For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતના 3 જીલ્લાના અલગ અલગ અકસ્માતમાં 5 ના મોત

12:33 PM May 09, 2024 IST | admin
ગુજરાતના 3 જીલ્લાના અલગ અલગ અકસ્માતમાં 5 ના મોત

ગુજરાતમાં અકસ્માતની (accident in gujarat) ઘટના દિવસેને દિવસે વધતી જાય છે.આ દરમિયાન અકસ્માતથી મોતના બનાવો પણ સતત સામે આવી રહ્યા છે. ત્યારે આજે અમુક પરિવાર માટે ગુરુવાર ગોઝારો સાબિત થયો છે. આજના દિવસે અકસ્માતની અલગ અલગ ઘટનાઓ સામે આવી છે.જેમાં કુલ પાંચ લોકોની જિંદગી હોમાઈ છે.

Advertisement

પાટડી તાલુકાના સાવડા પાસે અકસ્માતમાં 1 વ્યક્તિનું મોત

આજે વહેલી સવારે પાટડી પાસે વોકળા પાસે પુરઝડપે આવતા ટ્રક અને ટ્રેલર વચ્ચે ધડાકાભેર ગોઝારો અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતના પગલે ટ્રક અને ટ્રેલર વચ્ચે અકસ્માતમાં ટ્રેલર ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જયારે આ અકસ્માતના ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે દોડી ગયા હતા. જ્યારે આ ઘટનાના પગલે પાટડી પોલીસે પણ તાકીદે ઘટનાસ્થળે દોડી જઈ મૃતક ચાલકની લાશને પોસ્ટ મોર્ટમ અર્થે પાટડી સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી મૃતકના પરિવારજનોને જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

મહીસાગરમાં અકસ્માતની ઘટના

મહીસાગરમાં માર્ગ અકસ્માત સર્જાયો હતો.જેમાં લુણાવાડા-મોડાસા હાઈવે પર સોનેલા ગામ પાસે એક પરિવાર કારમાં જઈ રહ્યો હતો તે દરમિયાન ચાલકે કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હતી.જેમાં 1 વ્યક્તિનું ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યું મોત થયું હતું.જયારે અન્ય કારમાં સવાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.આ ઘટના બાદ લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું જેમને પોલીસ તથા 108ની ટીમને જાણ કરતા પોલીસ તેમજ 108ની ટિમ ઘટનાસ્થળ પર પહોંચી ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા.તેમજ પોલીસે અકસ્મતની નોંધ લઇ લાશને પીએમ અર્થે મોકલી હતી.

Advertisement

છોટા ઉદેપુરમાં અકસ્માતમાં બે પુરુષ અને એક મહિલાનું મોત

કવાંટ તાલુકાના પાડવાણી ગામે વાંસ ભરેલી આઇસર માંણકા ગામથી વાંસ ભરીને આવતી હતી. જ્યાં ઢાળ વાળા રસ્તે ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક સીધી ખીણમાં ખાબકી હતી. વાહનમાં સવાર બે પુરુષ અને એક મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું. આ ઘટનાની જાણ તાત્કાલિક ગ્રામજનોને થતા ગ્રામજનોએ ઘટનાસ્થળે પહોંચી ત્રણેયની લાશને બહાર કાઢી પોલીસ તેમજ 108ને જાણ કરી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. મૃતકમાં બે વ્યક્તિ રાધનાપાણી ગામ અને એક વ્યક્તિ તલાવ ગામનો હોવાની વિગત સામે આવી છે. આજે વહેલી સવારે થયેલા અકસ્માતને પગલે લોકોમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement