For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

બાપ-દીકરીના પવિત્ર સબંધને લજવતો સુરતનો કિસ્સો- એકલતાનો લાભ લઇ 14 વર્ષીય દીકરી સાથે હવસખોર બાપ...

11:55 AM May 22, 2022 IST | Mansi Patel
બાપ દીકરીના પવિત્ર સબંધને લજવતો સુરતનો કિસ્સો  એકલતાનો લાભ લઇ 14 વર્ષીય દીકરી સાથે હવસખોર બાપ

સુરત(Surat): હાલમાં સુરતમાંથી બાપ-દીકરીના પવિત્ર સંબંધને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર, અહીં સચિન (Sachin)માં સગો પિતા કિશોરી સાથે મહિનાઓથી અણછાજતું વર્તન કરી શારીરિક અડપલા કરતો હતો. પિતા(Father) દ્વારા કરાઇ રહેલી હેરાનગતિથી ત્રાસી જઇને 14 વર્ષીય કિશોરીએ ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબર(Child helpline number) પર કોલ કર્યો હતો. અને તેની સમગ્ર આપવીતી હેલ્પલાઇનને જણાવી હતી.

Advertisement

પાંચ મહિનાથી સગી પુત્રીની સાથે છેડતી કરતો:
કિશોરીએ હિંમત કરીને પોતાની સાથે બનતી ઘટનાની જાણ ચાઈલ્ડ હેલ્પ લાઈન નંબરને કરી હતી, જેના કારણે પોલીસે બાપ સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી હતી. પુત્રીના જણાવ્યા અનુસાર, છેલ્લા પાંચ મહિનાથી ઘરે કોઈ ન હોય ત્યારે પુત્રીની છેડતી કરતો હતો.

Advertisement

મળેલી માહિતી મુજબ 38 વર્ષીય આ નરાધમ મૂળ ઉત્તરપ્રદેશનો છે અને અહી સચિનમાં ગુજરાત હાઉસીંગ બોર્ડ ખાતે રહે છે. આ યુવક પલસાણા ખાતે આવેલી કંપનીમાં નોકરી કરે છે. જેને સંતાનમાં 1 દીકરો અને 14 વર્ષની દિકરી છે. દિકરી હાલ ધોરણ-6માં અભ્યાસ કરે છે. પુત્રીની ફરિયાદના આધારે હાલ પોલીસે તેની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

કિશોરીએ ચાઈલ્ડ હેલ્પલાઈન નંબરને ફોન કરી મદદ માંગી:
કિશોરી જ્યારે ઘરે એકલી હોય ત્યારે પિતા અડપલા કરતો હતો. પિતાની આ પ્રકારની હરકતો દિવસેને દિવસે વધતી જતી હતી, જેથી કિશોરી ત્રાસી ગઇ હતી. કિશોરીએ હિંમત કરીને પોતાની આ સ્થિતિથી વાકેફ કરવા માટે અને મદદ મેળવવા માટે ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર પર ફોન કર્યો હતો. જેથી ચાઈલ્ડ હેલ્પલાઈનના માણસો પોલીસની ટીમ લઈને તેના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં પોલીસે કિશોરી અને તેની માતાની પુછપરછ કરી હતી. તેમજ સચિન પોલીસ સ્ટેશનમાં યુવકની સામે તેની સગી દિકરીએ છેડતીની ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે પિતાની સામે છેડતીની ફરિયાદ નોંધી અટકાયત કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Advertisement

Tags :
Advertisement
Advertisement