For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

શેરબજારમાં રોકાણના નામે ઠગ ટોળકીએ IT એક્સપર્ટને લુંટ્યો

04:49 PM May 16, 2024 IST | V D
શેરબજારમાં રોકાણના નામે ઠગ ટોળકીએ it એક્સપર્ટને લુંટ્યો

Navsari Fraud News: રાજ્ય અને દેશમાં સાયબર ક્રાઈમની ઘટનાઓ ઉતરોતર વધી રહી છે. અલગ અલગ સ્કીમ અને ઇન્વેસ્ટમેન્ટ પ્લાન બતાવી લોકોને છેતરતી ગેંગ કરોડોનું ફૂલેકું ફેરવી રહી છે. નવસારી શહેરમાં રહેતા અને આઇટી ઇન્ડસ્ટ્રીઝમાં નોકરી કરતા આધેડને ઇન્ટરનેશનલ શેરબજારમાં રોકાણની લાલચ આપી 21.60 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરતી ગેંગ વિરુદ્ધ નવસારી(Navsari Fraud News) સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

Advertisement

સોશિયલ મીડિયા થકી ફસામણી
નવસારીમાં વસવાટ કરતા અને IT ક્ષેત્રમાં વર્ક ફોર્મ હોમની નોકરી કરતા 58 વર્ષીય કિરણ દાજીભાઈ પટેલને whatsapp ગ્રુપ એપ્લીકેશન “13 BlackRock Stock Retail and Institutional Club” માં જોઈન કરી ગ્રુપમાં શેર માર્કેટને લગતી જાહેરાતો આપી ટ્રેનિંગ લેવા માટે વોટ્સએપ ગ્રુપ “Jonathan Simon Elite Profit Exchange1” માં જોઇન કરી જેના એડમીનએ પોતાનું નામ મેરીલીના અને વોટસએપ ગ્રુપના આસીસ્ટન્ટ હોવાનું જણાવી સ્ટોક માર્કેટને લગતા ઇન્સ્ટીટ્યુશનલ એકાઉન્ટ ખોલાવ્યું હતું.

Advertisement

અને મસમોટી રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં નાખીને છેતરપિંડી કરતા સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. ફરિયાદી પાસેથી ટુકડે ટુકડે ગઠિયાઓએ પૈસા પડાવ્યા હતાં જેમાં ઇન્ટરનેશનલ શેર માર્કેટમાં પૈસા રોકાણ કરાવી મોટું વળતર આપવાનું પ્રલોભન આપવામાં આવ્યું હતું. જે ગઠિયાઓની વાતમાં આવીને ફરિયાદીએ 21 લાખ 60 હજાર જેટલી રકમ અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં નાખતા તેઓ દ્વારા છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતા તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલુ છે.

Advertisement

આરોપી આવી મોડસ ઓપરેન્ડીથી લોકોને છેતરો હતો
સાયબર ગઠિયાઓ દ્વારા છેતરપિંડી માટે વિશ્વની જાણીતી એજન્સીઓના નામનો દુરુપયોગ કરાતો હતો ત્યારબાદ ગઠિયાઓ દ્વારા android એપ્લિકેશન પર લીંક મોકલી ગુગલ પ્લે સ્ટોરમાંથી એપ્લીકેશન ટાઉનલોડ કરાવી સ્ટોક માર્કેટમાં રૂપિયાનું રોકાણ કરવાથી સારો ફાયદો થશે તેવો વિશ્વાસ અને ભરોસો આપી એપ્લીકેશનનું ઓથોરાઇઝેશન આઇ.ડી.QzpQes મોકલી જેમાં લોગીન કરાવી આરોપીઓએ છેતરપિંડી કરવાના ઇરાદે ગુનાહિત કાવતરૂ રચી તા.10 જાન્યુઆરી થી 3 ફેબ્રુઆરી સુધીમાં અલગ-અલગ કંપનીના શેર ખરીદવા AU Small finance Bank Limited ના ખાતામાં પ્રેમ ડીજીટલ સર્વિસના નામે રૂ10,000/- જમા કરાવવાથી શરૂ થયેલો સિલસિલો યથાવત્ રહ્યો હતો. ટુકડે ટુકડે 4 લાખ,1 લાખ,5 લાખ,10.50 લાખ,50 હજાર,3 લાખ,આમ અલગ અલગ બેંક ખાતામાં ફરિયાદી પાસે રૂપિયા 21.60 લાખ નખાવ્યા હતા થોડા સમયે બાદ સાઈબર ક્રિમિનલ લોએ ફરિયાદીને લાલચ આપવા માટે કમિશનની રકમ પણ આપી હતી જેને કારણે ફરિયાદીનો વિશ્વાસ વધ્યો હતો.

નવસારી સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી
સાયબર ક્રિમિનલ દ્વારા ફરિયાદી પાસેથી માત્ર બે મહિનાના અંતરાલમાં એક લાખથી વધુની રકમ ટુકડે ટુકડે લઈને વિશ્વાસઘાત તેમજ છેતરપિંડી કરી હતી. આ મામલે પોતાના પૈસા ફસાઈ જવાનો અનુભવ થતા ફરિયાદી કિરણ પટેલે નવસારી સાયબર ક્રાઇમ ખાતે જઈ પોતાની ફરિયાદ આપી હતી. જેમાં પોલીસે તપાસ કરતા કેસ સાયબર ક્રાઇમને લગતો હોય અલગ અલગ બેંક એકાઉન્ટધારક વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે તમામ બેન્ક એકાઉન્ટ સીઝ કરવાની દિશામાં કાર્યવાહી આરંભી છે જેની તપાસ મદદનીશ અજમાઈશ એસપી સિમરન ભારદ્વાજને સોંપવામાં આવી છે.

Advertisement

મોટા લાભની લાલચ અપાય છે
ટૂંકા સમયમાં ઓછા રોકાણમાં મસમોટા લાભ આપવી રોકાણકારો તેમજ ઓનલાઈન બિઝનેસ કરવા માંગતા લોકોને છેતરતી સાયબર ક્રિમિનલની ગેંગ નવસારી જિલ્લામાં અનેક લોકોને લાખો કરોડોમાં નવડાવીને પૈસા ઉસેટયા છે જે મામલે અનેક ફરિયાદ હાલ પોલીસ ચોપડે નોંધાય છે. જેમાં કેટલીક ફરિયાદોમાં સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા બેન્ક એકાઉન્ટ સીઝ કરીને પૈસા અન્ય એકાઉન્ટમાં જતા અટકાવ્યા છે. સાયબર ક્રાઇમની ફરિયાદ જેટલી વહેલી કરવામાં આવે તો એક ખાતામાંથી બીજા ખાતામાં પૈસા જતા અટકાવી શકાય છે. નવસારી જિલ્લા સાયબર પોલીસ દ્વારા આ મામલે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે.

Tags :
Advertisement
Advertisement