For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ‘ગાંધી શિલ્પ બજાર’ મેળાનો કેન્દ્રીય રેલ્વેમંત્રી દર્શના જરદોશના હાથે કરાયો પ્રારંભ 

07:13 PM Dec 09, 2023 IST | Dhruvi Patel
ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ‘ગાંધી શિલ્પ બજાર’ મેળાનો કેન્દ્રીય રેલ્વેમંત્રી દર્શના જરદોશના હાથે કરાયો પ્રારંભ 

Inauguration of 'Gandhi Shilp Bazaar' in Surat: હાલના સમયમાં ઘેર બેઠાં હસ્ત શિલ્પીઓ અને કારીગરોએ કરેલાં ઉત્પાદનને ગ્રાહક સાથે સીધું બજાર આપવા તેમજ કલાગીરીને પ્રોત્સાહિત કરવાના પ્રયાસોરૂપે કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલય દિલ્હી ઓફિસ ઓફ ધી ડેવલોપમેન્ટ કમિશનર હેન્ડીક્રાફટ (Office of the Development Commissioner Handicraft) અને હસ્તકલા ઔદ્યોગિક સહકારી મંડળ (Bhuj Handicraft Industrial Cooperative Society ) દ્વારા સુરતના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ‘ગાંધી શિલ્પ બજાર’ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement

દર્શનાબેન જરદોશ કેન્દ્રીય રેલ્વે અને ટેકસટાઈલ રાજ્યમંત્રીના હસ્તે અઠવાલાઇન્સ સ્થિત ઈન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત હસ્તકલા પ્રદર્શન મેળો ‘ગાંધી શિલ્પ બજાર’નો પ્રારંભ(Inauguration of 'Gandhi Shilp Bazaar' in Surat) કરાયો હતો. જેમાં તારીખ 9 થી 15 ડિસેમ્બર સુધી દેશભરમાંથી આવેલા હસ્તકલાના કારીગરો દ્વારા બનાવાયેલી ઉત્કૃષ્ટ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે.

Advertisement

ગુજરાત, મધ્યપ્રદેશ, દિલ્હી, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, રાજસ્થાન તેમજ ઉત્તર પ્રદેશ સહિતના રાજયોમાંથી અહીં આવેલા કારીગરો દ્વારા હેન્ડલૂમ કપડા, ચપ્પલ, બેગ્સ, ઘરેણા, ગૃહ સુશોભનની વસ્તુઓ અને માટીના વાસણો જેવી વિવિધ હાથ બનાવટ અને કલાકારીગરીની ચીજવસ્તુઓ લોકોનું ધ્યાન આકર્ષે તેવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement