For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

સુરત | હનુમાન જયંતિના દિવસે વધુ એક અંગદાન; જરૂરિયાતમંદો માટે યુવકના હાથ, હ્રદય અને લિવર બન્યા ‘સંકટમોચક’

05:47 PM Apr 24, 2024 IST | Chandresh
સુરત   હનુમાન જયંતિના દિવસે વધુ એક અંગદાન  જરૂરિયાતમંદો માટે યુવકના હાથ  હ્રદય અને લિવર બન્યા ‘સંકટમોચક’

Organ Donation in Surat: અંગદાનના નામે ખ્યાતી પામેલા સુરતમાં વધુ એક અંગદાનની ઘટના સામે આવી રહી છે. હનુમાન જયંતિના દિવસે જ યુવકના અંગોના દાન કરવામાં આવ્યું છે. જેથી આ અંગો જરૂરિયાતમંદ માટે સંકટમોચક સમાન સાબિત થયા છે. વેલંજા વિસ્તારમાં રહેતા યુવકનું વ્યારા નજીક અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારપછી સારવાર દરમિયાન રત્નકલાકાર બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યું અને ત્યારપછી તેના અંગદાન (Organ Donation in Surat) કરવામાં આવ્યું હતું.

Advertisement

19મીએ અકસ્માત નડ્યો હતો
અમરેલીના કુકાવાવના જંગર ગામના રહેવાસી અને વેલંજા રહેતા નવનીત નાથાભાઈ વસાણીની તારીખ 19મીએ બાઈકને અકસ્માત નડ્યો હતો. જેથી વ્યારાની સિવિલ હોસ્પિટલથી સુરત સિવિલ હોસ્પિટલમાં લાવ્યા બાદ તેમને પી.પી.માણીયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. હોસ્પિટલના ચેરમેન ડો. નિલેશ માણીયાએ જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના વિપુલ તળાવીયાને સાથે વાત કરી હતી.

Advertisement

અંગો 3 દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ
પરિવારની સંમતિ પછી સોટો અને નોટોમાં જાણ કરતા 3 ગ્રીન કોરિડોરથી સોટો દ્વારા હૃદય અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલને, IKDRCને લીવર અને નોટો દ્વારા બન્ને હાથ મુંબઈની ગ્લોબલ હોસ્પિટલ ખાતે 19 વર્ષીય યુવકને ફાળવ્યા હતા. તમામ અંગોનું 3 દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે.

Advertisement

Tags :
Advertisement
Advertisement