Gujarat | VadodaraSuratSouth GujaratSaurashtraRajkotNorth GujaratKutch BhujGandhinagarBhavnagarAhmedabad
InternationalNationalPoliticsViralSportsInspirationalEntertainmentHealth
Religion | Ganesh Festival 2023
EditorialFactcheckCrimeKisanLifestyleMessagesJobs
Other | NavratriIndependence DayEnglish
Recipe
Advertisement

હાઈવે પર લાશનો ઢગલો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં 10નાં દર્દનાક મોત

04:09 PM Apr 17, 2024 IST | V D

Nadiad Highway Accident: દિવસેને દિવસે અકસ્માતોની ઘટના વધી જાય છે. જયારે આજરોજ એક ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં છે.

Advertisement

એક્સપ્રેસ વે પર ટ્રેલરની પાછળ કાર ઘૂસી જતાં કારમાં સવાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. નડિયાદ પાસે બપોરનાં સુમારે ટ્રેલરની પાછળ કા ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ અકસ્માતમાં 10 લોકોનાં મૃત્યું થતા પરિવારજનોમાં(Nadiad Highway Accident) રોકકળ મચી જવા પામી હતી.

8 લોકોના ઘટનાસ્થળે જ મોત
આ ખતરનાક અકસ્માત અંગે પ્રત્યક્ષદર્શી મુકેશભાઈ વાઘેલાએ ક્હ્યું હતું કે, તેઓ જ્યારે હાઈવે નજીક હતા ત્યારે જોરદાર અવાજ સંભળાતા દોડી આવ્યા હતા. અહીં આવીને જોયું તો એક ટેન્કરની પાછળ અર્ટિંગા ઘૂસી ગઈ હતી.

Advertisement

અમે ક્રેઈન બોલાવી ગાડી બહાર કાઢી. કારમાંથી 10 લોકોને બહાર કાઢ્યા. જેમાં 8 લોકોના ઘટનાસ્થળે મોત નિપજ્યા હતા. જ્યારે બે લોકોને સારવાર માટે ખસેડ્યા હતા જેઓના પણ સારવાર દરમિયાન મોત થયા હોવાની માહિતી મળી છે. પોલીસે મૃતકોની ઓળખ મેળવવા માટે કારના નંબર અને આધારકાર્ડની વિગતના આધારે તપાસ હાથ ધરી છે. અકસ્માતગ્રસ્ત કાર અમદાવાદ પાસિંગની છે તેનો નંબર GJ27 EC 2578 છે.

Advertisement

ટેન્કર પાછળ કાર ધડાકાભેર ઘૂસી
અકસ્માતમાં 10 લોકોનાં મોત નીપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં હાઈવે પર મરણચીસો ગુંજી ઊઠી હતી.

Advertisement
Tags :
Next Article