For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા હાઈવે મોતની ચીચીયારીઓથી ગુંજ્યો- ઇકો કાર પલટી જતાં એક જ પરિવારના ત્રણ સહિત 4નાં મોત

11:35 AM Feb 18, 2024 IST | V D
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા હાઈવે મોતની ચીચીયારીઓથી ગુંજ્યો  ઇકો કાર પલટી જતાં એક જ પરિવારના ત્રણ સહિત 4નાં મોત

Dhrangadhra Highway Accident: ગુજરાતમાં હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે. આજે ધ્રાંગધ્રા નજીક(Dhrangadhra Highway Accident) અમદાવાદ કચ્છ હાઈવે પર ભયાનક અકસ્માતની ઘટના બની છે જેમાં ચાર લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ અકસ્માતમાં મોતને ભેટેલો ધ્રાંગધ્રાનો પરિવાર અમદાવાદ ખાતે લગ્ન પતાવીને પરત ઘરે જતો હતો.

Advertisement

કારમાં સવાર 4 લોકોના ઘટના સ્થળે મોત
અકસ્માતની માહિતી મળતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો હતો, કારમાં સવાર તમામ મૃતકોના મૃતદેહોને પી.એમ માટે ધ્રાંગધ્રા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે ગુનો નોઁધીને તપાસ હાથ ધરી છે. રાજ્યમાં ધીમે ધીમે માર્ગ અકસ્માતોની ઘટનામાં વધારો જોવા મળી રહ્યો છે.

Advertisement

એક જ પરિવારના ચાર લોકોના મોત થયા
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા પાસે અમદાવાદ કચ્છ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. ઈકો કારના ડ્રાઈવરે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારીને ખાઈમાં પડી હતી. કારમાં એક જ પરિવારના પાંચ સભ્યો લગ્ન સમારોહમાં હાજરી આપીના પાછા પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. કારમાં સવાર પાંચેય લોકો દલવાડી સમાજના હતા. હાલ અકસ્માતની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં યજ્ઞેશભાઈ ઉર્ફે કાનાભાઈ હિતુભાઈ જાદવ, ઇન્દુમતીબેન જીતેન્દ્રભાઈ જાદવ, રાધાબેન નીલકંઠ ભાઇ જાદવ, ધનેશભાઈ બાબુભાઈ ચાવડાનું ઘટનાસ્થળે જ મોત થયું છે.

Advertisement

મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી
મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે આ સંદર્ભે હાલમાં ધાંગધ્રા તાલુકા પોલીસ તપાસ હાથ ધરી રહી છે, તો બીજી તરફ કયા કારણોસર કારે પલ્ટી મારી તે અંગે હજુ ચોક્કસ કે નક્કર માહિતી મળી નથી જોકે આ મામલે પોલીસ તપાસ ચાલી રહી છે.

સ્થાનિકોએ 108 અને પોલીસને જાણ કરી
આ અકસ્માતની ઘટનાની જાણ થતાં લોકોના ટોળેટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જેમણે 108 અને પોલીસને જાણ કરતા ઘટનાસ્થળ પર બચાવ ટીમ પહોંચી ગઈ હતી. પોલીસે પણ તાકીદે ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતે મોત અંગેનો ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે આ અકસ્માતની ઘટનામાં એક જ જાદવ પરિવારના ત્રણ લોકો અને ચાવડા પરિવારમા એક વ્યક્તિના અકાળે મોતની ઘટનાથી પરિવારજનોમાં રોકકળ અને આક્રંદથી વાતાવરણમા ગમગીની છવાઈ ગઇ છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement