For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હવે ઉપવાસમાં પણ ખાઈ શકશો 'આલુ પરાઠા’ -આ રીતે બનાવો, નાનાથી લઈને દરેક કરતા રહેશે વખાણ

10:00 AM Nov 16, 2023 IST | Dhruvi Patel
હવે ઉપવાસમાં પણ ખાઈ શકશો  આલુ પરાઠા’  આ રીતે બનાવો  નાનાથી લઈને દરેક કરતા રહેશે વખાણ

Aloo Paratha recipe: દરેક લોકોના મોંમાં આલુ પરાઠાનું નામ સંભાળતાની સાથે જ પાણી આવી જાય છે. પરંતુ અત્યારે શ્રાવણ મહિના દરમિયાન કેટલાક લોકોને ઉપવાસ હોય છે. જેથી તે અન્ય કઈ વસ્તુ ખાય શકતા નથી. તો અમે આજે તમારા માટે ફરાળી આલુ પરાઠા(Aloo Paratha)ની રેસીપી લાવ્યા છીએ.

Advertisement

જરૂરી સામગ્રી:
300 ગ્રામ – બાફેલા બટાકાનો માવો
250 ગ્રામ – રાજગરાનો લોટ
1 બાઉલ – દહીં
50 ગ્રામ – સમારેલી કોથમીર

Advertisement

50 ગ્રામ – ફુદીનાના પાન
2 ચમચી – આદું-મરચાંની પેસ્ટ
50 ગ્રામ – શેકેલા સિંગ દાણા
1 ચમચી - તલ, જરૂરિયાત મુજબ તેલ, સ્વાદાનુસાર સિંધવ મીઠું.

Advertisement

ફરાળી આલુ પરાઠા બનાવવાની રીત:
પહેલા કૂકરમાં બટાકા બાફીને છાલ ઉતારી મેશ કરી લો. બટાટાના માવામાં શેકેલા સિંગ દાણાનો અધકચરો ભૂકો, ફુદીનાના પાન, કોથમીર આદું -મરચાની પેસ્ટ, સિંધવમીઠું નાખી તેને મિક્સ કરો. ત્યારબાદ રાજગરના લોટમાં તેલનું મોણ નાખીને તેમાં મીઠું, તલ ભેળવીને તેનો લોટ બાંધો. હવે લોટમાંથી લૂઆ કરી પરાઠા કરો. હવે પરાઠાના અડધા ભાગમાં બાફેલા બટાકાનો માવો નાખો. હવે પરાઠાને ફોલ્ડ કરી ત્રિકોણાકાર બનાવીને ફરીથી પોલા હાથે વણો. નોનસ્ટિક લોઢી પર તેલ મુકો. ત્યારબાદ પરોઠાને શેકો. ત્યારબાદ ગરમાગરમ ફરાળી આલૂ પરોઠાંને ઠંડા દહીં સાથે પીરસો.

Advertisement
Tags :
Advertisement
Advertisement