For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ડાયાબિટીસથી લઈને અનેક બીમારીઓ માટે ફાયદાકારક છે આ એક ફળ- સેવન માત્રથી દુર થશે દરેક બીમારી

12:27 PM Mar 11, 2022 IST | Mansi Patel
ડાયાબિટીસથી લઈને અનેક બીમારીઓ માટે ફાયદાકારક છે આ એક ફળ  સેવન માત્રથી દુર થશે દરેક બીમારી

સારા સ્વાસ્થ્ય(Good health) માટે તમામ તાજા ફળો(Fresh fruits) અને શાકભાજી(Vegetables) ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. નિષ્ણાંતો તેને આહારમાં નિયમિતપણે સમાવેશ કરવાની સલાહ આપે છે. ફળો અને શાકભાજીમાં રહેલા વિટામીન(Vitamins) અને પોષક તત્વો(Nutrients) ઘણા રોગોના જોખમને ઘટાડવામાં અસરકારક માનવામાં આવે છે. ઘણા ફળોમાં એવા ગુણ હોય છે જે કેન્સર(Cancer) જેવી બીમારીઓનું જોખમ પણ ઘટાડી શકે છે.

Advertisement

પાઈનેપલ એક એવું જ ખૂબ જ ફાયદાકારક ફળ છે, જેનું નિયમિત સેવન તમને ઘણા સ્વાસ્થ્ય લાભો આપી શકે છે. પાઈનેપલ શરીરમાં વિટામિન-સી, વિટામિન-એ, કેલ્શિયમ, આયર્ન વગેરે જેવા તમામ પ્રકારના પોષક તત્વો પુરા પાડે છે. આ સિવાય થાઇમિન, રિબોફ્લેવિન, વિટામીન B6, ફોલેટ, મેગ્નેશિયમ, મેંગેનીઝ અને પોટેશિયમ જેવા પોષક તત્વો પણ પાઈનેપલમાં ભરપૂર પ્રમાણમાં હોય છે, જે શરીરને યોગ્ય રીતે કાર્ય કરવા માટે જરૂરી છે. જેના કારણે તમારું શરીર સ્વસ્થ અને રોગમુક્ત રહે છે. તેમજ અનેનાસ જેવા છોડના ખોરાકનું સેવન મેદસ્વિતા, ડાયાબિટીસ અને હૃદય રોગનું જોખમ ઘટાડે છે.

Advertisement

ઘણા પ્રકારના કેન્સરથી બચાવે છે:
અભ્યાસ દરમિયાન પાઈનેપલના એવા ગુણધર્મો વિશે જાણવા મળ્યું છે કે, જે ઘણા પ્રકારના કેન્સરના જોખમને ઘટાડી શકે છે. પાઈનેપલ વિટામિન-સીની સાથે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર હોવાનું પણ જાણીતું છે, જે શરીરને ફ્રી-રેડિકલ સામે લડવાની શક્તિ આપે છે, જે કેન્સરના વિકાસને રોકવામાં મદદરૂપ છે. અધ્યયનોએ બતાવ્યું છે કે પાઈનેપલમાં જોવા મળતું બીટા-કેરોટીન કોલોન કેન્સરનું જોખમ ઘટાડવામાં અસરકારક છે. ફળો અને શાકભાજી દ્વારા ઉચ્ચ ફાઇબરનું સેવન કોલોરેક્ટલ કેન્સરનું જોખમ પણ ઘટાડે છે.

Advertisement

બ્લડ પ્રેશરની સમસ્યાથી રક્ષણ:
હાઈ બ્લડ પ્રેશર એ આજની સૌથી સામાન્ય પરંતુ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાંની એક છે, તે હૃદય રોગ માટેનું મુખ્ય જોખમ પરિબળ માનવામાં આવે છે. આહારમાં પોટેશિયમની માત્રા વધારવાથી બ્લડ પ્રેશર ઓછું કરવામાં મદદ મળે છે. પાઈનેપલ પોટેશિયમથી ભરપૂર ફળ તરીકે ઓળખાય છે. હાઈ બ્લડ પ્રેશરથી બચવાથી હ્રદય રોગના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. આમાં પાઈનેપલનું સેવન ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક:
નિષ્ણાતોના માટે, ઉચ્ચ ફાઇબરયુક્ત આહારનું સેવન ડાયાબિટીસની પ્રગતિને રોકવામાં મદદરૂપ છે. ટાઈપ 2 ડાયાબિટીસ ધરાવતા લોકોમાં હાઈ ફાઈબર ડાયટ બ્લડ સુગર, લિપિડ અને ઈન્સ્યુલિનના સ્તરને સુધારવામાં પણ મદદરૂપ થાય છે. એક મધ્યમ કદનું પાઈનેપલ લગભગ 13 ગ્રામ ફાઈબર પૂરું પાડે છે. અનેનાસનું સેવન પેટની સમસ્યાઓને દૂર કરવામાં અને સારી પાચનક્રિયા સુનિશ્ચિત કરવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Tags :
Advertisement
Advertisement