For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં ભરઉનાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી, આ તારીખે 12 જિલ્લાઓમાં પડશે વરસાદ

05:15 PM Apr 13, 2024 IST | V D
ગુજરાતમાં ભરઉનાળે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી  આ તારીખે 12 જિલ્લાઓમાં પડશે વરસાદ

Gujarat Rain Forecast: રાજ્યમાં બે દિવસથી વાતાવરણ બદલાયું છે. ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા અને દાહોદ સહિતના જિલ્લાઓમાં ગઇકાલે કમોસમી વરસાદ થયો હતો અને આજે પણ દાહોદમાં માવઠાનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આગાહી(Gujarat Rain Forecast) કરી છે,કે આગામી બે દિવસ એટલે કે 13 અને 14 એપ્રિલના રોજ વડોદરા, સુરત, નવસારી, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ સહિતના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ થઇ શકે છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

Advertisement

આ 12 જિલ્લાઓમાં થશે કમોસમી વરસાદ
ગઈકાલે અરવલ્લી તેમજ અન્ય જિલ્લાઓમાં કરા સાથે વરસાદ વરસ્યો હતો ત્યારે આજે ફરી એકવાર બહાર જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગ દ્વારા આણંદ, દાહોદ, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, વલસાડ, નવસારી, દાદરા નગર, હવેલી, ભાવનગર, અમરેલી, દમણ, ગીર સોમનાથ, તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 17 એપ્રિલ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની શક્યતાઓ છે.

Advertisement

આ જિલ્લામાં પડશે વરસાદ:અંબાલાલ પટેલ
આવતીકાલ એટલે કે 14 એપ્રિલ ની વાત કરીએ તો વલસાડ ભરૂચ નવસારી સુરત દમણ દાદરા નગર હવેલી ગીર સોમનાથ તેમજ ભાવનગર જિલ્લામાં આગામી 14 એપ્રિલના રોજ વરસાદ આ જિલ્લાઓમાં પડવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરી હતી.આ સિવાય 15 એપ્રિલની વાત કરીએ તો સાબરકાંઠા અરવલ્લી દાહોદમાં 15 એપ્રિલના રોજ વરસાદ વરસી શકે છે.17 એપ્રિલ દરમિયાન આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે,બહારથી 15 એપ્રિલ દરમિયાન ગુજરાતમાં ઘણા ખરા જિલ્લાઓમાં કામોસમી વરસાદ પડી શકે છે.આ સિવાય 17મી એપ્રિલ બાદ રાજ્યમાં ગરમીનું ગરમીનું પ્રમાણ વધશે કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાનનો પારો જવાની શક્યતા આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરી હતી.

Advertisement

રાજ્યના ચાર જિલ્લામાં વરસ્યો વરસાદ
હવામાન વિભાગની વરસાદની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારમાં માવઠાએ ખેડૂતોની ચિંતા વધારી છે.છોટાઉદેપુર, દાહોદ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ભારે પવન સાથે વરસાદ થતા ખેડૂતોની ચિંતામાં વધારો છે. કમોસમી વરસાદના કારણે ઘઉં, જીરૂ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. ઉપરાંત કેરી સહિતના બાગાયતી પાક લેતા ખેડૂતોની પણ ચિંતા વધી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ વડોદરા, પાલનપુર સહિતના વિસ્તારમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટ, ભૂજ સહિતના વિસ્તારમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. સુરતમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement