Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

વાઇબ્રન્ટ સમિટમાં ઇન્ફોર્મેશન રોબોટ બન્યો આકર્ષણનું કેન્દ્ર: 5 નદીઓનાં નામ સાથે જય શ્રીરામ બોલતો રોબોટ છવાયો

05:44 PM Jan 10, 2024 IST | V D

Information Robot in Vibant: ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024ની આજથી શરૂઆત થઇ છે. વડપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. મહાત્મા મંદિર ખાતે ત્રણ દિવસ દરમિયાન વિવિધ સેમિનાર અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મહત્મા મંદિર ખાતે યોજાનારા કાર્યક્રમ વિશેની માહિતી અને ક્યાં સ્થળ પર ક્યાં કાર્યક્રમ કે સેમિનાર યોજાઇ રહ્યો છે તેની જાણકારી માટે રોબોટ મુકવામાં આવ્યા છે. કુલ એઆઇ ટેમી પોર્ટ નામની ટેકનોલોજી મદદથી મુલાકાતીઓ કાર્યક્રમ અને સેમિનારની માહિતી મેળવી રહ્યા છે.આ રોબોટની ખાસ વાત એ છે કે, આ રોબોટ( Information Robot in Vibant ) "જય શ્રી રામ"પણ બોલે છે એટલા માટે આ રોબોટ આ સમિટમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

Advertisement

ગાઈડ સેમિનારનું કામ કરે છે આ રોબોટ
આ રોબોટ સેમિનારની માહિતી ઉપરાંત ગાઇડનું પણ કામ કરે છે. મહાત્મા મંદિર ખાતે અલગ અલગ હોલમાં યોજાનાર સેમિનાર, સેમિનારનો વિષય, સેમિનારમાં વક્તા વિશેની માહિતી આ ઉપરાંત સેમિનાર ક્યાં હોલમાં યોજાઇ રહ્યો છે તેની માહિતી રોબોટ પુરી પાડે છે. આ ઉપરાંત આ રોબોટ માનવની જેમ ગાઇડ તરીકેનું કામ કરે છે. એક સ્થળથી બીજા સ્થળે પહોંચાડવાનું કામ રોબોટ કરી રહ્યુ છે.

ગુજરાતની કંપનીએ આ રોબોટ બનાવ્યું
કંપનીના આ રોબોટનું નામ ડેસર છે. આ રોબોટ તમામ માટે આકર્ષણનું ખાસ કેન્દ્ર બન્યું છે. આ ગુજરાતની કંપનીએ બનાવ્યું છે. હાલમાં સમગ્ર દેશ રામમય બની રહ્યો છે. ત્યારે આ રોબોટમાંથી એક રોબોટ જય શ્રી રામ પણ બોલે છે.

Advertisement

દરેક રોબોટમાં અલગ અલગ સેક્ટરની માહિતી
ગુજરાત વાઇબ્રન્ટ સમિટ અંતર્ગત અલગ અલગ સેક્ટરમાં વિવિધ પ્રકારના નવા આયોજનો અને પહેલ કરવામાં આવી રહી છે. મહાત્મા મંદિર એક્ઝિબિશન હોલની બહાર ગુજરાત વાઇબ્રન્ટ સમિટ 2024માં જેટલા પણ નવા આયોજનો અને પ્રોજેક્ટ છે તે અંગેની માહિતી દર્શાવતો રોબોટ મૂકવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યની નદીઓ જેવી કે સાબરમતી, નર્મદા, મહી, સરસ્વતી એમ કુલ પાંચ જેટલી નદીઓના નામ ઉપર આ રોબોટ મૂકવામાં આવ્યો છે. દરેક રોબોટમાં અલગ અલગ સેક્ટરની માહિતી આપવામાં આવી છે.

સેલ્ફી લેશો તો પોતાના ઇ-મેલ પર મળી જશે
ઇન્ફોર્મેશન રોબોટની સાથે આ એક સેલ્ફી રોબોટ્સ પણ કહેવામાં આવ્યું છે. આ રોબોટ્સમાં ઇન્ફોર્મેશનની સાથે લોકો સેલ્ફી પણ લઈ શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના ફોટા સાથેની આ સેલ્ફી લોકો લઈ અને ત્યારબાદ તેમનો ઇ-મેલ આઇડી અંદર આપશે જેથી તેઓને પોતાના ઈ-મેલ ઉપર સેલ્ફી મળી જશે. વાઇબ્રન્ટ સમિટમાં આવનારા લોકો ઇન્ફોર્મેશન રોબોટ્સમાંથી માહિતી મેળવી રહ્યા છે.

Advertisement

Advertisement
Tags :
Next Article