For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

રાજકોટમાં બ્રિજ પર નશામાં ધૂત કાર ચાલકે બાઈક સવારનો લીધો ભોગ, અડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળે જ મોત

01:14 PM Mar 21, 2024 IST | V D
રાજકોટમાં બ્રિજ પર નશામાં ધૂત કાર ચાલકે બાઈક સવારનો લીધો ભોગ  અડફેટે લેતા આધેડનું ઘટનાસ્થળે જ મોત

Rajkot Accident: રાજકોટમાં વહેલી સવારે નશામાં ધૂત કાર ચાલકે આધેડને પાછળથી ટક્કર મારી મોતના મુખમાં ધકેલી દીધાનો બનાવ સામે આવ્યો છે. શહેરના રામાપીર ચોકડી ઓવરબ્રિજ પર બનેલી આ ઘટનામાં બેફામ કાર ચાલક મૃતકના બાઈકને અડધો કિલોમીટર સુધી ઢસડી ગયો હતો. ઘટનાની જાણ થતાં ડીસીપી, એસીપી(Rajkot Accident) સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતા. હાલ કારચાલક સહીત બે શખ્સોની અટકાયત કરી મેડિકલ રિપોર્ટ અર્થે મોકલી આપવામાં આવ્યા છે અને પોલીસે સાપરાધ મનુષ્ય વધની કલમો હેઠળ ગુન્હો નોંધવા તજવીજ હાથ ધરી છે.

Advertisement

અકસ્માત સમયે લોકોના ટોળા એકત્ર થઈ ગયા
વિગતો મુજબ, રાજકોટના 150 ફૂટ રીંગ રોડ પર રામપીર ચોકડી ઓવરબ્રિજ પરથી સેન્ડવીચની લારી ચલાવતા કિરીટભાઈ પોંદા નામના વ્યક્તિ પોતાના બાઈક પર જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવેલી કારે ટક્કર મારીને બાઈકને 200 મીટર સુધી ઢસડ્યું હતું. અકસ્માતમાં બાઈક ચાલક કિરિટભાઈનું ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હતું.અકસ્માત સમયે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા.પ્રાથમિક માહિતી અનુસાર, જ્યારે આ અકસ્માત થયો ત્યારે અનંત ગજ્જર અને દેવેન્દ્ર ઉપાધ્યાય નામના લોકો કારમાં સવાર હતા. અનંત ગજ્જર કાર ચલાવી રહ્યો હતો. કારમાં મુસાફરી કરી રહેલા બંને લોકોનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. જેના માટે હવે આરટીઓ અને એફએસએલ અધિકારીઓની મદદ લેવામાં આવી રહી છે. જો તબીબી તપાસ દરમિયાન બંને વ્યક્તિઓ નશામાં હોવાનું જણાશે તો તેમની સામે અલગથી ગુનો નોંધવામાં આવશે.

Advertisement

કાર ઓવરસ્પીડમાં હતી
અકસ્માતના પગલે પોલીસે સ્થળ પર પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. જ્યારે કાર ચાલક અનંત ગજ્જર સામે અકસ્માત અને માનવવધનો ગુનો દાખલ કર્યો હતો. બંને શખ્સો પોલીસના સકંજામાં છે. રાજકોટ પશ્ચિમના ACP રાધિકા ભારાઈએ જણાવ્યું કે, અકસ્માત જોતા કારની સ્પીડ વધારે હોવાનું જણાય છે. તેની સ્પીડ જાણવા માટે RTO અને FSLની મદદ લેવામાં આવી છે. સાથે જ દારૂના નશાની વાત પર તેમણે કહ્યું કે, કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવશે. જો બંને પીધેલા જણાશે તો તે અંતર્ગત તેમની સામે અલગથી ગુનો દાખલ કરવામાં આવશે.

Advertisement

પોલીસે બન્ને શખ્સોને દબોચી લીધા
અકસ્માતની ઘટનાની જાણ થતા જ DCP સહિતના ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પોલીસે બન્ને શખ્સોને દબોચી લીધા હતા, પોલીસે અકસ્માતની કલમો સાથે મનુષ્ય અપરાધ વધનો ગુનો દાખલ કર્યો. તો બીજી તરફ કારનો પણ ખુરદો બોલાઈ ગયો હતો.

ટ્રાફિક પોલીસ પર ઉઠ્યા સવાલ
રાજકોટ શહેરમાં બેફામ ઝડપે કાર હંકારતા લોકોની સામે પોલીસ મૂકપ્રેક્ષક બની નાના વાહનચાલકોને રોકી મસમોટા દંડ ઉઘરાવી રહી છે, પરંતુ અકસ્માત સર્જી બીજાની જિંદગી જોખમમાં મુક્તા લોકો સામે કોઈ કડક કર્યવાહી કરાવી શક્તિ નથી. છેલ્લા બે દિવસમાં બે-બે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં બને કારના ચાલકો પૂરપાટ ઝડપે કાર ચલાવતા હોવાનું ફલિત થઇ રહ્યું છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement