandresh
રાહુલ ગાંધીના નિવેદનનથી રાજકારણ ગરમાયું  રાજા મહારાજા મુદ્દે ભાજપ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખો વચ્ચે શાબ્દિક યુદ્ધ

C R Patil Statement: લોકસભા ચૂંટણીના બીજા તબક્કા પછી હવે ત્રીજા તબક્કાના મતદાનની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 25 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. ત્યારે ભાજપે જોરશોરથી પોતાનો પ્રચાર શરૂ કર્યો છે. તો બીજી બાજુ પક્ષ-વિપક્ષ એકબીજા પર આકારા પ્રહારો કરી રહ્યાં છે. હાલ પરસોત્તમ રૂપાલાનો વિવાદ વચ્ચે હવે કોંગ્રેસના (C R Patil Statement) દિગ્ગજ નેતા રાહુલ ગાંધીએ પણ રાજા-મહારાજાઓને લઈ એક વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને લઈ હવે સી આર પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા તો શક્તિસિંહ ગોહિલે પણ આ અંગે પોતાનું નિવેદન આપ્યું છે.

Advertisement

રાહુલ ગાંધીના નિવેદન અંગે સી આર પાટીલે પ્રહાર કરતાં કહ્યું છે કે, કોંગ્રેસની મથરાવટી મેલી છે. રાજા મહારાજાઓ અંગે ટીપ્પણી કરીને કોંગ્રેસે તેમની માનસિકતા બતાવી રહી છે. આ સાથે તેમણે કહ્યું છે કે, રાજા મહારાજાઓને કોંગ્રેસના શાસનમાં જે અનુભવો થયા છે તેનાથી તેઓ કોંગ્રેસથી દૂર થયા હતા. પાટીલે વધુ ઉમેર્યું કે, કોંગ્રેસ દેશની સંપતિ લઘુમતીઓને વેચી દેવાની વાતો કરે છે, ભાજપ આવા કરતૂતોને નહીં ચલાવે. આ સાથે તમને પ્રહાર કરતાં કહ્યું કે, રાજાઓની સંપતિ લઈ લેવાનું કામ કોંગ્રેસ વર્ષોથી કરતુ આવ્યું છે.

Advertisement

Advertisement

રાહુલ ગાંધીની વિવાદિત ટિપ્પણી મામલે શક્તિસિંહ ગોહિલનો પલટવાર
રાહુલ ગાંધીના નિવેદનને લઈ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલના આક્ષેપ અંગે કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પણ સામે જવાબ આપ્યો છે. ગોહિલે કહ્યું કે, ભાજપે રાજપૂતોમાં ભાગલા પડાવી દીધા છે, દિકરીઓનું અપમાન કર્યું છે. આ સાથે તેમણે કહ્યું છે કે, અહંકાર કર્યો જેમાં મહત્વનો રોલ ભાજપ અધ્યક્ષનો જ રહ્યો છે. આ એજ કોંગ્રેસ પાર્ટી છે જે એકતા કરવાનું કામ કરી રહી છે. આ સાથે તેમણે વધુમાં કહ્યું છે કે, દેશને લૂંટવવાળાઓનો રાજા-રજવાડાઓ સાથે અનેરો સબંધ હતો તેવું વડાપ્રધાને સંસદમાં કહ્યું છે, જે વિડીયો મારી પાસે છે.

શક્તિસિંહ ગોહિલે વધુમાં કહ્યું છે કે , દેશની આઝાદી માટે મહાત્મા ગાંધીએ લડત લડ્યા હતા. 1857નો બળવો જોવા જઈએ તો અનેક મહારાજા જેલમાં ગયા હતા. ગોહિલે કહ્યું છે કે, રાજા મહારાજા અંગે ભાજપ એક ખુલાસો કરે, રાજા મહારાજા એક જ્ઞાતિના નહોતા, રાજા મહારાજા અનેક જ્ઞાતિના રજવાડાઓ હતા, ભીલ અને આદિવાસી જ્ઞાતિના હતા. તેમણે વધુમાં કહ્યું છે કે, રાહુલ ગાંધીના નિવેદન પર ભાજપ રાજનીતિ કરવા નીકળ્યું છે. ભાજપના ઉમેદવારે સમગ્ર દેશમાં મા-દિકરીઓનું અપમાન કરી રહ્યા છે તેથી દરેક જ્ઞાતીના લોકોમાં રોષ જોવા મળ્યો છે. તેમણે વધુમાં કહ્યુ કે, રાહુલ ગાંધી પર ખોટી વાતો અને ભ્રમ ફેલાવવામાં આવી રહ્યા છે, ભાજપ વિરુદ્ધ આક્રોશ ફેલાયો છે જેથી ભાજપ ખોટી અફવાઓ અને ભ્રમ ફેલાવવાનું કામ ન કરે.

Advertisement

શું કહ્યુ હતું હર્ષ સંઘવીએ ?
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાહુલ ગાંધી પર નિશાન તાકતાં એક વીડિયો ટ્વીટ કરીને કહ્યું છે કે, ''કૉંગ્રેસના યુવરાજ એ ભૂલી ગયા કે રાજા મહારાજ ઓ એ દેશ ને રજવાડા અર્પણ કર્યા હતા. જે ઈચ્છા થઈ એ તો કોંગ્રેસ ની સરકારો એ ઉઠાવ્યું અને લૂંટ્યું''. મળતી માહિતી અનુસાર, જે વીડિયોમાં રાહુલ ગાંધી રાજા-રજવાડા વિશે બોલી રહ્યા હતા. જેમાં રાહુલ ગાંધી કહી રહ્યાં છે કે, રાજા-મહારાજાઓ જમીનો હડપી લેતા હતા. અત્યારે સુધી આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Tags :
Advertisement
Advertisement