For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

નવરાત્રીના ઉપવાસ દરમિયાન બનાવો ખુબ ટેસ્ટી ફરાળી કચોરી, એક કલીક પર જાણો સંપૂર્ણ રેસીપી...

06:18 PM Apr 10, 2024 IST | V D
નવરાત્રીના ઉપવાસ દરમિયાન બનાવો ખુબ ટેસ્ટી ફરાળી કચોરી  એક કલીક પર જાણો સંપૂર્ણ રેસીપી

Farali Kachori: અત્યારે નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યોછે. અનેક લોકો આ દિવસે ઉપવાસ કે એકટાણા કરતા હોય છે. એવામાં દરરોજ એકની એક ફરાળી વાનગીઓ ખાઈને કંટાળી જવાય આથી અમે ખાસ તમારા માટે ફરાળી કચોરીની રેસિપી લઈને આવ્યા છીએ.ત્યારે આ રીત નોંધીને આજે જ બનાવો ફરાળી કચોરી(Farali Kachori)...

Advertisement

જરૂરી સામગ્રી
5 નંગ બટાકા,1 નાની વાટકી તપકીર નો લોટ,1 વાટકી કોપરા નું છીણ,1 ચમચી મરી પાઉડર,1 ચમચો પીસેલા આદું મરચાં,1 ચમચી ખાંડ,1 નાની વાટકી,શીંગદાણા પીસેલા,1 ચમચો તલ,1 નાની વાટકી કિસમિસ,મીઠું સ્વાદ અનુસાર અને જરૂર મુજબ તળવા માટે તેલ લઇ લ્યો.

Advertisement

કચોરી બનાવવાની રીત
બટાકા બાફી લેવા થોડા ઠંડા થાય તયારે તેને મેસ કરવા તેમાં મીઠું અને તપકીર નો લોટ નાખી મિક્સ કરવા.બટાકા, તપકીર, તેલ સિવાય ની બાકી બધી સામગ્રી મિક્સ કરી લેવી.મેસ કરેલા બટાકા માંથી થોડું લઈ નાની થેપલી બનાવી તે થેપલી માં વચ્ચે મિક્સ સામગ્રી 1 ચમચી જેટલી મૂકી, તેનો બટાકા વડાની જેમ ગોળા વાળી દેવા.આ રીતે બધા ગોળા બનાવી સાઈડ પર રાખવા.તેલ ગરમ મૂકવું,તેલ ગરમ થાય એટલે તેમાં બટાકા ના ગોળા તળી લેવાં. ગોળા બ્રાઉન કલર ના થાય એટલે ઉતારી લેવા.બાદમાં ફરાળી કચોરી ખજૂર, આંબલી ની મીઠી ચટણી ને લીલા મરચાં ની ફરાળી ચટણી સાથે સર્વ કરવા.

Advertisement

ટિપ્સ;
તેલ ગરમ કરી ધીમા ગેસ પર કચોરીઓને સોનેરી થાય ત્યાં સુધી તળો.તો જ તમારી કચોરી ક્રિસ્પી થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement