For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

અમદાવાદ/ પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે બાઈક સવારને કચડ્યો, યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત

06:24 PM Mar 05, 2024 IST | V D
અમદાવાદ  પુરપાટ ઝડપે આવતા ડમ્પર ચાલકે બાઈક સવારને કચડ્યો  યુવાનનું ઘટનાસ્થળ પર જ મોત

Ahemdabad Accident: રાજ્યમાં ગોઝારા અકસ્માતની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક અકસ્માતની ઘટનાના(Ahemdabad Accident) સમાચાર મળી રહ્યા છે જેમાં પીરાણા સર્કલ પાસે ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જે બાદ આ ઘટનાના પગલે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી લાશને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.તેમજ આ ઘટનામાં બાઇકચાલકનું મોત થતા તેનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે.

Advertisement

અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત
રાજ્યમાં ડમ્પરચાલક દ્વારા અવારનવાર અકસ્માત સર્જવાની ઘટના સામે આવી છે.માતેલા સાંઢની જેમની જેમ ડમ્પર ચાલક બેફામ બન્યા છે અને લોકોને અડફેટે લઇ રહ્યા છે,ત્યારે આજે વધુ એક ઘટના અમદાવાદથી પ્રકાશમાં આવી છે.આજે એક ડમ્પરચાલકના કારણે એક માસુમ મોતના કોળીયામાં ધકેલાઈ ગયો છે.જો આ અંગે વિગતવાર વાત કરીએ તો,પીરાણા સર્કલ પાસે પુરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે એક બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. ઘટનાને પગલે લોકોના ટોળાઓ એક્ઠા થયા હતા અને રોડ પર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા છે. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

Advertisement

પોએમ અર્થે લાશને મોકલી
ડમ્પર ચાલકે બાઇકચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યું હતું. ઘટના બાદ લોકોના ટોળા ઊમટી પડ્યા હતા. બીજી તરફ આ ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થતા કે ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી તપાસ શરૂ કરતાં માલુમ થયું હતું કે એક ડમ્પર ચાલક ડમ્પર મૂકી ફરાર થઈ ચૂક્યો હતો.ત્યારે પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી છે અને લાશને પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી.આ ઘટનામાં બાઈકચાલકનું મોત થતા તેનો પરિવાર ઘેરા શોકમાં ગરકાવ થયો છે અને કાર્યવાહીની માંગ કરી રહ્યો છે.

Advertisement

અગાઉ ધોળકામાં અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતા
થોડા દિવસો પહેલા જ ધોળકા-ખેડા હાઈવે પર પુલેન સર્કલ નજીક એક પાર્ક કરેલા ડમ્પર સાથે અચાનક જ બોલેરો કારની ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર એક મહિલા અને એક બાળક સહિત 7 શ્રમિકોના મોત થયા હતા, જે પોતાના કામ અર્થે ધાનપુર જઈ રહ્યા હતા.જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને અસારવા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તમામ મૃતકો મધ્યપ્રદેશના હોવાની માહિતી મળી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement