Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયને IS0 સંસ્થાન દ્વારા સર્ટિફિકેટ કરાયું એનાયત

05:53 PM Jun 07, 2024 IST | Drashti Parmar

BAPS Sanskrit Mahavidyalaya: ગુજરાતના સારંગપુર ગામની BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયને IS0 સંસ્થાન દ્વારા પ્રમાણપત્ર એનાયત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન આપવામાં આવ્યું છે.  BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં આ IS0 સંસ્થાના કાર્યકર્તા ઘનશ્યામભાઈ પટેલ, ડો. મેહુલભાઈ પટેલ અને અજયભાઈ ભટ્ટ દ્વારા આ પ્રમાણપત્ર BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયને(BAPS Sanskrit Mahavidyalaya) અર્પણ કરવામાં આવ્યું હતું

Advertisement

2013થી ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલા સારંગપુર ગામમાં BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલય કાર્યરત છે. આ મહાવિદ્યાલયને IS0 સંસ્થાન દ્વારા ISO 9001:2015 સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું છે. આ IS0 સંસ્થા 70 વર્ષથી કાર્યરત અને વૈશ્વિક સ્તરે પ્રમાણભૂત સંસ્થા છે, જે અન્ય સંસ્થાના હેતુ તથા તેને સફળતા સુધી લઈ જતા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા, સંસ્થાનું વ્યવસ્થાપન,

તેમજ કાર્યરત કર્મચારીની ગુણવત્તા તથા કાર્યપદ્ધતિ જેવા વિવિધ પાસાંઓને ધ્યાનમાં રાખીને મૂલ્યાંકન કરી જે તે સંસ્થાને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રમાણભૂત કરે છે. જેનું પ્રમાણપત્ર સંસ્થાની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. અને સંસ્થાના કાર્યની અસરકારકતા તથા કાર્યદક્ષતાને ઉચ્ચ ગુણવત્તા આપવામાં ઉપયોગી બને છે. તથા ભવિષ્યમાં સંસ્થાની વૃદ્ધિને સમર્થન આપે છે.

Advertisement

IS0 સંસ્થા દ્વારા નિયમાનુસાર વિવિધ મૂલ્યોને ધ્યાનમાં રાખીને BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું. જેના આધારે આ મહાવિદ્યાલયને પણ ISO સંસ્થા દ્વારા પ્રમાણપત્ર એનાયત કરીને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થાન આપવામાં આવ્યું છે.

તારીખ 4 જૂન, 2024ના રોજ BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં આ IS0 સંસ્થાના કાર્યકર્તા ઘનશ્યામ પટેલ, ડો. મેહુલ પટેલ અને અજય ભટ્ટ દ્વારા આ પ્રમાણપત્ર BAPS સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયને અર્પણ કરવામાં આવ્યું હતું, જે મહાવિદ્યાલયને આંતરરાષ્ટ્રીય સ્તરના વિકાસ માટે અતિ ઉપયોગી બની રહેશે.

Advertisement

Advertisement
Tags :
Next Article