For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશને ધરાવો મહારાષ્ટ્રીયન ઉકડીના મોદક, જાણો મોદક બનાવવાની રેસીપી

11:25 AM Sep 02, 2021 IST | Prince Maniya
ગણેશ ઉત્સવમાં ભગવાન ગણેશને ધરાવો મહારાષ્ટ્રીયન ઉકડીના મોદક  જાણો મોદક બનાવવાની રેસીપી

10 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થી છે.આપણા સૌના મનગમતા ભગવાન ગણેશનો ઉત્સવ આવી રહ્યો છે ત્યારે આપણે ઘરે ગણપતિને લાડુ અને મોદકનો ભોગ ચોક્કસ પણે ધરાવવો જોઈએ.આ વખતે મોદક તળીને કે માવામાંથી નહીં પણ મહારાષ્ટ્રીયન સ્ટાઇલમાં વરાળથી સ્ટીમ કરેલા મોદક ટ્રાય કરો.આ મોદકને ઉકડીના મોદક તરીકે પણ ઓળખાય છે.

Advertisement

સામગ્રી : 1 તાજુ નારિયેળનું ઝીણ લો,1 કપ ગોળ,2 કપ ચોખાનો લોટ,1 ચમચી ખસખસ,1.5 ચમચી ખસખસની કતરણ,1/4 ચમચી ઈલાયચી પાવડર,જરૂર મુજબ ઘી

Advertisement

ઉકડીના મોદક બનાવવાની રીત

Advertisement

એક બાઉલમાં નારિયેળનું છીણ લો. જેમાં અંદર ગોળ, ખસખસ ડ્રાયફ્રુટ્સ નાખી ચમચીથી બરાબર મિક્સ કરો. પછી પેન ગરમ કરી અંદર જરૂરિયાત મુજબ ઘી નાખો. તેમાં નારિયેળ નાખી બરાબર હલાવીને આ મિશ્રણને શેકો. લગભગ બે મિનિટ સુધી શેક્યા બાદ ગોળ થોડો ઓગળે અને ગોલ્ડન કલર આવી જાય અને નારિયેળ અને ગોળ બરાબર મિક્સ થઈ જાય એટલે ઈલાયચી પાવડર નાખી એકદમ સરખુ મિક્સ કરી લો. ગેસ બંધ કરી મિશ્રણને બાઉલમાં કાઢી લો.

એક મોટા વાસણમાં દોઢ કપ પાણી અને એક ચમચી ઘી નાખી પાણીનેઉકાળો. પાણી ઉકળવા લાગે એટલે અંદર ચોખાનો લોટ નાખો અને ધીમી આંચે થોડીવાર સતત હલાવતા રહો જેથી લોટના ગાઠા ના પડે. જે બાદ મિશ્રણને ઢાંકીને બે મિનિટ ચઢવા દેવું. હવે ગેસ બંધ કરીને વરાળમાં જ તેને બરાબર બફાઈ જાય તે માટે એકબાજુ રાખી મુકો. તે પછી જ ઉપરનું ઢાંકણ ખોલવું. આ લોટને મોટા બાઉલમાં લઈને ગરમ ગરમ જ મસળો. એકદમ સોફ્ટ બંધાઈ જાય એટલે લોટના બોલ જેવા લુવા તૈયાર કરવા મંડો.

Advertisement

બાદમાં અટામણમાં રગદોળી બાઉલ જેવો આકાર આપો અંદર ફિલિંગ ભરવા માટે એક ચમચી નારિયેળની ફિલિંગ ભરો. હવે કીનારીની પ્લેટ્સ બનાવી હળવા હાથે મોદકને ઉપરથી પેક કરી દો. મોદક જેવો શેપ આપી સ્ટીમ કરવા માટે તૈયાર કરો. હવે આ મોદકને ઈડલીના સાંચા કે મુઠિયા-પાતરા બનાવવાના સાંચામાં 10થી12 મિનિટ સુધી સ્ટીમ કરો.તૈયાર છે તમારા ગરમ-ગરમ ભગવાન ગણેશ માટેના મોદક. હવે સાચવીને પ્લેટમાં કાઢીને ગણપતિ બાપ્પાને ભોગ ધરાવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement
Advertisement