For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

નજીવી બાબતે સાસુ-વહુ વચ્ચે થઇ ગયું 'વિશ્વયુદ્ધ' -ખુલ્લા હાથે મારામારી થતા બેભાન થઇ ગયા સાસુ, જુઓ LIVE વિડીયો

06:43 PM Mar 07, 2022 IST | Vidhi Patel
નજીવી બાબતે સાસુ વહુ વચ્ચે થઇ ગયું  વિશ્વયુદ્ધ   ખુલ્લા હાથે મારામારી થતા બેભાન થઇ ગયા સાસુ  જુઓ live વિડીયો

તમે સાસ-વહુને ઝગડતા જોયા જ હશે પરંતુ કોઈ દિવસ માર મારતા નહિ જોયું હોય. આવો જ એક બનાવ પટના(Patna)ના અગમકુઆ(Agamkua) વિસ્તારના એક ઘરમાં સાસુ-વહુની વચ્ચે થયો હતો. જેમાં સાસુ-વહુની વચ્ચે ઝગડો થતા મારામારી થઈ હતી. બંને વચ્ચે થયેલ મારામારીની તમામ ઘટના ઘરમાં લગાવવામાં આવેલ CCTVમાં કેદ થઈ ગઈ હતી. તેમજ CCTVમાંથી મળેલા ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ઘરના રસોડા અને ઘરના હોલમાં સાસુ-વહુ વચ્ચે મારામારી થઈ રહી હતી. તે દરમિયાન વહુ દ્વારા એવી રીતે માર મારવામાં આવ્યો કે સાસુ ચક્કર ખાઈને જમીન પર પડી ગયા હતા. બેભાન થયેલ સાસુ થોડીવાર પછી ભાનમાં આવી જાય છે અને ફરીથી બન્ને ઝગડો કરવા લાગે છે.

Advertisement

Advertisement

જયારે વહુ હાલ છુટાછેડા માટે કેસ લડે છે:
મળતી માહિતી અનુસાર સૌરવ કુમાર એક સોફ્ટવેર એન્જિનિયર છે જે અગમકુઆ વિસ્તારમાં રહે છે. સૌરવ કુમારના વર્ષ 2018 દરમિયાન રજની કુમારી સાથે લગ્ન થયા હતા. લગ્નના થોડા દિવસો પછી તરત જ બન્ને વચ્ચે ઝગડો થવા લાગ્યો હતો. ઝગડો થવાના કારણે વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ હતી. હાલ તે સામે થઈને સાસરીમાં રહીને છૂટાછેડાનો કેસ લડી રહી છે. જયારે તેના સાસુ-સસરા એજ મકાનમાં રહે છે. સાસુ અને વહુ ઉપર-નીચે રહે છે.

Advertisement

સંપત્તિને લીધે સાસુ-વહુ વચ્ચે ઝગડા :
મળતી માહિતી અનુસાર આ વીડિયો ગત 1 માર્ચના દિવસનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ વિડીયોમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે, વહુ બળજબરીથી સાસુ કવિતા દેવીના રસોડામાં ઘૂસી જાય છે અને તેના રસોડાનો સામન લેવા લાગે છે. આ દરમિયાન બન્ને વચ્ચે બોલાચાલી થવા લાગે છે. આ સાસુ અને વહુ બંનેએ પોત પોતાના ફલોર પર CCTV લગાવ્યા છે. આ ઘટના પછી સાસુ દ્વારા અગમકુઆ પોલીસ સ્ટેશનમાં જઈને લેખિતમાં અરજી કરવામાં આવી છે.

આ કેસમાં પોલીસ અધિકારી અભિજીત કુમારે જણાવ્યું છે કે, સાસુ-વહુની વચ્ચે સંપત્તિને લીધે ઘણા વર્ષોથી વિવાદ ચાલે છે. આ ઘટના પછી સાસુ દ્વારા પોતાની વહુ વિરુદ્ધ ફરિયાદ આપ્યા બાદ પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Advertisement

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Tags :
Advertisement
Advertisement