For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

પુરપાટ ઝડપે આવી રહેલા કન્ટેનર અને ટેમ્પો વચ્ચે સર્જાયો ખતરનાક અકસ્માત; 2 ના ઘટના સ્થળે જ મોત, આઠ ઘાયલ

04:03 PM Apr 02, 2024 IST | V D
પુરપાટ ઝડપે આવી રહેલા કન્ટેનર અને ટેમ્પો વચ્ચે સર્જાયો ખતરનાક અકસ્માત  2 ના ઘટના સ્થળે જ મોત  આઠ ઘાયલ

Lucknow Accident: સોમવારે સવારે યુપીના લખનવમાં પીજીઆઈ ગેટની બહાર એક પુરપાટ ઝડપે આવતા કન્ટેનરએ એક ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી.આ ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોનો પાછળના ભાગનો કુરચો વળી ગયો હતો.જે બાદ અકસ્માતની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘાયલોને નજીકના એપેક્સ(Lucknow Accident) ટ્રોમા સેન્ટરમાં લઈ ગઈ હતી. જે બાદ ડોક્ટરોએ બેને મૃત જાહેર કર્યા હતા,જયારે 8 ઘાયલોની સારવાર ચાલી રહી છે.જે બાદ પોલીસે કન્ટેનર અને તેના ચાલકને કસ્ટડીમાં લઇ આગળની તપાસ હાથ ધરી છે.

Advertisement

આ લોકોના ઘટનાસ્થળ પર મોત
પીજીઆઈ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે આ દુર્ઘટના સોમવારે સવારે લગભગ 8 વાગે થઈ હતી. દરેક વ્યક્તિ પીજીઆઈ હોસ્પિટલમાં દાખલ દર્દીને જોવા જઈ રહ્યા હતા. આ દરમિયાન એક કન્ટેનર વાહનને જોરદાર ટક્કર મારી હતી.ત્યારે અકસ્માતના પગલે આખો રસ્તો લોહિયાળ બન્યો હતો.ઘાયલોમાં નાધુની રામ, રાજકુમારી પાસમુ, વંશ ગોપાલ, શિવ પ્રકાશ સિંહ, ઓમ પ્રકાશ યાદવ, પ્રીતમ સિંહ યાદવ, મનોજ કુમાર, અંજલિ, આલોક કુમાર અને નિત્યાનંદની સારવાર ચાલી રહી છે. જયારે ઝારખંડના ડાલ્ટન ગંજના રહેવાસી કૃષ્ણ પ્રસાદ (62) અને 25 વર્ષીય રિતુ રાજ ચૌધરીના મોત થયા છે.

Advertisement

10 લોકો સવાર હતા
પોલીસના જણાવ્યા મુજબ વિક્રમ ટેમ્પો જે તેલીબાગ તરફથી આવી રહ્યો હતો. જ્યારે તે મુખ્ય માર્ગથી હોસ્પિટલના ગેટ તરફ વળ્યો, ત્યારે રાયબરેલી બાજુથી એક કન્ટેનર પુરપાટ ઝડપે આવી રહ્યું હતું, તેણે ટેમ્પોને જોરથી ટક્કર મારી હતી.ત્યારબાદ ટ્રકચાલક ભાગી ગયો હતો પરંતુ તેનો પીછો કરીને ઉતરેઠીયા ચારરસ્તા પાસે તેને અટકાવવામાં આવ્યો. તેમજ આ ટેમ્પોમાં 10 લોકો મુસાફરી કરી રહ્યા હતા.આ અકસ્માત બાદ તેમની દર્દભરી ચીસોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો.

Advertisement

આ અકસ્માત બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી.પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી આગળની તજવીજ હાથ ધરી છે.ત્યારે આ મોતના પગલે તેનો પરિવાર ઘેર શોકમાં ગરકાવ થયો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement