For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડીયાની હાર થઇ કે જીત? ક્લિક કરી જાણો પરિણામ

04:54 PM May 09, 2024 IST | admin
ઇફકોની ચૂંટણીમાં જયેશ રાદડીયાની હાર થઇ કે જીત  ક્લિક કરી જાણો પરિણામ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી વચ્ચે ઈફ્કોના (Iffco director) ડિરેક્ટરની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. તેનું કારણ એ છે કે ભાજપના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાએ (Jayesh Radadiya) ભાજપ સમર્થિત ઉમેદવાર બિપિન પટેલ ઉર્ફે બિપિન ગોતા (Bipin patel gota) વિરુદ્ધ મતદાન કર્યું છે. રાદડિયાના ફોર્મ પાછું ન ખેંચવાના કારણે હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી કરતાં ઇફ્કો ડિરેક્ટરની ચૂંટણીને લઇને વધુ ચર્ચા ચાલી રહી છે.

Advertisement

ત્યારે ચાર વાગ્યે મતગણતરી શરુ થતા પરિણામ સામે આવ્યું છે, જયેશ રાદડીયાને પક્ષના મેન્ડેટ સામે પડીને ચૂંટણી લડવી ફળી છે.  જયેશ રાદડીયાનો 113 મત મેળવતા વિજય થયો છે. આ જીત બાદ ભાજપ સંગઠન માં સારા કરતા મારો પસંદ કરવાની સી આર પાટીલની નીતિ સામે પડેલા જયેશ રાદડિયાની જીત માનવામાં આવે છે. બિપિન પટેલ ગોતા 67 વોટ મળ્યા હતા.

Advertisement

જયેશ રાદડિયા હાલ રાજકોટની જેતપુર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય છે. આ ઉપરાંત રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે જ્યારે બિપીન પટેલ સહકારી ક્ષેત્રના પ્રમુખ છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહની પણ આ ચૂંટણી પર સીધી નજર છે. કોંગ્રેસ સમર્થિત વિજય ઝટકિયાએ ઈફ્કો ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ સુરત પાર્ટ-2 થવાના કારણે તેમનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું. ઇફ્કો ડિરેક્ટરની ચૂંટણી માટે 9મી મેના રોજ મતદાન થયુ હતું જેનું પરિણામ આવી ગયુ છે.

Advertisement

આ ચૂંટણીમાં કુલ 182 મતદારો છે. જેમાં સૌરાષ્ટ્રનું વર્ચસ્વ છે. એકલા રાજકોટમાં 68 મત છે. ભાજપના સમર્થનથી લડી રહેલા બિપિન પટેલ ચૂંટણી જીતે છે કે રાદડિયાની હાર થાય છે તેના પર સૌની નજર મંડાયેલી છે. બીજેપી ધારાસભ્ય રાદડિયાએ પોતાનું નામાંકન પાછું ખેંચવાનો ઇનકાર કરતાં આ ઇફ્કો ડિરેક્ટર માટે ચૂંટણી આવી છે. સહકારી ક્ષેત્રમાં એવી પણ ચર્ચા છે કે જો બિપીન પટેલ ઉર્ફે ગોતા ચૂંટણી જીતે તો તેઓ ઇફ્કોના ચેરમેન અથવા તો વાઇસ ચેરમેન બની શકે છે. હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાજકોટમાં તેમનું વર્ચસ્વ છે.

જયેશ રાદડિયા સૌરાષ્ટ્રના લોકપ્રિય નેતાઓમાં સામેલ છે. અગાઉ ગુજરાતમાં તેઓ મંત્રી બનશે તેવી ચર્ચા હતી, પરંતુ ભૂપેન્દ્ર પટેલ કેબિનેટમાં તેમને સ્થાન ન મળતાં લોકસભાની ચૂંટણી લડવાની ચર્ચા ચાલી હતી, પરંતુ પાર્ટીએ પોરબંદર બેઠક પરથી મનસુખ માંડવિયાને મેદાનમાં ઉતાર્યા હતા. આવી સ્થિતિમાં, જ્યાં એક તરફ રાદડિયા માંડવિયા માટે પ્રચાર કરતા રહ્યા, તો બીજી તરફ તેઓ ઇફ્કોની ચૂંટણીમાં પાર્ટીની વિરુદ્ધમાં ઊભા રહ્યા. ગુજરાતના સહકારી ક્ષેત્રમાં ભાજપનું વર્ચસ્વ છે. આ વિભાગના કેન્દ્રમાં મંત્રી અમિત શાહ છે, તેથી આ ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાદડિયા અગાઉ ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. જયેશ રાદડિયાની જેમ પંકજ પટેલ પણ ભાજપના નેતા છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement