For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બેકાબુ બનેલી કાર ઝાડના થડમાં ઘુસી ગઈ, બે મહિલાઓ સહિત એક જ પરિવારના ત્રણ લોકોના મોત- 'ઓમ શાંતિ'

12:47 PM Mar 11, 2022 IST | Mishan Jalodara
બેકાબુ બનેલી કાર ઝાડના થડમાં ઘુસી ગઈ  બે મહિલાઓ સહિત એક જ પરિવારના ત્રણ લોકોના મોત   ઓમ શાંતિ

બિહાર(Bihar)ના કોઢા પોલીસ સ્ટેશન વિસ્તારના નેશનલ હાઈવે(National Highway) 31 પર પવઈ ચોક(Powai Chowk) પાસે, સ્પીડમાં આવતી કાર બેકાબૂ થઈને ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત(Accident) સર્જાયો હતો. આ ઘટનામાં પૂર્ણિયા(Purnia)ના કોરાટબારી(Koratbari) વિસ્તારની એક જ પરિવારની બે મહિલાઓ સહિત ત્રણના મોત થયા હતા. જ્યારે એકને ઈજા થઈ હતી.

Advertisement

ડુમરમાં જમીન માપણીનું કામ કરીને પૂર્ણિયા પરત ફરતી વખતે આ અકસ્માત થયો હતો. માહિતી મળતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કચ્ચરઘાણ નીકળી ગયેલ કારમાંથી મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, સદાનંદ પોદ્દાર, સરોજ પોદ્દાર, સરોજ પોદ્દાર, રેણુ પોદ્દાર તેમના પરિવારના સદસ્ય ડ્રાઇવર ગંગાનંદ પોદ્દાર સાથે જમીન સંબંધી સર્વેની કામગીરી માટે ડુમર ખાતે આવ્યા હતા. પરત ફરતી વખતે સ્પીડમાં આવતી કાર બેકાબુ બની ગઈ હતી અને પવઈ ચોકડી પાસે રોડની બાજુમાં આવેલા ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં સદાનંદ પોદ્દાર, સરોજ પોદ્દાર અને રેણુ પોદ્દારનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

Advertisement

મૃતકોમાં સાળા અને ભાભીનો સમાવેશ થાય છે. આ ઘટનામાં ડ્રાઈવર ગંગાનંદ પોદ્દારને ગંભીર ઈજા થઈ હતી. માહિતી મળતાની સાથે જ ગામલોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ગ્રામજનોની મદદથી ઇજાગ્રસ્તોને કોઠા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. તબીબોએ ઘાયલોને સારી સારવાર માટે મેડિકલ કોલેજમાં રીફર કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement

Tags :
Advertisement
Advertisement