For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હું ક્રિષ્ના ભીક્ડીયા! આજે પાંચ વર્ષ વીતી ગયા પંરતુ અમને ન્યાય મળ્યો નથી- જાણો મારી દર્દભરી કહાની...

02:57 PM May 28, 2024 IST | Mayur Lakhani
હું ક્રિષ્ના ભીક્ડીયા  આજે પાંચ વર્ષ વીતી ગયા પંરતુ અમને ન્યાય મળ્યો નથી  જાણો મારી દર્દભરી કહાની

સુરત તક્ષશિલા અગ્નિકાંડને (Surat Takshshila Fire) આજે પાંચ વર્ષ પુરા થયા છે. તંત્રની બેદરકારીને કારણે આ અગ્નિકાંડમાં 22 જેટલા માસુમ બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભારે રોષ દેખાયો હતો, પરંતુ શું ફાયદો? આજે એ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા પરંતુ એક આરોપી પણ સજાને હકદાર થયો નથી. ત્યારેને ત્યારે જ ૧૪ આરોપીઓ માંથી નવ આરોપી તો જામીન પર છૂટી ગયા હતા. આજથી પાંચ વર્ષ પહેલા તક્ષશિલા અગ્નિકાંડમાં હોમાઈ ગયેલા ૨૨ વિદ્યાર્થીઓમાંની એક દીકરીની કાલ્પનિક દર્દભરી કહાની અહિયાં તમારી વચ્ચે રજુ કરવામાં આવી છે.

Advertisement

ઘટના સર્જાયા દરમિયાન વિદ્યાર્થીઓના ન્યાયની મોટી મોટી વાતો કરનાર લોકો આજે ક્યાં છે? આખરે દરેક ઘટનાઓની જેમ આ ઘટનાને પણ સમય જતા આખરે ભૂલી જ ગયા ને? આજથી પાંચ વર્ષ પહેલા તારીખ 24 મે 2019ના રોજ સમગ્ર સુરત શહેરથી લઈને દેશભરના લોકોના કાનમાં ગુજેલી ચિચિયારી અને દર્દભરી બુમો આજે દરેક લોકો ભૂલી ગયા છે અને જાણે આવી કોઈ ઘટના સર્જાઈ જ નથી તેમ વર્તી રહ્યા છે.

Advertisement

આ ઘટનાને ફરીએકવાર તમને યાદ કરાવવા હું ક્રિષ્ના ભીક્ડીયા તમારી સમક્ષ કાલ્પનિક સ્વરૂપે આવી છું! તે દિવસે મેં પીળું ટીશર્ટ અને બ્લેક જીન્સ પહેર્યું હતું અને મેં મારો જીવ બચાવવા ચોથા માળેથી બીજા માળે પહોચેલી તંત્રનીઅધુરી સીડી પર પહોચવા પ્રયત્ન કર્યો હતો પરંતુ હાથ લપસ્યો અને મારા જીવનના તે અંતિમ પ્રયાસ બન્યો હતો.

Advertisement

હું એ દિવસે ટીશર્ટ અને જીન્સ પહેરીને ગઈ હતી પરંતુ આમ તો મને સાડી અને ડ્રેસ જ વધારે ગમે. મેં મારી મમ્મીને ડીઝાઇન કરેલી એક સાડી ગીફ્ટ કરી હતી અને જયારે મને ઘરેથી લઇ ગયા ત્યારે મને એ જ સાડી ઓઢાડી હતી. આ વાત છે દિવાળીની કે જયારે મારે મારી મમ્મીને એક ગીફ્ટ આપવી હતી, પણ શું આપવી એ કઈ સૂઝતું નહોતું. ઘણા બધા વિચાર આવ્યા કે, આ આપું! આ આપું! છેવટે મને વિચાર આવ્યો કે, મારી મમ્મીને ડીઝાઇન કરીલી સરસ મજાની સારી આપું. એટલે જ મેં સારી ઉપર એક કુદરતી દ્રશ્ય તૈયાર કર્યું, તેમાં તો મેં વાદળો, પહાડોથી લઈને નદીઓ પણ દોરી હતી.

Advertisement

મનમાં ને મનમાં વિચાર કર્યો કે, જયારે મમ્મી મારી ડીઝાઇન કરેલી આ સાડી પહેરશે ત્યારે કેવી સુંદર લાગશે? આ સાડી મેં દિવાળી પહેલા જ મમ્મીને ગીફ્ટ કરી દીધી હતી. મમ્મીને પણ આ સાડી ખુબ જ પસંદ આવી હતી. અને એમાય મેં બનાવી હતી એટલો તો થોડી વધારે જ પસંદ આવી હતી. દિવાળીના દિવસેતો મમ્મીએ આ સાડી આખો દિવસ ઠઠાડી રાખી, બોલો! અને બધાને કેતી કે, જોવો આ સાડી મારી કિશુએ બનાવી છે અને મને ગીફ્ટ કરી છે. એ દિવસે મારી મમ્મી કેવી ફૂલાતી હતી એ મને આજેય યાદ છે! આમ તો મારા મમ્મીની સાચવણી બવ સારી એટલે તેણે સાડીને પછી સાચવીને કબાટમાં મૂકી દીધી હતી.

