For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અમદાવાદના SG હાઈવે પર બેફામ ઇકોએ મા-બાપ વગરના દીકરાને 200 મીટર ઢસડ્તા મોત: હિટ એન્ડ રનના CCTV વાયરલ

11:44 AM May 13, 2024 IST | Chandresh
અમદાવાદના sg હાઈવે પર બેફામ ઇકોએ મા બાપ વગરના દીકરાને 200 મીટર ઢસડ્તા મોત  હિટ એન્ડ રનના cctv વાયરલ

Ahmedabad accident news: રાજ્યમાં અવારનવાર રોડ પર અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલ રાજ્યના અમદાવાદ શહેરમાંથી (Ahmedabad accident news) એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. તારીખ 10 મેના રોજ સવારે 10:30 વાગ્યાના આસપાસ આ અકસ્માતની ઘટના બની હતી. આ ઘટનામાં 15 વર્ષીય વિદ્યાર્થી અમનનું મોત નીપજ્યું હતું. ફૂલ ઝડપે આવતી એક ઇકો ગાડીએ અમનને 200 મીટર જેટલો ઢસડીને ઇજાગ્રસ્ત કર્યો હતો. આ ઘટના સોલા સિવિલ હોસ્પિટલની સામે જ બની હતી. માતા-પિતા વગરના અમનનું સોલા સિવિલ હોસ્પિટલમાં સાધનોના અભાવે મોત નીપજ્યું હોવાનો પરિવારના લોકો દ્રારા આક્ષેપ મુકવામાં આવ્યો છે.

Advertisement

Advertisement

ઇકોના આગળ-પાછળ બન્ને ટાયર છાતી પર ફરી વળ્યાં
અમદાવાદ શહેરમાં રબારી કોલોની વિસ્તારમાં રહેતા અમનને સવારે ઇકો ગાડી દ્વારા અડફેટે લઈને ગંભીર ઇજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, રોજ સવારે 9 વાગ્યે અમન ઘરેથી નીકળી મેટ્રોમાં SG હાઈવે ઉપર આવેલી આરસી ટેક્નિકલ કોલેજમાં અભ્યાસ કરવા માટે જતો હતો. રોજની જેમ ગયા શુક્રવારે સવારે પણ કોલેજમાં એસાઈનમેન્ટ સબમિશન માટે કોલેજ ગયો હતો.

Advertisement

તે દરમિયાન અમન મિત્ર સાથે હાઈવે સાઈડની બાજુ રોડ પર કરવામાં આવેલા સફેદ પટ્ટાની અંદરની સાઈડમાં ઉભો હતો. તે દરમિયાન ફૂલ ઝડપે આવેલી એક ઇકો ગાડી આવી અને અમનને ઢસડીને 200 મીટર દૂર સુધી લઈ ગઈ હતી. બમ્પ આવતાં ગાડી ઉછળતા આગળ અને પાછળના ટાયર અમનની છાતી પરથી ફરી વળ્યું હતું.

Advertisement

લોકો બૂમો પાડતા રહ્યા પણ ચાલકે ઇકો રોકી જ નહીં
સમગ્ર ઘટના નજીકમાં આવેલા એક ઢાબા પર લગાવેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. અકસ્માત થતા લોકો રસ્તા પર દોડી આવ્યા હતા અને તાત્કાલિક અમનને સોલા સિવિલ હોસ્પિટલમાં ઇમર્જન્સી વિભાગમાં લઈ જવામાં આવ્યો હતો. તેની સાથે તેના મિત્રને પણ સામાન્ય ઇજા પહોંચી હતી. મળતી માહિતી અનુસાર, ઇકો ગાડીના ચાલકે ફક્ત અમન અને તેના મિત્રને જ નહીં પરંતુ અન્ય બાઈકચાલકને પણ અડફેટે લીધો હતો.

આ બાઈકચાલકને પણ નાક ઉપર ઇજા થતાં તેને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યો હતા. અમન અને તેના મિત્રને રિક્ષા ચાલક દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તે દરમિયાન અમન સંપૂર્ણ ભાનમાં હતો, પરંતુ સોલા સિવિલ હોસ્પિટલમાં 45 મિનિટ સુધી ગ્લુકોઝની બોટલ ચઢાવીને વિવિધ તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારપછી પૂરતાં સાધનોના ન હોવાથી તેને સિવિલ હોસ્પિટલમાં વધુ સારવાર માટે મોકલવામાં આવ્યો હતો. આવું અમનની પિતરાઈ બહેન મયૂરી ચિતારાએ જણાવ્યું છે.

છાતી અને ધમનીને ચકનાચૂર કરી દીધી
મયૂરીએ વધુમાં જણાવ્યું છે કે, અમન મારા મામાનો દીકરો છે. અમન આરસી ટેકનિકલ કોલેજમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. 10 મેના રોજ સવારે 10.30 વાગ્યાની આસપાસ એક ઇકોનો ચાલક ફૂલ ફૂલ સ્પીડથી અમનને 200 મીટર સુધી ઢસડીને લઈ ગયો. 200 મીટર ઢસડાયા પછી તેના પર આખી ઇકો કાર ચડાવી દેવામાં આવી હતી. આ કાર તેની છાતી અને ધમનીને ચકનાચૂર કરી દેવામાં આવી હતી. ઇકોનું આગળનું અને પાછળનું વ્હિલ અમન પર કાહ્લી ગયું હતું, ચાલક 150થી કે તેનાથી વધારેની સ્પીડે ત્યાંથી ભાગી ગયો હતો.

આ કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવ હોય શકે
તેને વધુમાં જણાવ્યું છે કે, આ કેસ ડ્રિંક એન્ડ ડ્રાઈવ નો હોય શકે, ઇકોના ચાલકને થોડું પણ ભાન નહોતું. કારણ કે, 200 મીટર સુધી તમારી ગાડીના ટાયરમાં એક માણસ ફસાયેલો છે અને બ્રેક મારવાનું પણ ભાન ન હતું. 200 મીટર સુધી ઢસડ્યા પછી ઇકો કારે કચડી નાખે છે તેમ છતાં અમન ઉભો થયો. ત્યારે એક રિક્ષાચાલક તેની મદદે માટે આવ્યો ત્યારે અમને તેને કહ્યું છે કે, આ મારી બહેનનો નંબર છે અને તેમ તેમને જાણ કરો. પણ અમે રબારી કોલોની હતા અને સોલા પહોંચતા અમારે દોઢ કલાક જેટલો સમય પણ લાગ્યો હતો, અમે ફટાફટ પહોંચી શકીએ એવી સ્થિતિમાં પણ ન હતા. આથી રિક્ષાવાળા ભાઈ અમન અને તેના મિત્રને સામે જ સોલા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

Tags :
Advertisement
Advertisement