For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

હવે રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો: 6 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન, વરસાદની કેટલી શક્યતા? હવામાન વિભાગે કરી આગાહી

06:32 PM Jan 17, 2024 IST | Chandresh
હવે રાજ્યમાં વધશે ઠંડીનો ચમકારો  6 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન  વરસાદની કેટલી શક્યતા  હવામાન વિભાગે કરી આગાહી

Gujarat wethar update: રાજ્યમાં કડકડતી ઠંડી વચ્ચે હવામાન વિભાગની વધુ એક આગાહી સામે આવી રહી છે. હવામાન વિભાગે ઠંડીને લઈને જણાવ્યું છે કે, રાજ્યમાં હજુ ઠંડીનુ જોર યથાવત ચાલુ રહેશે તેમજ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે. વધુમાં જણાવાયું છે કે, હાલ રાજ્યમાં વરસાદની (Gujarat wethar update) કોઈ શકયતા દેખાતી નથી.

Advertisement

ઉત્તરીય પવનોના કારણે ઓછુ તાપમાન નોંધાયું
મળતી માહિતી અનુસાર, પવનની ગતિ 6 કિલોમીટરની ઝડપે રહેશે તેમજ ગાંધીનગરમાં સૌથી ઓછુ તાપમાન નોંધાયું જ્યારે ઉત્તરીય પવન ફૂંકાવવાને લઈને ગાંધીનગર અને ડીસામાં ઓછું તાપમાન રહ્યું છે. ગાંધીનગરમાં 11 અને ડીસામાં 11.10 ડિગ્રી તાપમાન નોંધાયું જ્યારે નલિયા 12.10 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Advertisement

ધુમ્મસને કારણે વિમાની સેવા પ્રભાવિત
ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિમાની સેવા પ્રભાવિત થઈ રહી છે. જેમાં અમદાવાદની કેટલીક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી. મોટાભાગની ફ્લાઈટ 1 કલાક જેટલો સમય મોડી પડી હતી. ઉત્તર ભારતમાં ધુમ્મસને કારણે વિઝિબિલીટી ઘટતા અનેક ફ્લાઈટ પ્રભાવિત થઈ હતી. ત્યારે દિલ્લી, લખનૌ, ચેન્નાઈ સહિતની ફ્લાઈટને અસર થઈ હતી.

Advertisement

Tags :
Advertisement
Advertisement