એ દિવસે આગ ચારેબાજુ ફેલાઈ ગઈ હતી અને ત્યાં રહેલો લાકડાનો દાદર પણ બળીને ખાક થઇ ગયો હતો. બહાર નીકળવાનો કોઈ રસ્તો દેખાતો નોહ્તો. આશરે સવા ચાર વાગ્યે મેં મારા ભાઈ ચેતનને ફોન કર્યો, 'ભાઈ અહિયાં ભયંકર આગ લાગી છે ચારે બાજુથી આગ ફુંફાડા મારે છે. દાદર પણ બળી ગયો છે એટલે બહાર નીકળાય તેમય નથી. મારી સાથે જ અહિયાં 20 વિદ્યાર્થીઓ પણ ફસાયા છે, એમને બચાવી લે! જલ્દી ફાયરને કોલ કર..! અહિયાં રૂમનો દરવાજો પણ બંધ છે અમારે કેવી રીતે નીકળવું?'

તક્ષશિલાની સામે જ મારા ભાઈની ઓફીસ હતી અને હું બારી માંથી જોતી હતી. મારા ફોન કાર્યની બે જ મીનીટમાં તે બિલ્ડીંગ નીચે આવી ગયો હતો અને મને ફોન કરીને કહ્યું 'કીશું અહિયાં બધી બાધુ કાળો કાળો ધુમાડો જ દેખાઈ રહ્યો છે, તું ક્યાં છે? તને કેવી રીતે ઓળખવી?' ત્યારે મેં કહ્યું 'મેં કાળું જીન્સ અને પીળું ટીશર્ટ પહેર્યું છે. અંદર એટલો ધુમાડો છે કે શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.' ત્યારે ભાઈએ કહ્યું 'તું જલ્દી બારી પાસે આવી જા હું ત્યાં જ ઉભો છું...' અને હું તરત જ બારી પાસે આવી ગઈ હતી અને ચારે બાજુથી લોકોની ચીસાચીસો સંભળાતી હતી.

એકતરફ ભયંકર ગરમીથી શરીર બળી રહ્યું હતું અને ત્યારે ચેતને કહ્યું 'તું કુદતી નહિ, સીડી આવે જ છે!' એટલે હું ત્યાને ત્યાં જ ઉભી રહી અને થોડી વારમાં સીડી આવી. ત્યારે મારા જીવમાં જીવ આવ્યો. મને જેવું લાગ્યું કે હવે અમે બચી જઈશું પરંતુ ફાયર બ્રિગેડ પાસે ચોથા માળ સુધી પહોંચે એટલી લાંબી સીડી જ નહોતી! ફાયર વિભાગની સીડી બીજા માળે જ આવીને ઉભી રહી ગઈ! જીવન અને મોત વચ્ચે જાણે બે માળનું છેટું પડી ગયું હોય!

આગની લહેર એટલી ભયંકર હતી કે, સહન કરવું ખુબ જ પીડાદાયક હતું. ત્યારે મેં વિચાર્યું કે, બારીમાંથી ઉતરીને હું ત્રીજા માળ સુધી આવી જઈશ. એટલે મેં બારી માંથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો અને મને ક્યાં ખબર હતી આ મારી જિંદગીનો અંતિમ પ્રયાસ હશે! મારો સાથ છટક્યો! નીચે હાજર મારા ભાઈએ અને બીજા લોકોએ મને ઝીલવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ સફળ થયા નહિ અને મારી જિંદગીના એ અંતિમશ્વાસ સાબિત થયા.

મમ્મી અને પપ્પાની આંખે તો અંધારા જ આવી ગયા હતા, તેમની આંખો માંથી આંસુ સુકાતા જ નહોતા. મને સાસરે મોકલવાના કોડ સેવનારા મારા મમ્મી પપ્પાને કયા ખબર હતી કે, મને આવી રીતે વળાવવી પડશે. ત્યારબાદ મને સોળે શણગારે સજાવી! અને સરસ તૈયાર કરી, સાસરે મોકલતા હોય એવી રીતે જ... ત્યારે મને એમ હતું કે, મેં મારી મમ્મીને દીધેલી સાડી તે યાદગીરી માટે સાચવીને રાખી મુકશે પરંતુ એવું થયું જ નહિ. મારી દરેક યાદગીરી મારી સાથે જ આ અગ્નિમાં બળીને ખાક થઇ ગઈ...

Tags :
Advertisement
Advertisement