Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

ખંભાળિયામાં લગ્ન પ્રસંગથી પાછા ફરી રહેલા માતા-પુત્રીને કારે અડફેટે લેતાં દર્દનાક મોત

10:37 AM Mar 14, 2024 IST | Chandresh

Jamnagar accident news: જામનગર અને ખંભાળિયા હાઈવે પર બેફામ જતી કારે માતા અને પુત્રીની અડફેટે લેતા બન્નેના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે. આ કરુણ ઘટના જોનારાઓના રૂવાડા ઉભા થઈ ગયા હતા. માતા અને બાળકીના પરિવારમાં પણ ભારે શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માતમાં મોતને ભેટેલી મહિલાની ઓળખ (Jamnagar accident news) હિનાબા સિદ્ધરાજસિંહ જાડેજા અને બાળકી કૃપાબા સિદ્ધરાજસિંહ જાડેજા થઈ છે. હવે આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. મોતને ભેટેલા માતા-પુત્રી લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પરત ફરતા હતા ત્યારે આ કરુણ ઘટના બની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

Advertisement

માતા-પુત્રીના કરૂણ મોત થયા
ભરાણા ગામના 32 વર્ષિય હિનાબા જાડેજા અને 9 વર્ષિય કૃપાબા જાડેજાનું આકસ્માતમાં મોત થયુ છે. જામનગર-ખંભાળિયા હાઇવે પર બેફામ ચાલતી કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો છે. તેમાં કજૂરડા પાટિયા પાસે બેફામ ચાલતી કારે રોડ ક્રોસ કરી રહેલી માતા અને પુત્રીને જોરદાર ટક્કર મારી હતી. બેફામ ચાલતી કારે અકસ્માત સર્જતા બન્ને માતા પુત્રીના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા છે.

સમગ્ર ખંભાળિયા પંથકમાં ભારે શોક સાથે અરેરાટી વ્યાપી
આજે સવારે આશરે 5:30 વાગ્યે તેઓ ખંભાળિયા-જામનગર હાઈવે પર આવેલા કજૂરડા ગામના પાટીયા પાસે વાહનમાંથી ઉતરી અને ભરાણા ખાતે પોતાના ઘરે જવા માટે નીકળ્યા હતા. ત્યારે અહીં રોડ ક્રોસ કરતી વખતે જામનગર તરફથી આવી રહેલી એક મોટરકારની અડફેટે આ માતા પુત્રી આવી જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં હિનાબા તથા તેમના પુત્રી કૃપાબાને અહીંની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ આ માતા-પુત્રીને મૃત જાહેર કર્યા હતા. ખંભાળિયાના ભરાણા ગામના રાજપુત પરિવારના માતા-પુત્રી લગ્ન પ્રસંગમાંથી પરત આવતા બનેલા આ કરુણ બનાવે રાજપૂત સમાજ સાથે સમગ્ર ખંભાળિયા પંથકમાં ભારે શોક સાથે અરેરાટી પ્રસરાવી છે.

Advertisement

જસદણ અકસ્માતમાં ત્રણના મોત થયા
તો બીજી તરફ ગઈકાલે જસદણ અકસ્માતમાં ત્રણના મોત થયા હતા. જેમાં મામા અને બે ભાણીના મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જસદણના બાખલવડ ગામ નજીક આ અકસ્માત થયો હતો. તેમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ભયાનક નજારો જોવા મળ્યો હતો.

Advertisement
Advertisement
Tags :
Next Article