For the best experience, open
https://m.trishulnews.com
on your mobile browser.
Advertisement

એક સાધુ કેવી રીતે બન્યા દેશની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યના મુખ્યમંત્રી? જાણો અજય બિષ્ટથી યોગી આદિત્યનાથ બનવા સુધીની સફર

06:07 PM Mar 10, 2022 IST | Hiren Mangukiya
એક સાધુ કેવી રીતે બન્યા દેશની સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યના મુખ્યમંત્રી  જાણો અજય બિષ્ટથી યોગી આદિત્યનાથ બનવા સુધીની સફર

યોગી આદિત્યનાથ ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતા છે. યોગી આદિત્યનાથનું જન્મજાત નામ અજયસિંહ આનંદસિંહ બિષ્ટ છે. તેમનો જન્મ 5 જૂન 1972ના રોજ ઉત્તરાખંડના પૌરી જિલ્લામાં સ્થિત પંચુર ગામમાં થયો હતો. તે સમયે તે ઉત્તર પ્રદેશનો એક ભાગ હતો. અલગ ઉત્તરાખંડ રાજ્યની રચના 9 નવેમ્બર 2000 (ઉત્તરાખંડ સ્થાપના દિવસ)ના રોજ કરવામાં આવી હતી, તે પહેલા આ ભાગ માત્ર ઉત્તર પ્રદેશનો ભાગ હતો. પરિવારમાં ચાર ભાઈઓ અને ત્રણ બહેનોમાં તે બીજા સંતાન છે.

Advertisement

Advertisement

અજય બિષ્ટના રાજકીય સફરની ખરેખરી શરૂઆત તો 1994માં ત્યારે થઈ હતી જ્યારે એમણે મહંત અવૈદ્યનાથ પાસેથી દીક્ષા લઈને યોગી આદિત્યનાથ તરીકેની ઓળખ મેળવી હતી. ભારતના ઇતિહાસમાં ભાગ્યે જ બન્યું હશે કે જ્યારે એક જનપ્રતિનિધિ બંધારણીય પદ પર હોવા છતાં માત્ર પોતાની ધાર્મિક ગાદી પર જ બિરાજમાન ન હોય, બલકે, રાજકાજમાં પણ એમની અમીટ છાપ દેખાતી હોય.

Advertisement

યોગી આદિત્યનાથ ભારતીય જનતા પાર્ટીના મજબૂત નેતા છે. રાજકીય દૃષ્ટિકોણથી તેમની કાર્યભૂમિ ગોરખપુર જ રહી છે. 1998થી 2017 સુધી તેઓ સતત 5 વખત ગોરખપુરથી લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા. તેઓ ગોરખનાથ મઠના મહંત છે. યોગી આદિત્યનાથ હિન્દુ રાષ્ટ્રવાદી સંગઠન ‘હિંદુ યુવા વાહિની’ના સ્થાપક પણ છે.

Advertisement

યુવાન અજય મોહન બિષ્ટે 1989માં ભારત મંદિર ઈન્ટર કોલેજ, ઋષિકેશમાંથી 12મું પાસ કર્યું અને હેમવતી નંદન બહુગુણા ગઢવાલ યુનિવર્સિટી, શ્રીનગર, પૌરીમાંથી B.Sc ડિગ્રી લીધી. 1990ના દાયકામાં તેમણે અયોધ્યા રામ મંદિર આંદોલનમાં જોડાવા માટે ઘર છોડી દીધું.તેઓ ગોરખનાથ મઠના મહંત છે, જે હિન્દુઓના મુખ્ય ધાર્મિક સ્થળોમાંના એક છે. સપ્ટેમ્બર 2014માં તેમના આધ્યાત્મિક પિતા મહંત અવૈદ્યનાથના મૃત્યુ પછી, તેમને ગોરખનાથ મઠના મહંત બનાવવામાં આવ્યા હતા.

2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપના સ્ટાર પ્રચારક હતા. ભાજપને પ્રચંડ બહુમતી મળ્યા બાદ તેમણે 19 માર્ચ 2017ના રોજ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. યોગી આદિત્યનાથ માત્ર 26 વર્ષની વયે સાંસદ તરીકે ચૂંટાયા હતા. તેઓ 12મી લોકસભાના સૌથી યુવા સાંસદ હતા. તેઓ 1998, 1999, 2004, 2009 અને 2014માં ગોરખપુરથી સતત પાંચ વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

મોદી અને અમિત શાહ પછી યોગી જ એવા નેતા છે જેમણે દેશના લગભગ દરેક ભાગમાં બીજેપી માટે ચૂંટણીપ્રચાર કર્યો હોય. એમણે કેરળ જઈને પોતાના યુપી મૉડલનાં વખાણ કર્યાં હતાં.વર્ષ 2020માં ઉત્તરપ્રદેશની જૌનપુર પેટાચૂંટણીની સભામાં એમણે કહેલું, ‘લવ-જેહાદવાળા સુધરશે નહીં તો ‘રામ નામ સત્ય હૈ’ની યાત્રા નીકળવાની છે.’

યોગી આદિત્યનાથ ભારતીય જનતા પાર્ટી (BJP) ના મજબૂત નેતા છે. રાજકીય દૃષ્ટિકોણથી તેમની કાર્યભૂમિ ગોરખપુર જ રહી છે. 1998 થી 2017 સુધી તેઓ સતત 5 વખત ગોરખપુરથી લોકસભા ચૂંટણી જીતીને સંસદમાં પહોંચ્યા છે. તેઓ ઉત્તર પ્રદેશના વર્તમાન મુખ્યમંત્રી છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેઓ ભાજપના સ્ટાર પ્રચારક હતા.

ઉત્તર પ્રદેશમાં પ્રચંડ બહુમત સાથે સતામાં આવેલ બીજેપી યોગી આદિત્યનાથને મુખ્યમંત્રી પસંદ કરી છે. આદિત્યનાથની ઓળખ ફાયરબ્રાંડ ન્રેતાના રૂપમાં થઈ રહી છે. વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ રેલીઓ કરનારા આદિત્યનાથ પૂર્વાચલના સૌથી મોટા નેતા માનવામાં આવે છે. ભાષણોમાં લવ જેહાદ અને ધર્માતરણ જેવા મુદ્દાને તેમણે જોર શોરથી ઉઠાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.

Tags :
Advertisement
Advertisement