For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

જાહેરમાં થુંક્યા તો પેનલ્ટી પાક્કી! સરકારે 135 લોકોને ફટકાર્યો દંડ- CCTV થી રખાશે નજર, ઘરે આવશે મેમો

01:45 PM Feb 04, 2024 IST | V D
જાહેરમાં થુંક્યા તો પેનલ્ટી પાક્કી  સરકારે 135 લોકોને ફટકાર્યો દંડ  cctv થી રખાશે નજર  ઘરે આવશે મેમો

Penalty for Spitting in Public: રાજકોટ બાદ અમદાવાદમાં હવે જાહેરમાં થુંકશો તો મર્યા સમજો. શહેરમાં લગાવેલા કેમેરા દ્વારા થુંકીને શહેરને ગંદુ કરનારા લોકો પર મોનીટરીંગ કરવામાં આવશે. મુખ્ય માર્ગો ઉપર લગાવવામાં આવેલા કેમેરા દ્વારા નજર રાખવામાં આવશે. વાહનની નંબરપ્લેટના આધારે જાહેરમાં થુંકતા નાગરિકોના ઘેર મેમો(Penalty for Spitting in Public) મોકલવામાં આવશે.ત્યારે પાલડી સ્થિત કંટ્રોલરૂમમાંથી મોનીટરીંગ કરશે તેમજ AMC દ્વારા થુંકનારા લોકો સામે 50 થી 500 રૂપિયા દંડની રકમ નક્કી કરવામાં આવ્યો છે.

Advertisement

પહેલા જ દિવસે 135 લોકો સામે કાર્યવાહી કરી
શહેરના વિરાટનગર, હાટકેશ્વર, આશ્રમરોડ, પંચવટી, ગોતા ચાંદલોડિયા, સારંગપુર, મણિનગર, કાંકરિયા, રાણીપ, વાડજ, ઉસ્માનપુરા, ઠક્કરબાપાનગર, બાપુનગર, નરોડા, સરસપુર સહિતના વિસ્તારોમાં જાહેરમાં રોડ ઉપર પાનના ગલ્લા નજીક ઊભા રહી થુંક્તા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સૌથી વધારે પશ્ચિમ ઝોનમાં 35 જેટલા લોકોને થુંક્તા ઝડપી પાડવામાં આવ્યા હતા.પહેલા જ દિવસે 135 લોકો સામે કાર્યવાહી કરી તેમની પાસેથી કુલ રૂપિયા 15210નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આગામી દિવસોમાં પણ આ ઝુંબેશને સઘન બનાવવામાં આવશે.

Advertisement

રહેઠાણનાં સરનામે ઈ- મેમો મોકલાશે
આ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટ અતંર્ગત શહેરમાં ટ્રાફીકનાં નિયમોનો ભંગ કરતા નાગરીકોને જેમ ઈ-મેમો મોકલી દંડ-વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવે છે. 130થી વધારે ટ્રાફીક સિગ્નલો, જાહેર સ્થળો પર લગાવવામાં આવેલ 6000થી વધારે સી.સી.ટી.વી કેમેરાનાં આધારે વાહનો ચલાવતા પાન-મસાલા ખાઇ જાહેરમાં થૂંકનાર નાગરીકોની વીડિયો કલીપ ઈમેજ પરથી વાહન નંબર મેળવી દંડ ભરવા માટે તેઓનાં રહેઠાણનાં સરનામે ઈ- મેમો પણ મોકલવામાં આવશે.

Advertisement

પગપાળા જતા લોકો પર પણ નજર રાખવામાં આવશે
પગપાળા જતા લોકો થુંકશે તો તેમની ઉપર પણ ટીમ નજર રાખશે. વાહન ઉપર જતા હશે અને મોનીટરીંગ ટીમ પકડશે તો 50 થી 500 રૂપિયા સુધીનો દંડ થશે. પગપાળા જતા વ્યક્તિ થુંકતા ઝડપાશે તો 50 થી 200 રૂપિયા સુધી દંડ ફટકારવામાં આવશે.

2023માં સુરતને સૌથી વધુ માર્ક્સ મળવ્યા હતા ?
સ્વચ્છતા સર્વેક્ષણ 2023 ની થીમ કચરાના અસરકારક વ્યવસ્થાપન પર ભાર મૂકવાની સાથે "વેસ્ટ ટુ વેલ્થ" પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 4,477 શહેરોમાં ફાળવવામાં આવેલા 9,500 પોઈન્ટ્સમાંથી ઈન્દોર અને સુરત બંનેએ સૌથી વધુ માર્ક્સ મેળવ્યા હતો. આ સંયુક્ત જીત સ્વચ્છતા જાળવવા અને કચરાને મૂલ્યવાન સંસાધનોમાં રૂપાંતરિત કરીને રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનમાં યોગદાન આપવા પ્રત્યેના આ શહેરોના સમર્પણને રેખાંકિત કર્યું હતું.

Advertisement

Tags :
Advertisement
Advertisement