For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બદાયૂંમાં વાળંદે ઘરમાં ઘુસી રેઝરથી બે બાળકોનું ગળું કાપી કરી ઘાતકી હત્યા, પોલીસે મુખ્ય આરોપીનું કર્યું એન્કાઉન્ટર

06:05 PM Mar 20, 2024 IST | V D
બદાયૂંમાં વાળંદે ઘરમાં ઘુસી રેઝરથી બે બાળકોનું ગળું કાપી કરી ઘાતકી હત્યા  પોલીસે મુખ્ય આરોપીનું કર્યું એન્કાઉન્ટર

Badaun Double Murder: બદાયુની બાબા કોલોનીમાં મંગળવારે (19 માર્ચ) સાંજે બે સગા ભાઈની અસ્ત્રા વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. માસૂમની હત્યા બાદ આરોપી સાજિદે મૃતકનું લોહી પીધું હતું. બન્ને તાંત્રિકના પ્રભાવ હેઠળ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. મૃતકોની ઉંમર 14 અને 6 વર્ષની હતી. આ ઘટનાથી રોષે(Badaun Double Murder) ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. બાઇક અને દુકાનમાં તોડફોડ કરવામાં આવી હતી. મંડી સમિતિ પોલીસે 3 કલાક પછી રાત્રે કાર્યવાહી કરી એક આરોપી સાજિદને એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો.

Advertisement

બાળકોનું અસ્ત્રા વડે ખૂન કરવામાં આવ્યું
ગયા મંગળવારે (19 માર્ચ) હેરડ્રેસર સાજિદ તેની પત્નીની ડિલિવરી માટે પૈસા માંગવા તેના પાડોશીના ઘરે પહોંચ્યો હતો. પાડોશીના પુત્રો આયુષ અને અહાન ટેરેસ પર રમતા હતા ત્યારે તેણે અસ્ત્રા વડે બંનેની હત્યા કરી હતી. સાજીદે છરી વડે તેની ગરદન કાપી નાખી અને છાતી અને પેટમાં અસ્ત્રા વડે ઘા માર્યા હતા. જે બાદ બાળકોના લોહીથી છત ભીંજાઈ ગઈ હતી.

Advertisement

મૃતક બાળકોની દાદી મુન્ની દેવીએ જણાવ્યું હતું કે સામેના સલૂનવાળા ઘરે આવ્યા અને મારી સાથે વાત કરવા લાગ્યા. આ પછી મેં તેમને બેસવાનું કહ્યું અને અંદર ચા બનાવવા ગઇ. દરમિયાન તેઓ ઉપરના માળે ગયા. તેણે મારા બીજા નંબરના પૌત્રના હાથ પર અસ્ત્રો માર્યો, ત્યારે અમને આ બાબતની જાણ થઈ. જોકે આ ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.

Advertisement

"પૈસા માગ્યા પછી બાળકોને મારી નાખ્યા."
મૃતક બાળકોની માતા સંગીતાએ કહ્યું, "સાજિદ અને જાવેદ બાઇક પર મારા ઘરે આવ્યા હતા. જાવેદ બહાર બાઇક લઇને ઊભો હતો. સાજીદ ઘરની અંદર આવ્યો. કહ્યું કે ભાભી, મારી પત્નીની ડિલિવરી થવાની છે. તે હોસ્પિટલમાં દાખલ છે. મને 5000 રૂપિયા આપો. મેં સાજિદને પૈસા આપ્યા.

હત્યા કર્યા બાદ તેણે બાળકોનું લોહી પણ પીધું
આ પહેલા હત્યાકાંડને કારણે ગુસ્સે ભરાયેલી ભીડ રસ્તા પર ઉતરી આવી હતી. સાજીદ અને અન્ય એક મુસ્લિમની દુકાનમાં તોડફોડ કરી આગ ચાંપવામાં આવી હતી. અનેક વાહનોની તોડફોડ કરવામાં આવી હતી, પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો. પીડિત પરિવારે આ ઘટનાને તંત્ર મંત્ર સાથે જોડતા આરોપ લગાવ્યો છે કે સાજિદની હત્યા કર્યા બાદ તેણે બાળકોનું લોહી પણ પીધું અને તેના ચહેરા પર લોહી પણ હતું. બે સંપ્રદાયો વચ્ચેના મુદ્દાને કારણે મોડી રાત સુધી વિસ્તારમાં તણાવનો માહોલ હતો.

Advertisement

આરોપીનું પોલીસે કર્યું એન્કાઉન્ટર
પોલીસના જણાવ્યા અનુસાર આરોપી સાજીદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બાદમાં તેને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવા માટે વાહનમાં બેસાડવામાં આવ્યો હતો. તે અચાનક વાહનમાંથી કૂદીને શેખુપુરના જંગલ પાસે ભાગી ગયો હતો. જ્યારે તેને ઘેરી લેવામાં આવ્યો ત્યારે તેણે પિસ્તોલમાંથી ફાયરિંગ કર્યું. પોલીસના એન્કાઉન્ટરમાં તે માર્યો ગયો.

આ એન્કાઉન્ટરમાં સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર ગૌરવ વિશ્નોઈ પણ ઘાયલ થયા છે. કમિશનર સૌમ્ય અગ્રવાલ, આઈજી ડૉ. રાકેશ પાંડે, ડીએમ મનોજ કુમાર અને એસએસપી આલોક પ્રિયદર્શી મોડી રાત સુધી ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. એસએસપીએ કહ્યું કે શરૂઆતમાં ત્રણ હુમલાખોરો વિશે માહિતી હતી, પરંતુ વિનોદે હુમલાખોર તરીકે માત્ર સાજિદનું નામ આપ્યું હતું.

તંત્ર મંત્રના કારણે બાળકોની હત્યા થયાની ચર્ચા
વિસ્તારના લોકોએ જણાવ્યું કે આરોપી સાજિદના બે નવજાત બાળકોનું ભૂતકાળમાં મૃત્યુ થયું હતું. હવે તેની પત્ની ફરીથી બાળકને જન્મ આપવાની છે. ત્રીજું બાળક જીવતું રહે એવી ચર્ચા હતી, તેથી સાજીદે તંત્ર-મંત્રનો સહારો લીધો. આ જ અંતર્ગત વિનોદના પુત્રોની હત્યા કરવામાં આવી હતી. તેના મોં પર કપડાનો ટુકડો હોવાથી લોહી પીધુ હોવાની શંકા પણ ઉભી થઈ હતી. પોલીસ આ માહિતીને નકારી રહી છે.

Tags :
Advertisement
Advertisement