For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

વડોદરા બોટ ટ્રેજેડીને લઈ વકીલ મંડળે લીધો મોટો નિર્ણય- આરોપી તરફથી કોઈ વકીલ નહિ લડે કેસ

05:34 PM Jan 19, 2024 IST | V D
વડોદરા બોટ ટ્રેજેડીને લઈ વકીલ મંડળે લીધો મોટો નિર્ણય  આરોપી તરફથી કોઈ વકીલ નહિ લડે કેસ

Vadodara Boat Tragedy: વડોદરાના હરણી તળાવ(Vadodara Boat Tragedy)માં બનેલી બોટ દુર્ઘટનામાં 12 વિદ્યાર્થી સહિત 2 શિક્ષકના મોત થયા હતા. જેમાં પોલીસે તપાસ તેજ કરી છે. હરણી બોટ દુર્ઘટના મુદ્દે SITની રચના કરવામાં આવી છે. એડિશનલ પોલીસ કમિશનર મનોજ નિનામાના નેતૃત્વ હેઠળ SITની રચના કરવામાં આવી છે.ત્યારે બરોડા બાર એસસિયેશન દ્વારા હરણી બોટ દુર્ઘટનાને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બોટ દુર્ઘટનામાં આરોપીનો કેસ બરોડા બાર એસોસિએશનના વકીલો નહી લડે.

Advertisement

આરોપીની તરફેણમાં વકીલ કેસ નહિ લડે
હરણી તળાવમાં 17 જેટલા લોકોના મૃત્યું થયા છે. આ ગોઝારી દૂર્ઘટનાના પગલે વકીલ મંડળે સરાહનીય નિર્ણય કર્યો છે. વડોદરામાં આરોપી તરફી એક પણ વકીલ કેસ નહી લડે તેવો એકાત દર્શી નિર્ણય લેવાયો છે.બરોડા બાર એસસિયેશનના પ્રમુખ, નલિન પટેલે જણાવ્યું કે, આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ. અમારી સંવેદના પીડિત પરિવારો સાથે છે.

Advertisement

બેદરકારી આવી સામે
હરણી બોટ દુર્ઘટનામાં થયેલી FIRમાં પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. આ દુર્ઘટનાની ફરિયાદમાં બીનીત કોટિયા અને હિતેશ કોટિયાનું સાચું એડ્રેસ જ પોલીસ પાસે નથી. આ FIRમાં નોંધાયેલા સરનામાવાળો નીલકંઠ બંગલો 2021માં જ વેચી દીધો હતો. આ બંગલામાં અત્યારે કોઈ બીજું જ રહે છે. બે વર્ષ પહેલાં જે બંગલો વેચાઈ ગયો તેનું એડ્રેસ FIRમાં લખવામાં આવ્યું છે. 2 નંબરના આરોપી હિતેશ કોટિયાનું કોરોનામાં મોત થયું છે. જે એડ્રેસ પર આરોપી રહેતો જ નથી તે એડ્રેસનો પોલીસે FIRમાં ઉલ્લેખ કરતા ખોટા એડ્રેસ પર પોલીસ કેવી રીતે આરોપીને પકડશે? તે મોટો સવાલ છે.

Advertisement

શું હતી ઘટના ?
ગઈકાલે વડોદરાની ન્યૂ સનરાઈઝ નામની શાળાના વિદ્યાર્થીઓને હરણી તળાવ ખાતે પ્રવાસ માટે લઈ ગયા હતા. જ્યાં બાળકોને બોટિંગ કરાવવામાં આવ્યુ હતુ. તે સમયે બોટ પલટી જતા 12 બાળકો અને 2 શિક્ષકનું ડૂબવાથી મોત નિપજ્યું હતી. મળતી માહિતી અનુસાર બોટની ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડ્યા હોવાથી આ દુર્ઘટના બની હતી. તેમજ લાઈવ જેકેટ પણ આપવામાં આવ્યા ન હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement